આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયલને આક્રમણથી રોકવો જોઈએઃ OIC મુસ્લિમ દેશોમાં ફલસ્તીનના સમર્થનમાં દેખાવો

0
53

(જિદ્દાહ) ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને (OIC) ફલસ્તીનીઓ સામે ઇઝરાયલના આક્રમણની નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પીડિત ફલસ્તીનીઓને રક્ષણ આપવા માંગ કરી છે. સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ઠરાવોને માન્યતા ન આપવાને પ્રાદેશિક અસ્થિરતાનું કારણ ગણાવ્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ફલસ્તીનીઓ સામે ઇઝરાયલના આક્રમણને રોકવા અને હસ્તક્ષેપ કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી.
ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન અનુસાર, પ્રાદેશિક અસ્થિરતાનું કારણ ઇઝરાયલ દ્વારા ફલસ્તીનીઓની દૈનિક નરસંહાર અને ફલસ્તીની કોમ પરના હુમલા છે. ફલસ્તીન પર ઝિઓનિસ્ટ કબજાને સમાપ્ત કરવા અને ઇઝરાયલને હાંકી કાઢીને ફલસ્તીની રાજ્યની સ્થાપના કરવા માટે ગંભીર રાજકીય પ્રક્રિયાને સમર્થન આપો.

ઈરાન, ઇરાક, તુર્કી, કુવૈત, લેબેનોન, પાકિસ્તાન અને જોર્ડન સહિત ઘણા મુસ્લિમ દેશોમાં હમાસના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આ દેશોના લોકોએ ફલસ્તીનીઓ પર ઇઝરાયલના અનંત જુલમ અને વર્ચસ્વની નિંદા કરી અને હમાસની કાર્યવાહીની તરફેણમાં દેખાવો યોજ્યા. આ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકોએ ફલસ્તીની ધ્વજ હાથમાં લઈને ફલસ્તીનની તરફેણમાં નારા લગાવી એકતા વ્યક્ત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here