ર૭. સૂરઃ નમ્લ

0
292

અને જે બૂરાઈ લઈને આવશે, આવા લોકો ઊંધા મોઢે આગમાં ફેંકવામાં આવશે. શું તમે લોકો આ સિવાય બીજો કોઈ બદલો પામી શકો છો કે જેવું કરો તેવું પામો ? ૧૦૯(અ)

(હે મુહમ્મદ, આમને કહો) ‘મને તો આ જ હુકમ આપવામાં આવ્યો છે કે આ શહેરના માલિકની બંદગી કરૃં જેણે આને આદરણીય (હરમ) બનાવ્યું છે અને જે દરેક વસ્તુનો માલિક ૧૧૦ છે. મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસ્લિમ બની રહું અને આ કુઆર્ન વાંચી સંભળાવું.’ હવે જે સીધો માર્ગ અપનાવશે તે તેના જ ભલા માટે સીધો માર્ગ અપનાવશે અને જે ગુમરાહ થાય તેને કહી દો કે હું તો માત્ર ચેતવનાર છું. આમને કહો, પ્રશંસા અલ્લાહ માટે જ છે, ટૂંક સમયમાં જ તે તમને તેની નિશાનીઓ દેખાડી દેશે અને તમે તેમને ઓળખી લેશો, અને તારો માલિક બેખબર નથી એ કામોથી જે તમે લોકો કરો છો. (રુકૂઅ-૭)

(૧૦૯-અ) કુઆર્ને મજીદમાં અનેક જગ્યાએ આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આખિરતમાં બૂરાઈનો બદલો એટલો જ આપવામાં આવશે જેટલી કોઈએ બૂરાઈ કરી હોય અને નેકીનો બદલો અલ્લાહતઆલા માણસના કર્મ કરતાં ઘણો વધારે એનાયત કરશે. આના વધારે ઉદાહરણો માટે જુઓ, સૂરઃ યૂનુસ, આયતો ર૬, ર૭, સુરઃ કસસ, આયત ૮૪, સૂરઃ અન્કબૂત, આયત ૭, સૂરઃ સબા, આયતો ૩૭, ૩૮, સૂરઃ મુ’મિન, આયત ૪૦)
(૧૧૦) આ સૂરઃ કેમ કે એ જમાનામાં ઉતરી હતી જ્યારે ઇસ્લામનો સંદેશ માત્ર મક્કા સુધી સીમિત હતો અને શ્રોતાઓ માત્ર આ શહેરના લોકો હતા, એટલા માટે કહ્યું ‘મને આ શહેરના માલિકની બંદગીનો હુકમ આપવામાં આવ્યો છે.’ આ સાથે આ માલિકની વિશિષ્ટતા આ જણાવવામાં આવી કે તેણે આને હરમ બનાવ્યું છે. આના વડે ઈરાદો મક્કાના કાફિરોને ચેતવણી આપવાનો છે કે જે ખુદાનો તમારી ઉપર આ મોટો એહસાન છે તેણે અરબસ્તાનની અત્યંત અશાંત પરિસ્થિતિ અને ઝઘડાં અને ખૂનામરકીથી ભરપુર ભૂમિમાં તમારા માટે આ શહેરને શાંતિનું પારણું બનાવી રાખ્યું છે, અને જેની કૃપાથી તમારૃં આ શહેર સમગ્ર આરબ દેશનું શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે, તમે તેનો અપકાર કરવા માગો તો કરતા રહો, પરંતુ મને તો આ જ હુકમ આપવામાં આવ્યો છે કે હું તેનો આભારી બંદો બની રહું અને તેની જ આગળ આજીજીપૂર્વક માથુ ઝૂકાવું. તમે જેમને ખુદા બનાવી બેઠા છો તેમાંથી કોઈની આ તાકાત ન હતી કે આ શહેરને હરમ બનાવી દેત અને અરબસ્તાનના લડાયક અને ડાકૂ કબીલાઓ પાસે આનો આદર કરાવી શકત. મારા માટે તો આ શકય નથી કે અસલ ઉપકાર કરનારાને છોડી તેમની આગળ ઝુકું જેમનો લેશમાત્ર પણ ઉપકાર મારી ઉપર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here