MTBએ મુઝફ્‌ફરનગરની શાળામાં બાળકને માર મારવાની ઘટનાને શરમજનક ગણાવી

0
148

નવી દિલ્હીઃ મર્કઝી તાલીમી બોર્ડ (MTB)ના અધ્યક્ષ, પ્રોફેસર સલીમ એન્જિનિયરે ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગરના ખુબ્બાપુરમાં એક શાળામાં બાળકને થપ્પડ મારવાની ઘટનાની નિંદા કરી અને અધિકારીઓ દ્વારા શાળા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. મીડિયાને આપેલા નિવેદનમાં, MTB અધ્યક્ષે કહ્યું, “અમે ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગરની નેહા પબ્લિક સ્કૂલમાં બાળકને થપ્પડ મારવાની ઘટનાને લઈને ખૂબ જ વ્યથિત છીએ અને નિંદા કરીએ છીએ. સોશિયલ મીડિયામાં વ્યાપકપણે પ્રસારિત થઈ રહેલા વીડિયો અને વિશ્વસનીય મીડિયા રિપોટ્‌ર્સ પરથી એવું લાગે છે કે વર્ગખંડમાં બેઠેલ એક શિક્ષક વિદ્યાર્થીઓને એક પછી એક મુસ્લિમ છોકરાને તેના ચહેરા અને પીઠ પર થપ્પડ લગાવડાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી અન્ય મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે વંશીય અપશબ્દો બોલે છે અને તેમની સાથે સમાન વર્તનની ધમકી આપે છે. એક અગ્રણી ન્યૂઝ પોર્ટલ અનુસાર, છોકરાના પિતા પર સ્કૂલ ટીચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્‌સ (NCPCR) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વીડિયોનું પ્રસારણ રોકવા માટે કહ્યું છે.

પ્રો. સલીમ એન્જિનિયરે કહ્યું, “મર્કઝી તાલીમી બોર્ડ (MTB) શાળા અને શિક્ષકા સામે કડક કાર્યવાહીની માંગ કરે છે. NCPCR એ તપાસ શરૂ કરવી જોઈએ અને તેના તારણો જાહેર કરવા જોઈએ. બાળકના અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને NCPCR એ ઝડપથી અને નિર્ણાયક રીતે કાર્યવાહી કરવી જોઈએ. કમનસીબે, દેશમાં પ્રવર્તી રહેલી નફરતની આબોહવામાં શાળાના નાના બાળકો પણ તેના દુષ્પરિણામોથી બાકાત નથી. ઇસ્લામોફોબિયા શાળાઓ અને કોલેજ કેમ્પસમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેને સામાજિક અનિષ્ટ તરીકે માન્યતા આપીને અને તેના ખતરાનો અંત લાવવા માટે યોગ્ય કાયદાનો મુસદ્દો તૈયાર કરીને સરકારે તેને સત્તાવાર રીતે સંબોધિત કરવું જોઈએ. પોલીસ, NCPCR અને અદાલતોએ શાળા અને શિક્ષકા સામે કેસ ચલાવીને બાળ અધિકારોના આવા ગંભીર ઉલ્લંઘન અંગે સુઓ મોટો સંજ્ઞાન લેવું જોઈએ. પીડિતે જે અગ્નિપરીક્ષા ભોગવવી પડી હતી તેના માટે તે ન્યાય અને પર્યાપ્ત વળતરને પાત્ર છે. શાળા સંબંધિત રાજ્ય શાળા બોર્ડના તમામ જરૂરી ધોરણોનું પાલન કરતી હતી કે કેમ તે ચકાસવા માટે તપાસ થવી જોઈએ કારણ કે અહેવાલ છે કે શાળા ખાનગી રહેણાંક મકાનમાં ચલાવવામાં આવી રહી છે. MTB ને લાગે છે કે જો ઉલ્લંઘનનું પ્રમાણ એવી કાર્યવાહીની જરૂરત મહેસૂસ કરે તો શાળાનું લાઇસન્સ રદ કરવું જોઈએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here