પીરાણા દરગાહ વિવાદઃ ઐતિહાસિક સ્થળનું હિંદુત્વકરણ થતું હોવાનો આક્ષેપ!

0
58

અહમદાબાદઃ અહમદાબાદથી ૧૮ કિલોમીટર દૂર આવેલું પીરાણા ગામ એક પ્રખ્યાત અને ઐતિહાસિક સ્થળ છે, જે હઝરત પીર ઇમામશાહ બાવાની દરગાહ તરીકે જાણીતું છે. ઇમામશાહ બાવા ૫૫૦ વર્ષથી પણ પહેલાં અહીં આવ્યા હતા. દર વર્ષે બધા જ ધર્મ-સંપ્રદાયના હજારો લોકો આ દરગાહની ઝિયારત કરે છે. આ દરગાહ રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક અને સમાવેશકતા અને વિવિધતાનું પ્રતીક છે. આ દરગાહ અને તેની સંબંધિત મિલકતોનું સંચાલન સૈયદો (પીર ઇમામશાહ બાવાના વંશજો) અને સતપંથીઓ (પીરના અનુયાયીઓ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે.

પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી સતપંથી-ટ્રસ્ટીઓ દ્વારા ગુપ્ત રીતે અને ગેરકાયદેસર રીતે આ મુસ્લિમ દરગાહનું હિંદુ મંદિરમાં અને ઇમામશાહ બાવાનું હિંદુ દેવતામાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. આના કારણે દરગાહના સ્વરૂપ, ચરિત્ર અને માળખામાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. તેથી, સંબંધિત લોકોએ પોલીસ વિભાગ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ વિભાગ જેવી વિવિધ કાયદા-અમલીકરણ એજન્સીઓને અરજીઓ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને દરગાહના રૂપાંતરણને પરવાનગી આપવામાં આવી રહી છે.

તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ દરગાહ પરિસરને ૨૦ ફૂટ ઊંચી દીવાલ વડે વિભાજીત કરવામાં આવ્યું છે, જેના કારણે મસ્જિદ અને કબ્રસ્તાન મુખ્ય દરગાહથી અલગ પડ્યા છે. દરગાહ પરિસરના દક્ષિણ અને પૂર્વ દરવાજા સીલ કરી દેવામાં આવ્યા છે અને નવા દરવાજા બનાવી દેવામાં આવ્યા છે. નવા દરવાજાથી ઇમામશાહ બાવાની દરગાહ સુધીના માર્ગમાં લગભગ ૧૦ હિંદુ દેવી-દેવતાઓનાં મંદિરો બનાવવામાં આવ્યા છે. આના કારણે દરગાહ સંપૂર્ણપણે હિંદુ ધામિર્ક સ્થળ જેવી લાગે છે અને આખું દરગાહ પરિસરનુ હિંદુકરણ થઈ ગયું છે. અસંખ્ય કબરોને ઢાંકી દેવામાં આવી છે અને તેના પર ભગવાન ગણેશનું મંદિર બનાવવામાં આવ્યું છે. આવી જ રીતે, દરગાહની ધામિર્ક ઓળખ છુપાવવા માટે ધામિર્ક મહત્ત્વ ધરાવતી ઘણી કબરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઇમામશાહ બાવાના આસનનો નાશ કરવામાં આવ્યો છે અને દરગાહ પરિસરમાં મૂતિર્ સ્થાપિત કરવામાં આવી છે. તાજેતરમાં, ૮ મી મે ૨૦૨૪ ના રોજ, કુલ ૧૩ થી વધુ કબરોને તોડી પાડવામાં આવી છે, જેમાં હઝરત પીર ઇમામશાહ બાવા, તેમના પુત્ર અને તેમની પત્નીની કબરોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ શાંતિપ્રિય ગામમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સમસ્યા ઊભી કરી છે અને એકબીજા સામે FIR નોંધાવવામાં આવી છે. આ મામલામાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ડીએસપી અહમદાબાદ રૂરલથી મુલાકાત કરી તાત્કાલિક અને ઝડપી કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. સાથે જ તોડફોડ અને નાશ પામેલી દરગાહોનું પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ કરવામાં આવે, કુકર્મીના ગુનેગારો સામે તાત્કાલિક કાયદેસરની  કાર્યવાહી કરવાની અને તેમને સખત સજા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમની આ અપીલ હતી કે જઘન્ય ગુનાનો વિરોધ કરનારા નિર્દોષ લોકોને સજા ન થાય એવું આહ્વાન પણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here