“હે રબ ! અમને ધૈર્ય પ્રદાન કર, અને અમને દુનિયામાંથી ઉઠાવે તો એ હાલતમાં કે અમે તારા આજ્ઞાંકિત હોઈએ.” (સૂરઃ આ’રાફ, આયત-૧૨૬)
અલ્લાહના એ નેક બંદા કે જેઓ અખિરત પર પાકો વિશ્વાસ ધરાવે છે, તેમની અંતિમ ઇચ્છા આ જ હોય છે કે આ દુનિયામાં અંતિમ શ્વાસ સુધી તેઓ અલ્લાહનું આજ્ઞાપાલન કરતા રહે અને આ જ સ્થિતિમાં તેમને મૃત્યુ આવે.
ઉપર ઉલ્લેખિત દુઆ અલ્લાહના એવા જ નેક બંદાઓના દિલનો પોકાર છે જે અલ્લાહ પર સાચું ઈમાન ધરાવે છે અને તેના વાયદાના પૂરા થવાનો પૂરો વિશ્વાસ તેમને થઈ ગયો હતો. કુઆર્નમાં આ દુઆનો ઉલ્લેખ જે પરિપ્રેક્ષ્યમાં થયો છે એ ખૂબ જ દિલચસ્પ છે.
મૂસા અ.સ.એ ફિરઔનને અલ્લાહની નિશાનીઓ દેખાડી તો તેણે કહ્યું કે આ તો જાદૂ છે, અને આવો જાદૂ દેખાડનારા કેટલાય નિષ્ણાત જાદૂગરો મારા દેશમાં મૌજૂદ છે. આથી મૂસા અ.સ. અને જાદૂગરોનો મુકાબલો રાખવામાં આવ્યો. જ્યારે જાદૂગરો સામે મૂસા અ.સ.એ અલ્લાહની નિશાનીઓ દેખાડી તો તેઓ સમજી ગયા કે આ કોઈ જાદૂ નથી, બલ્કે હકીકતમાં આ તો અલ્લાહની નિશાનીઓ છે. આથી એ બધા જાદૂગરો અલ્લાહ અને તેના રસૂલ મૂસા અ.સ. ઉપર ઈમાન લઈ આવ્યા. આ બધું જાેઈને ફિરઔન ખૂબ જ ક્રોધિત થઈ ગયો અને તેણે જાદૂગરોને કહ્યું કે જાે તેમણે મૂસાના દીનને છોડયો નહીં તો તે એ સૌને કતલ કરાવડાવી દેશે. જાદૂગરો વાસ્તવિકતા પોતાની આંખોથી જોઈ ચૂક્યા હતા, આથી ફિરઔનની ધમકીથી તેમના ઈમાનમાં કોઈ કમજાેરી આવી નહીં, એ અવસરે એ જાદૂગરોએ પોતાના રબથી દુઆ કરી કેઃ “ હે અમારા રબ! અમારા પર ધૈર્યની કૃપા કર, અને અમને દુનિયામાંથી ઉઠાવ આ સ્થિતિમાં કે અમે તારા આજ્ઞાંકિત હોઈએ.” આ દુઆમાં તેમના ઈમાનની મજબૂતી, તેમના પોતાના રબ પર ભરોસો, તેના વાયદાના સાચા હોવા પર તેમનું યકીન બધું જ દેખાય છે. જ્યારે તેમણે જાેયું કે ફિરઔન પૂરી રીતે તેમની કતલ કરવા તત્પર છે અને તે આટલી શક્તિ ધરાવે પણ છે કે તે આવું કરી નાખે, ત્યારે તેઓ ઈમાન છોડવાના બદલે દુનિયા છોડવાને પ્રાથમિકતા આપે છે, તેઓ પોતાના માથાની આંખોથી ફિરઔનની જાહો-જલાલી, તેના આજ્ઞાપાલન બદલ તેમને મળનારી દૌલત અને સોના-ચાંદીના ઢગલા, ફિરઔનની સલતનતમાં ઉચ્ચ દરજ્જો અને તેની ખાસ મહેરબાની જાેઈ રહ્યા હતા પરંતુ દિલની આંખોથી પોતાના રબની કુદરત, તેના માર્ગમાં શહાદતનું સૌભાગ્ય, આના બદલામાં મળનાર જન્નત અને તેની ને’મતો, અલ્લાહના દરબારમાં વિશેષ દરજ્જાે અને તેની નિકટતા જોઈ રહ્યા હતા, આથી તેમણે પોતાના માથાની આંખોથી ધોખો ખાવાના બદલે પોતાના દિલની આંખોથી રોશની હાસલ કરી, અને અલ્લાહથી દુઆ માગી કે આ સખત ઘડીમાં તેમના પર ધૈર્યની કૃપા ફરમાવ, અર્થાત્ કદમોને એવી દૃઢતા મળે કે તમામ તાકત તેની આગળ દમ તોડી દે, અને તેઓ-પોતે સફળ થાય, અને તેમનો અંતિમ શ્વાસ આ સ્થિતિમાં નીકળે કે તેઓ પોતાના રબના આજ્ઞાંકિત હોય.
કુર્આનમાં એક જગ્યાએ આ કહેવામાં પણ આવ્યું છે કે તેઓ અલ્લાહથી એવી રીતે ડરે કે જેવી રીતે ડરવાનો હક્ક છે, અને તેમને મોત ન આવે, પરંતુ આ સ્થિતિમાં કે તેઓ અલ્લાહના આજ્ઞાંકિત હોય, એટલે કે આ જ અલ્લાહને ઇચ્છિત છે. અને જે અલ્લાહને ઇચ્છિત હોય એ જ એક બંદાની આરઝૂ હોવી જાેઈએ. આનું જ સુંદર ઉદાહરણ એ લોકોના જીવનમાં મૌજૂદ છે કે જેમણે દુઆ કરીઃ “હે અમારા રબ! અમારા પર ધૈર્યની કૃપા ફરમાવ, અને અમને દુનિયાથી ઉઠાવ આ સ્થિતિમાં કે અમે તારા આજ્ઞાંકિત હોઈએ.” હઝરત યૂયુફ અ.સ. પણ જ્યારે પોતાના ઘરવાળાઓથી ફરીવાર મળ્યા તો એ અવસરે તેમના દિલથી પણ જે દુઆ નીકળી એ હૂ-બ-હૂ આ જ હતી કે: હે મારા રબ! તું જ દુનિયા તથા આખિરતમાં મારો રખેવાળ છે. મને આ સ્થિતિમાં ઉઠાવજે કે હું તારો આજ્ઞાંકિત રહું, અને મને નેક લોકોમાં સામેલ કર જે.” એટલે કે આ પૈગમ્બરોનું સ્તર છે કે બંદાના દિલનો પોકાર આ બની જાય અને તે પોતાના રબથી આટલી હદે પોતાનો સંબંધ સ્થાપી લેકે તેનું દિલ કહે કે ઃ “હે અમારા રબ! અમારા પર ધૈર્યની કૃપા ફરમાવ, અને અમને દુનિયાથી આ સ્થિતિમાં ઉઠાવ કે અમે તારા આજ્ઞાંકિત હોઈએ.”