પ્રસન્ન રહેવાની કળા

0
65

ઘણી મોટી નેઅમતોમાંથી એક હૃદયની પ્રસન્નતા છે. તેનું રહેઠાણ આરામ તથા સુકૂન છે. હૃદયની પ્રસન્નતામાં માનસની સ્થિરતા કે ટકાઉપણું છે. આનાથી રૂહાની ખુશી તથા પ્રસન્નતા મળે છે, આધુનિકતા તથા આવિષ્કારની કાબેલિયત જાગૃત થાય છે. લોકો કહે છે કે પ્રસન્ન રહેવું એક કળા છે, તેને શીખી શકાય છે. જે તેને શીખી લે, તેને પ્રાપ્ત કરવાની રીત જાણી લે તો એ જીવનની પ્રસન્નતાઓ લૂંટી લે છે, આ નેઅ્‌મતોથી આનંદિત થાય છે, જે તેની ચારે તરફ વિખેરાયેલ છે. આ અંગે અસલ સિદ્ધાંત આ છે કે માણસમાં સહનશક્તિ હોય, તે રુકાવટો કે અડચણો પર દ્વિધા અને અકસ્માતો કે દુર્ઘટનાઓ પર વ્યાકુળ ન થાય, નાની નાની વાતો પર પરેશાન ન થાય. હૃદય જેટલું મજબૂત હશે, સ્વચ્છ હશે એટલું જ રૂહને નૂર પ્રાપ્ત થશે. પ્રકૃતિની વક્રતાનો સામનો કરી ન શકવો, ‘નફ્‌સ’ (ઇચ્છા)નું વ્યાકુળ થઈ જવું, દુઃખ તથા ચિંતા, વ્યથા કે મુસીબતો તથા ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓની ચિંતાના પ્રેરકબળ તથા કારણો છે. જે માણસ પોતાને ધૈર્ય તથા સહનશક્તિ અને સખ્તીની ટેવવાળો બનાવશે, તેના માટે પરેશાનીઓ અને સંકટ વિ. બધા જ સરળ થઈ જશે. જ્યારે માણસ મૃત્યુથી ટેવાઈ જાય તો તમામ મુશ્કેલીઓ તેના માટે સરળ થઈ જાય. પ્રસન્નતાના દુશ્મનોમાં માનસિક ક્ષિતિજનું તંગ થઈ જવું, ટૂંકી દૃષ્ટિ અને બસ ફકત પોતાની જાતને જ જોવી એ બાકીના જગતને મહત્ત્વ ન આપવું છે. આ અલ્લાહના દુશ્મનોની હકીકત છે કે, “તેમને બસ(માત્ર) પોતાની જ પરવા હોય છે.” એટલે કે આ ટૂંકી દૃષ્ટિવાળા લોકો સમગ્ર સૃષ્ટિને પોતાની જાતમાં જ કેદ (સીમિત) કે ઘેરાયેલ સમજે છે. બીજાઓ વિષે વિચારતા જ નથી. તેઓ બીજાઓ માટે જીવન નથી વિતાવતા, ન જ બીજાઓ પર ધ્યાન આપે છે. આપણા-તમારા માટે જરૂરી છે કે કયારેક કયારેક આપણે બીજાની સાથે પણ જીવીએ. થોડોક સમય પોતાના કવચમાંથી નીકળીએ કે જેથી પોતાનો દુઃખ તથા મુસીબતો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ તેમજ ગમ તથા ચિંતાને ભૂલી જઈએ. આવી રીતે આપણે પોતાની જાતને રાહત આપી શકીએ, અને બીજાઓને પણ
પ્રસન્ન રહેવાની કળાનો એક સિદ્ધાંત
તમે વિચાર અને ચિંતાને લગામ લગાવો, તેને આઝાદ કે મુકત ન છોડો કે જેથી તે આમ તેમ દોડે અને ઉતાવળમાં વિદ્રોહ કરી બેશે. જો તેને આઝાદ-નિરંકુશ છોડી દીધા તો તે તમારા પર ચિંતાઓની એક ફાઈલ ખોલી દેશે. જન્મથી લઈને અત્યાર સુધીની ઘટનાઓ અને ત્રાસદીઓનો કિસ્સો લઈ બેસશે. જખ્મ ખાધેલ (જખ્મગ્રસ્ત) ભૂતકાળ અને આશંકાગ્રસ્ત ભવિષ્ય તમારી સામે લાવશે, જેનાથી તમે હચમચીને રહી જશો. તમારી ભાવનાઓને ઠેસ પહોંચશે, લાગણીઓ ઘવાશે. આથી તેને લગામ કસીને ફળદાયી, ગંભીર તથા વિચારશીલ અમલ(કાર્ય) તરફ તેની દિશાનેવળાંક આપો. “આને હંમેશ જીવંત રહેનાર અલ્લાહતઆલા પર ‘તવક્કુલ’ (ભરોસો) કરો જેને કયારેય મૃત્યુ નથી.” (સૂરઃફુરકાન,આયત-૫૮)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here