મુસ્લિમો કોઈ પણ કિંમતે મુસ્લિમ પર્સનલ લૉ છોડી શકે નહીં

0
17

લાલ કિલ્લાથી વડાપ્રધાનના સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ સિવિલ કાયદા અંગેના નિવેદનને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુવિચારિત અને તોફાની (ફિતનો) ગણાવ્યું

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા” માટેની વાત કરી છે અને પછી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લો કમિશનના ૨૦૧૮ના નિવેદનને રેખાંકિત કર્યું હતું કે સમાન નાગરિક સંહિતા એ જરૂરી નથી અને ઇચ્છનીય નથી અને તેણે જણાવ્યું હતું કે આ કાયદો લાવવાના કોઈપણ પ્રયાસો અસ્વીકાર્ય છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ કહ્યું છે કે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા અને ધામિર્ક વ્યક્તિગત કાયદાઓને અત્યંત વાંધાજનક તરીકે ગણાવવાના વડાપ્રધાનના નિવેદનનો વિરોધ કરે છે. AIMPLBએ કહ્યું કે સમાન નાગરિક સંહિતા મુસ્લિમો માટે “અસ્વીકાર્ય” છે કારણ કે મુસ્લિમો એ મુસ્લિમ પર્સનલ લો સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. AIMPLBના પ્રવક્તા SQR ઇલ્યાસે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા લાવવાની વડાપ્રધાનની ટિપ્પણી પર આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે તેને ષડ્‌યંત્ર ગણાવ્યું અને કહ્યું કે તેના ગંભીર પરિણામો આવશે. બોર્ડ માને છે કે ભારતના મુસ્લિમોએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે તેમના પારિવારિક કાયદા શરિયા કાયદા પર આધારિત છે, જેમાંથી કોઈ પણ મુસ્લિમ કોઈ પણ કિંમતે વિચલિત થઈ શકે નહીં. દેશની વિધાનસભાએ પોતે જ શરિયત એપ્લિકેશન એક્ટ, ૧૯૩૭ને મંજૂરી આપી છે અને ભારતના બંધારણે તેને કલમ ૨૫ હેઠળ ધર્મનો ઉપદેશ, પ્રચાર અને આચરણ કરવાનો મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે. અન્ય સમુદાયોના કૌટુંબિક કાયદાઓ પણ તેમની પોતાની ધામિર્ક અને પ્રાચીન પરંપરાઓ પર આધારિત છે અને તેમની સાથે છેડછાડ એ મૂળભૂત રીતે ધર્મનો ત્યાગ અને પશ્ચિમનું અનુકરણ છે.

તેમણે કહ્યું કે દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આવી સંપૂર્ણ સત્તાનો દુરૂપયોગ કરવો જોઈએ નહીં. ઈલ્યાસે જણાવ્યું હતું કે નિર્દેશક સિદ્ધાંતોમાં ઉલ્લેખિત સમાન નાગરિક સંહિતા માત્ર એક દિશા છે અને તમામ નિર્દેશો ન તો  ફરજિયાત છે અને ન તો કોર્ટમાં લાગુ કરી શકાય છે. આ નિર્દેશાત્મક સિદ્ધાંતો બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે પુનઃપુષ્ટિ કરી કે બંધારણ એક સંઘવાદી રાજકીય માળખું અને બહુમતીવાદી સમાજની કલ્પના કરે છે, જયાં ધામિર્ક સંપ્રદાયો અને સાંસ્કૃતિક એકમોને તેમના ધર્મનું પાલન કરવાનો અને તેમની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. ઈલ્યાસે વડાપ્રધાન દ્વારા બંધારણીય શબ્દ યુનિફોર્મ સિવિલ કોડના બદલે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાના ઉપયોગની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે તે ભ્રામક યુનિફોર્મ કોડ છે એટલે કે તે સમગ્ર દેશ અને તમામ ધામિર્ક અને બિન-ધામિર્ક લોકોને લાગુ પડશે. તેમાં કોઈ વર્ગ કે જાતિ કે આદિવાસીઓને પણ બાકાત રાખવાની કોઈ જગ્યા રહેશે નહીં. ઇલ્યાસે વડાપ્રધાનના ઇરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તેઓ ફક્ત શરિયા કાયદાને જ “લક્ષ્ય” બનાવી રહ્યા છે. ધર્મો પર આધારિત કૌટુંબિક કાયદાઓને સાંપ્રદાયિક ગણાવીને, વડાપ્રધાને માત્ર પશ્ચિમનું અનુકરણ કર્યું નથી, પરંતુ ધર્મનું પાલન કરનારા દેશના મોટાભાગના લોકોનું પણ અપમાન કર્યું છે. ઈલ્યાસે કહ્યું કે બોર્ડ એ પણ સ્પષ્ટ કરવા માંગે છે કે જેઓ કોઈ પણ ધામિર્ક પ્રતિબંધોથી મુક્ત તેમના પારિવારિક જીવન જીવવા માંગે છે તેમના માટે પહેલેથી જ સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ અને ધ ઇન્ડિયન સક્સેશન એક્ટ ૧૯૨૫ છે. શરિયત એપ્લીકેશન એક્ટ અને હિંદુ કાયદામાં ફેરફાર કરીને સેક્યુલર કોડ લાવવાનો કોઈ પણ પ્રયાસ નિંદાપાત્ર અને અસ્વીકાર્ય હશે. સરકારે ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કાયદા કમિશનના અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલા અવલોકનને સમર્થન આપવું જોઈએ, જેમણે ૨૦૧૮માં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા “ન તો જરૂરી છે કે ન તો ઇચ્છનીય છે.” બોર્ડે કહ્યું છે કે તે આશા રાખે છે કે દેશના શાંતિ-પ્રેમાળ અને ન્યાયી નાગરિકો સંપૂર્ણ એકતા સાથે આ વિધ્વંસક અને અરાજક કૃત્યને નકારી કાઢશે. મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું હતું કે દેશ માટે “સેક્યુલર સિવિલ કોડ”ની જરૂરિયાત છે. તેમણે કાયદાઓના હાલના સમૂહને “કોમી નાગરિક સંહિતા” તરીકે પણ વર્ણવ્યા અને તેમને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા. મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું કે, દેશનો એક મોટો વર્ગ માને છે કે સિવિલ કોડ વાસ્તવમાં એક રીતે કોમ્યુનલ સિવિલ કોડ છે. તે લોકો વચ્ચે ભેદભાવ કરે છે. વડાપ્રધાને કહ્યું હતું કે જે કાયદાઓ દેશને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરે છે અને અસમાનતાનું કારણ બને છે તેનું આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી. હું કહીશ કે, ભારતમાં બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા હોય. અમે ૭૫ વર્ષથી કોમ્યુનલ સિવિલ કોડ સાથે આગળ વધ્યા છીએ. હવે આપણે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા તરફ આગળ વધવું પડશે. તો જ ધર્મ આધારિત ભેદભાવનો અંત આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here