ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ; ભારતમાં અપેક્ષિત જશ્ન

0
50

✍🏻 ડૉ. ફારૂક અહેમદ

૨૩મી ઓગસ્ટ ૨૦૨૩નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારો પ્રથમ અને ચંદ્રની સર્વાંગી સપાટી પર ઊતરનારો રશિયા, અમેરિકા અને ચીન પછીનો ચોથો દેશ બની ચૂક્યો છે. ભારતમાં ઠેર ઠેર ખુશી અને જશ્નનો માહોલ જોવાઈ રહ્યો છે. તે હોય અને હોવો પણ જોઈએ એ સ્વાભાવિક છે. પણ હા, આ જશ્ન મનાવવામાં પણ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા વૈવિધ્યસભર દેશમાં જુદા જુદા ચાર પ્રકારના સમૂહ જોવા મળી રહ્યા છે, જેમાં પહેલા તો એવા લોકો જેઓ વિજ્ઞાનની સફળતાનાં શિરમોર એવી પ્રગતિને વધાવી રહ્યા છે. બીજા એ લોકો છે, જેઓ આ આખીય ઘટનાને ર્શિક અને દેવીય શક્તિના રૂપમાં નિહાળે છે. જ્યારે ત્રીજો એ સમૂહ છે કે જેઓ આ આખા ઘટનાચક્રને માનવીય જીવન માટે બક્ષાયેલ અલ્લાહની કૃપામાં ખલેલ પહોંચાડનારૂં સમજી રહ્યા છે. છેલ્લા અને ચોથા સમૂહના એ લોકો છે, જેઓ સમગ્ર મુદ્દાને નાહકનું રાજકીય અને અહમના મોકાનું સ્વરૂપ આપી રહ્યા છે. જો કે, આ આપણા દેશની વિવિધતાપૂર્ણ લોકશાહી અને ધામિર્કભાવથી ઓત-પ્રોત સમાજજીવી સમુદાયથી અપેક્ષિત પણ છે જ.

આવા ખુશીના સોનેરી અવસર ટાણે ભારત જેવા આપણા દેશમાં આ એક વિશિષ્ટ પરિપ્રેક્ષય છે જ કે, જે અભિપ્રેત છે.

ભારતના વૈજ્ઞાનિકોની છેલ્લા અડધી સદીથી વધારે સમયની મહેનતના પરિણામ સ્વરૂપ પણ આપણે આજે આ અવસર નિહાળી રહ્યા છીએ. ચંદ્રના અભ્યાસના આ પ્રયત્નો છેક વર્ષ ૧૯૫૯ થી તત્કાલીન સોવિયેત યુનિયન સંઘ અને અમેરિકા દ્વારા આરંભાયેલા જણાય છે, જેઓએ સૌ પ્રથમ ‘ફલાય-બાય’ મિશન થકી ચંદ્રની ધરતીનું બાહ્યાવલોકન હાથ ધર્યું હતું. આ પછી ‘ઑરબીટલ મિશન’ અને ‘ઇમ્પૅક્ટ મિશન’ થકી ચંદ્ર પર ગહન ખોજ હાથ ધરવામાં આવી. આ પછી વર્ષ ૧૯૬૬માં ચંદ્ર પર ‘લેન્ડર મિશન’ના ઉપક્રમે રશિયા અને અમેરિકાએ ૧૫ જેટલા વ્યર્થ પ્રયત્નો પછી સૌ પ્રથમ રશિયાએ ચંદ્રની પહેલી ઇમેજ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી. વર્ષ ૧૯૬૯માં અમેરિકાએ પોતાના પ્રથમ ‘હ્યુમેન મિશન’ થકી સૌ પ્રથમ નીલ આર્મસ્ટ્રોગ- એક અવકાશયાત્રીના રૂપમાં માનવીય ઉતરાણ કર્યું. એના પછી તરતના એટલે કે વર્ષ ૧૯૭૦માં રશિયાએ પોતાનું રોવર(રોબર્ટ)નું સફળ ઉતરાણ કરાવ્યું. આ પછી ચીન પણ ઉતરાણ કરવામાં સફળ રહ્યું. જો કે ચંદ્ર પરના સંશોધનમાં આ સહિત જાપાન, ઇઝરાયલ, લક્ષ્મબર્ગ અને યુએઈ પણ જોડાયા, જેમાં આપણો મહાન દેશ- ભારત પણ પાછળ રહ્યો નથી.

આ જ ભાગરૂપે ૨૨ ઓક્ટોબર- ૨૦૦૮ના દિવસે ચંદ્રયાન-૧મિશન સફળ થયું. જેણે વિશ્વ સમક્ષ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા આપ્યા.આ પછી વર્ષ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ મિશનને આંશિક સફળતા પ્રાપ્ત થઈ, જેનું ઓરબીટર આ ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણમાં સહભાગી થયું. હવે, વિશ્વ આખાની નજર આપણા આ ચંદ્રયાન-૩ મિશન પર છે. જે નવા વ્યવસાયિકરણ, પાણી અને વીજ ખપતમાં સહભાગી થવા સાથે દક્ષિણ ધ્રુવમાં ક્યારેય સૂર્યપ્રકાશ પડ્‌યો ન હોય ચંદ્રની મૂળ ઉત્પત્તિના કારણો અને સમયાવધી મેળવવામાં ઉપયોગી થશે. આ ઉપરાંત ચંદ્રના આ ભાગ પર સોના અને યુરેનિયમનો પણ મોટો જથ્થો હોવાના અણસાર પ્રાપ્ત થયેલ છે જેના અન્વેષણથી મોટો આર્થિક લાભ પણ સંભવિત છે.

માનવીય પ્રકૃતિ પરાપૂર્વથી સંશોધન અને જિજ્ઞાસાથી ભરેલી રહી છે. અલ્લાહે પણ આપણને આ સમગ્ર સૃષ્ટિ, વિશિષ્ટ અન્વેષણ થકી તેની નિશાનીઓ નિહાળવા માટે અપિર્ત કરેલી છે, જેમાં આપણે માનવીય જીવનની સરળતા, સહજતા અને સાનુકૂળતા માટે તેમાં અલ્લાહની કૃપાના સ્પષ્ટ દર્શન કરી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here