પછી તે (મૂસા અ.સ.) કહેવા લાગ્યો, “હે મારા રબ ! મેં મારા પર અત્યાચાર કરી નાખ્યો, મને ક્ષમા કરી દે.” આથી અલ્લાહે તેને માફી પ્રદાન કરી. તે મોટો માફ કરનાર અને દયાળુ છે. મૂસાએ નિશ્ચય કર્યો, “હે મારા રબ ! આ ઉપકાર જે તેં મારા પર કર્યો છે, તે પછી હવે હું ક્યારેય પણ અપરાધીઓનો મદદગાર નહીં બનું.” (સૂરઃ અલ કસસ, આયત-૧૬, ૧૭)
મૂસા અ.સ.ની આ દુઆનો પ્રસંગ આ છે કે એક દિવસ સવારના સમયે મૂસા અ.સ. વસ્તીમાં નીકળ્યા તો તેમણે જોયું કે બે લોકો પરસ્પર ઝઘડી રહ્યા છે. તેમનામાંથી એક માણસ મૂસા અ.સ.ની કોમ સાથે સંબંધ ધરાવતો હતો. તેણે તેમને મદદ માટે પોકાર્યા. તેમણે તેમને મદદ માટે પોકાર્યા. તેમણે બીજા માણસથી તેને બચાવ્યો, અને આ દરમ્યાન ઈજાથી એ માણસનું મૃત્યુ થઈ ગયું. મૂસા અ.સ.ને આના પર પસ્તાવો થયો અને તેમણે સ્વયં પોતાની જાતથી કહ્યું કે આ શેતાનની ઉશ્કેરણી હતી જેના લીધે તેમનાથી આ ભૂલ થઈ ગઈ.
મૂસા અ.સ.ને જેમ જ પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેઓ તરત જ પોતાના રબની તરફ પલટયા, અને રબની સામે પોતાની ભૂલનો એકરાર કરતાં કહ્યું કેઃ “હે મારા રબ ! મેં મારા પર અત્યાચાર કરી નાખ્યો.” આ જ એ અહેસાસ છે જે અલ્લાહના બંદા અને ‘નફ્સ’ (મનેચ્છા)ના બંદા વચ્ચે ભેદ પેદા કરે છે. મનુષ્ય ક્યારેક ક્યારેક પોતાની આસપાસના વાતાવરણથી બહુ વધુ પ્રભાવિત થઈને ઉતાવળમાં કોઈ એવું કાર્ય કરી બેશે છે કે જે તેની શાનને અનુરૂપ નથી હોતું. મૂસા અ.સ. પોતાની કોમના માણસ દ્વારા પોકારવા પર એટલા માટે તેની મદદ કરવા પહોંચી ગયા, કેમકે તેઓ બાળપણથી આ જોઈ રહ્યા હતા કે તેમની કોમ એ દેશમાં અત્યંત કમજોર, નિઃસહાય, અને ઉત્પીડનની ભોગ બનેલી છે. આ વાતાવરણ તેમને બેચેન પણ રાખતું, આથી દોડીને એ માણસની મદદ માટે જઈ પહોંચ્યા, પરંતુ જલ્દી જ તેમને અહેસાસ થયો કે ‘કોમિયત’ના લીધે તેમણે સત્યને જાણ્યા વિના જ આ ઘટના અંજામ આપી દીધી. આ અહેસાસ થતાં જ તેઓ પોતાના આચરણ પર શર્મિંદા થયા અને પોતાના રબની બારગાહમાં પોતાનો મુકદ્દમો મૂકી દીધો કે મારા મૌલા ! મેં મારા જ પ્રાણ ઉપર અત્યાચાર કર્યો છે, હવે તું મારી મગ્ફિરત ફરમાવ, અર્થાત્ મને આ ભૂલ પર બક્ષી દે, અને મારી રક્ષા પણ ફરમાવ બક્ષવાનો અર્થ સંરક્ષણ આપવો પણ થાય છે. મૂસા અ.સ.ને અહેસાસ હતો કે જે માણસની હત્યા તેમના હાથે થઈ છે એ ફિરઔનની કોમનો હતો, અને જો તેઓ પકડાઈ જશે તો તેમને સખત સજા આપવામાં આવશે. આથી અલ્લાહની પનાહ અને સંરક્ષણની દુઆ તેમણે માગી.
અલ્લાહતઆલાએ મૂસા અ.સ.ની રક્ષા કરી. તેમને સુરક્ષિત રાખ્યા, અને તેમનું શ્રેષ્ઠ માર્ગદર્શન કર્યું.
મૂસા અ.સ.એ પોતાના રબના આ ઉપકાર તથા દયા બદલ અલ્લાહનો આભાર વ્યક્ત કર્યો, અને સાથે જ આ પ્રતીજ્ઞા પણ લીધી કે તેઓ આના પછી કયારેય ગુનેગારોના મદદગાર નહીં બને.
મૂસા અ.સ.ની આ દુઆ અને આના પ્રસંગમાં ઈમાનવાળાઓ માટે ‘ઇબ્રત’ તથા બોધની ઘણી બાબતો રહેલી છે. સૌથી પહેલી વાત આ કે મનુષ્ય કોઈ પણ સ્થિતિમાં પક્ષપાત કે ભેદભાવ અને ‘કોમિયત’નો ભોગ ન બને. વિપરીત પરિસ્થિતિઓમાં મોટાથી મોટા લોકો પણ આ રોગથી ગ્રસિત થવા લાગે છે, અને તેઓ ફક્ત આ બુનિયાદ પર પોતાના મિત્ર અને શત્રુ બનાવવા લાગે છે કે કોણ તેમની કોમથી સંબંધ ધરાવે છે અને કોણ નથી ધરાવતો ? બીજી વાત આ કે ફક્ત આ જાેઈને કોઈની મદદમાં ઉતાવળ કરવામાં ન આવે કે તે મજલૂમ (પીડિત) દેખાઈ રહ્યો છે, બલ્કે હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવે અને તે મુજબ જ કોઈ અમલ કરવામાં આવે. ત્રીજી વાત આ કે ક્યારેય ઉતાવળમાં, સંજોગોના દબાણના લીધે મનુષ્ય કોઈ ભૂલ પર અડગ ન રહે, બલ્કે તરત જ તેના માટે અલ્લાહથી તોબા કરે, અને તેની ભરપાઈનો પ્રયાસ કરે. અલ્લાહ પર આ ભરોસો રહે કે તે બક્ષનાર, રક્ષા કરનાર અને દયાળુ છે. તેની શરણ સૌથી વધુ સુરક્ષિત ઠેકાણું છે. છેલ્લી વાત આ કે દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ રાખવામાં આવે, ભૂલ થાય તો અલ્લાહ યાદ આવે, નવાજવામાં આવે તો અલ્લાહ યાદ આવી જાય, અને આ રીતે બંદો પોતાના રબની સાથે પોતાના સંબંધને વધુ ને વધુ મજબૂત બનાવતો જાય.