ર૮. સૂરઃ કસસ

0
176

તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો. પ હકીકતમાં તે બગાડ ફેલાવનારા લોકોમાંથી હતો, અને અમે આ ઈરાદો ધરવતા હતા કે એ લોકો ઉપર મહેરબાની કરીએ જે ધરતીમાં અપમાનિત બનાવી રાખવામાં આવ્યા હતા અને તેમને આગેવાન બનાવી દઈએ.૬ અને તેમને જ વારસદાર બનાવીએ૭ અને ધરતીમાં તેમને સત્તા આપીએ અને તેમના દ્વારા ફિરઔન અને હામાન૮ અને તેમના લશ્કરોને એ બધું દેખાડી દઈએ જેનો તેમને ડર હતો.
આના ઉપરથી જણાયું કે હઝરત યૂસુફ અ.સ.નો જમાનો પસાર થઈ ગયા પછી મિસ્રમાં એક રાષ્ટ્રવાદી ક્રાંતિ થઈ હતી અને કુબ્તીઓનાં હાથમાં જ્યારે બીજી વખત સત્તા આવી ત્યારે નવી રાષ્ટ્રવાદી સરકારે બની ઈસ્રાઈલનું જોર તોડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. આના અનુસંધાનમાં તેમણે આટલેથી જ સંતોષ ન માન્યો કે ઈસ્રાઈલીઓને અપમાનિત કરવામાં આવતાં અને તેમને નીચી કક્ષાના કામો માટે ખાસ કરી લેવામાં આવતા, બલકે આનાથી આગળ જઈ આ નીતિ અપનાવી કે બની ઈસ્રાઈલની સંખ્યા ઓછી કરવામાં આવે અને તેમના પુત્રોને કતલ કરી માત્ર તેમની પુત્રીઓને જીવતી રહેવા દેવામાં આવે કે જેથી ધીમે ધીમે તેમની સ્ત્રીઓ કુબ્તીઓના કબજા હેઠળ આવતી જાય અને તેમનાથી ઇસ્રાઈલની જગ્યાએ કુબ્તી જાતિ પેદા થાય. તલમૂદ આ બાબતમાં વધારે વિગત આ આપે છે કે હઝરત યૂસુફ અ.સ.ના અવસાનને એક સદી કરતા થોડો વધારે સમય પસાર થઈ ગયા પછી આ ક્રાંતિ આવી હતી. તે જણાવે છે કે નવી રાષ્ટ્રવાદી સરકારે પહેલાં તો બની ઈસ્રાઈલને ફળદ્રુપ જમીનો અને તેમના મકાનો તથા સંપત્તિથી વંચિત કરી દીધાં. પછી તેમને રાજ્યના તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરી દીધાં. આ પછી પણ જ્યારે કુબ્તી શાસકોને લાગ્યું કે બની ઈસ્રાઈલ અને તેના સહધર્મી મિસ્રી લોકો ઘણા શક્તિશાળી છે ત્યારે તેમણે ઈસ્રાઈલીઓને અપમાનિત કરવા માંડયા. અને તેમની પાસે સખત મજૂરીના કામો મામૂલી પગારે અથવા કોઈપણ પગાર વિના લેવા માંડયાં. આ તફસીર છે કુઆર્નના એ કથનની કે મિસ્રની વસ્તીના એક વર્ગને તે અપમાનિત કરતો હતો અને સૂરઃ બકરહમાં અલ્લાહતઆલાના કથનની કે ફિરઔનવાળા બની ઈસ્રાઈલને ભારે પીડા આપતા હતા.
પરંતુ બાઇબલ અને કુઆર્ન બંનેમાં આનો ઉલ્લેખ નથી કે ફિરઔનને કોઈ જ્યોતિષીએ એમ કહ્યું હતું કે બની ઈસ્રાઈલમાં એક છોકરો પેદા થવાનો છે જેના હાથે ફિરઔનની સત્તાનો તખ્તો પલટાઈ જશે અને આ જ ખતરાને ટાળવા માટે ફિરઔને ઈસ્રાઈલના છોકરાઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો અથવા ફિરઔને એક ભયાનક સ્વપ્ન જોયું હતું અને તેનું સ્વપ્નફલ આવું આપવામાં આવ્યું હતું કે એક છોકરો બની ઈસ્રાઈલમાં આવો પેદા થવાનો છે. આ કથા તલમૂદ અને બીજી ઈસ્રાઈલી રિવાયતોમાંથી આપણા તફસીરકર્તાઓએ નોંધી છે. (જુઓ, જયૂશ એન્સાઇકલોપીડિયા, વિષય ‘મૂસા’ અને (્રી ્ટ્વઙ્મદ્બેઙ્ઘ જીીઙ્મીષ્ઠંર્ૈહજ-ઁ ૧૨૩, ૧૨૪)
(૬) એટલે કે તેમને દુનિયામાં નેતૃત્વ અને આગેવાનીનું સ્થાન આપીએ
(૭) એટલે કે તેમને જીમનનો વારસો એનાયત કરીએ અને શાસક અને રાજકર્તા બને.
(૮) પૂર્વની ભાષાઓ અને વિદ્યાઓના પશ્ચિમી વિદ્વાનોએ આ બાબતમાં ભારે પ્રયાસો કર્યા છે કે હામાન તો ઈરાનના રાજા અખ્લીરસ એટલે કે ખશાયરશાના દરબારનો એક ઉમરાવ હતો, અને એ રાજાનો જમાનો હઝરત મૂસા અ.સ.ના સેંકડો વર્ષ પછી ઈ.સ.૪૮૬ અને ૪૬પ હતો પરંતુ કુઆર્ને તેને મિસ્ર લઈ જઈ ફિરઔનનો મંત્રી બનાવી દીધો. આ લોકોની અક્કલ ઉપર પૂર્વગ્રહનો પડદો પડેલો ન હોય તો તે પોતે વિચાર કરે કે છેવટે આમની પાસે આ વિશ્વાસ કરવા માટે કયો ઐતિહાસિક પુરાવો છે કે અખ્સલીરસના દરબારના હામાન પહેલાં દુનિયામાં કોઈ માણસ કયારેય આ નામનો થયેલો નથી. જે ફિરઔનનો ઉલ્લેખ અહીં થઈ રહ્યો છે જો તેના તમામ મંત્રીઓ અને અમીર-ઉમરાવો તથા દરબારીઓની કોઈ સંપૂર્ણ યાદી તદ્દન પ્રમાણિત માધ્યમ દ્વારા કોઈ પશ્ચિમી વિદ્વાન મિત્રને મળી ગઈ છે જેમાં હામાનનું નામ ગુમ છે તો તેને છૂપાવીને કેમ બેઠા છે ? તેમણે તેનો ફોટો તરત જ પ્રસિદ્ધ કરી દેવો જોઈએ, કારણ કે કુઆર્નને ખોટો ઠરાવવા માટે આના કરતા વધારે અસરકારક હથિયાર તેમને બીજો કોઈ મળશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here