ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક છે

0
188

ફોજદારી કાયદો રાજ્ય અને તેના નાગરિકો વચ્ચેના સંબંધની સૌથી વધુ સીધી અભિવ્યક્તિ છે. આ જ સંદર્ભમાં ૧૪મી સદીના યુરોપીય રાજયોએ ઠરાવ્યું હતું કે જો બળદ કોઇ સ્ત્રી અથવા પુરૃષને શીંગડુ ભોંકે અને તેમાથી કોઇનુ મૃત્યુ થઈ જાય તો બળદનુ ચોકકસ પથ્થર મારી મૃત્યુ નિપજાવવામાં આવશે. અને તેનુ માંસ આરોગવામાં નહીં આવે. અપરાધ ની સૌથી જાણીતી વ્યાખ્યા એવું કૃત્ય અથવા અકરણદોષ (કાર્યલોપ) છે જેની કાયદા દ્વારા મનાઈ કરવામાં આવી હોય અને કાયદામાં તેના માટે દંડ પણ ઠરાવવામાં આવ્યુ હોય. વ્યક્તિની વર્તણૂંકના નિયમન માટેની રાજ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી સખતાઇવાળી સજાની પધ્ધતિ છે પરંતુ ભારતમા ઘણાં ઓછા લોકો એ બાબતની સમજ ધરાવે છે કે ફોજદારી કાયદો જ્યાં સલામતીનું સાધન છે ત્યાં એટલા પ્રમાણમાં એ વિનાશ કરવાની શક્તિ પણ ધરાવે છે, કાયદાના સમગ્ર ક્ષેત્રમાં સમુદાય કે વ્યક્તિ માટે , આમાં જેટલુ જોખમ છે તે અન્ય કોઇ પણ જોખમ કરતા વધુ છે. નરેન્દ્ર મોદી સરકારની (http://indianexpress. Com/article/india/instant-triple-talaq-non-bailable offence-3-years-jail-five-for guilty-says-draft-law-4964063/) ત્રણ તલાક માટે ત્રણ વર્ષની સજા કરવાની દરખાસ્ત આ જ કારણસર ફોજદારી કાયદાના પ્રથણ સિદ્ધાંતની કસોટી ઉપર ઝીણવટભરી તપાસ માગી લે છે.
કયો વ્યવહાર ગુનો બને છે ?
કરારનો ભંગ એક ખાનગી અપકૃત્ય છે અર્થાત્ વ્યક્તિગત અધિકારનું ઉલ્લંઘન છે. જેને કાયદામાં િૈખ્તરં ૈહ ૅીર્જિહટ્વદ્બ તરીકે ઓળખવામાં આવે છે. આના માટે કાયદામાં ઙ્મૈૂેૈઙ્ઘટ્વંીઙ્ઘ ઙ્ઘટ્વદ્બટ્વખ્તીજ ની જોગવાઇ કરવામાં આવી છે. પક્ષકારો પોતે કરાર કરતી વખતે આ નુકસાનીની રકમનું । પ્રમાણ નક્કી કરે છે. જ્યારે સામાન્ય કાયદાકીય અધિકારનો ભંગ (િૈખ્તરં ૈહ િીદ્બ) વધુ ગંભીર સ્વરૃપનુ અપકૃત્ય છે અને આથી તેની ભરપાઈ ેેહઙ્મૈૂેૈઙ્ઘટ્વંીઙ્ઘ ઙ્ઘટ્વદ્બટ્વખ્તીજ દ્વારા કરવામાંં આવે છે.આનુ સ્વરૃપ કોર્ટ દ્વારા નક્કી કરાતી વળતરની રકમ હોય છે. અપરાધ સામાન્ય કાયદાકીય અધિકારનું ઉલ્લંઘન હોય છે અને જો તેની ઉપર અંકુશ મૂકવામાં ન આવે તો તે સમાજની શાંતિ અને સ્થિરતા માટે જોખમકારક પુરવાર થઈ શકે છે. આથી જ રાજ્ય આક્ષેપિત સામે ફરીયાદ માંડે છે અને ગુનેગાર કરનારને સમગ્ર સમાજ વતી સજા કરે છે. સાર્વત્રિક રીતે એમ માની લેવામાં આવ્યું છે કે ફોજદારી કાયદાનો આશય નુકસાન અથવા હાનિને નિવારવાનો છે. જ્હોન સ્ટુઅર્ટ મિલેએ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે રાજ્ય વ્યક્તિગત વર્તણૂંકની સ્વતંત્રતામાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડતા અટકાવવા માટે હસ્તક્ષેપ કરી શકે છે. પરંતુ દરેક નુકસાન । હાનિ અપરાધ બની જતાં નથી. માત્ર એ જ હાનિ અપરાધ બને છે જે વાસ્તવિક હોય, અનિવાર્ય હોય અને ગંભીર હોય. આમ માત્ર માઠું લગાડનારું માનવ વર્તન અપરાધનુ કૃત્ય બની જતુ નથી. આ જ કારણસર તમામ હાનિકારક કામો ‘અપરાધ’ બની જાય એ શક્ય નથી. ફોજદારી કાયદાનો આશ્રય માત્ર છેલ્લા ઉપાય તરીકે જ વધુ વખોડવાપાત્ર અપકૃત્યો માટે કરવામાં આવે છે. એકી સાથે અપાયેલ ત્રણ તલાક જે લગ્ન વિચ્છેદમાં પરિણમતાં ન હોય એ એવું નુકસાન । હાનિ નથી જેને અપરાધ જાહેર કરવામાં આવે.
અપરાધને હંમેશા નૈતિક અપકૃત્ય ગણવામાં આવે છે અને ગુનાહિત વર્તન સામાજિક સજાનો તકાદો કરે છે. જો કે સદીઓથી જે બાબત નૈતિક અને કાયદાકીય રહી છે તેને રાજ્ય પોતાની સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરી ગેરકાયદેસર બનાવી દે. ફોજદારી કાયદો અને જાતિયતા બંને સમાત્યાપ્તિવાળા નથી. હિંદુ કાયદા મુજબ બહુપત્નીત્વ સદીઓ સુધી પરવાનગી પાત્ર કૃૃત્ય હતું પરંતુ આઝાદી મેળવ્યા બાદ સ્વતંત્ર ભારતે, પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં તેને અપરાધ બનાવી દીધો. જમણેરી- હિંદુઓ દ્વારા આ બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો પરંતુ તેને ગણકારવામાં આવ્યો ન હતો.
દહેજ અંગે પણ આજ પ્રકારનુ વલણ લેવામાં આવ્યું. રાજ્ય જો ઇચ્છે તો અનૈતિક વર્તન- વ્યવહારને પણ કાયદેસર ઠેરવી શકે છે મોટા ભાગના પાશ્ચાત્ય દેશોમાં વ્યભિચાર અપરાધ નથી. હવે તો સમલૈંગિક જાતીય સંબંધોને પણ ગુનાપાત્ર અપરાધમાંથી બહાર લાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. મહિલા દ્વારા વ્યભિચાર અથવા અવિવાહીત અથવા તલાક પામેલ અથવા વિધવા મહિલા સાથેના વ્યભિચારયુક્ત સંબધો માટે ભારતમાં પણ કોઇ સજા નથી.માત્ર પુરૃષોને વ્યભિચાર માટે સજા કરવામાં આવે છે.
હવે તો સર્વોચ્ચ અદાલત વ્યભિચારના કાયદાની બંધારણીયતા પણ તપાસવાની છે.
એકી સાથે અપાયેલ ત્રણ તલાકને ‘અપરાધ’ બનાવવાની સંસદની સત્તા
તા.૨૨ ઓગષ્ટ,૨૦૧૭નાં ત્રણ તલાક અંગેના ચુકાદા (http://the wive.in/1697771/supreme court.instant-triple-talaq) મા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ જે.એસ.ખેહર અને જસ્ટિસ અબ્દુલ નઝીરનો અભિપ્રાય એવો હતો કે એકી સાથે ત્રણ તલાક એ મુસ્લિમ કાયદા હેઠળ વૈધ સ્વરૃપ છે. અને પર્સનલ લો પ્રમાણે અમલ કરવાનો અધિકાર-ધાર્મિક સ્વાતંત્ર્યનો એક અંગભૂત ભાગ છે. પરંતુ જો સંસદ ઇચ્છે તો તે આ અંગે કાયદો ઘડી શકે છે. પર્સનલ લો અંગે કાયદો ઘડવાના સંસદના અધિકાર અંગે કોઇ પ્રશ્ન ઉપસ્થિત કરી શકાય એમ નથી. કાયદો ઘડવાનો આ અધિકાર તેને બંધારણની યાદી નંબર ૩ સમવર્તી યાદી) નોંધ નં.૫થી પ્રાપ્ત થાય છે. આમ તે ત્રણ તલાકને ગેરકાયદેસર ઠેરવવા ચોક્કસપૂર્ણ કાયદો લાવી શકે છે. પરંતુ ત્રણ માનનીય ન્યાયાધીશોની બહુમતી બંધારણની કલમ-૧૪૧ હેઠળ ત્રણ તલાકને રદ કરી ચુકી છે. (http://indiakanoon.org/doc/882644)અને બહુમતીએ જાહેર કરેલ કાયદો સુપ્રિમ કોર્ટે જાહેર કરેલ કાયદો બંને છે.હવે ત્રણ તલાકના કારણે જો લગ્ન રદ થતા ન હોય તો મૂળભૂત રીતે તો કોઈ નવા કાયદાની જરૃરીયાત ઉભી થતી જ નથી. એકી સાથે ત્રણ તલાક ઉચ્ચારવાના પરિણામો અંગે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કાંંઇ કહ્યું નથી. તેથી સંસદ કાયદો ઘડીને એમ ઠરાવી શકે છે કે એકી સાથે ત્રણ તલાકના ઉચ્ચારણને પરત લઇ શકાય એવી એક તલાક ગણાશે. મોટા ભાગના મુસ્લિમ દેશોમાં જેનાં ઉદાહરણો સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં ટાંકવામાં આવ્યા હતા ત્યાં આ જ પરિસ્થિતિ છે. સર્વોેચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં ક્યાંય પણ એમ કહ્યું નથી કે એકી વખતે ઉચ્ચારેલ ત્રણ તલાક માટે ફોજદારી શિક્ષા કરવી જોઈએ.
સરકારનું એ વલણ કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યા પછી પણ ત્રણ તલાકના ૬૭ કેસોના કારણે તેને આ કાયદો ઘડવાની ફરજ પડી છે યોગ્ય નથી (Hindustantimes. com/india.news/instant-
triple-talaq- govt. -s-draft-law-can -send-husaband-
to-jail-for -3-years/story.-W6pUCnwoH8Dnos 3OJv3a4j.html) સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે જાગૃતિ કેળવવા માટે બે માસનો સમયગાળો ખૂબ જ ઓછો છે.સરકારે પુરુષોને શિક્ષા કરવાને બદલે મુસ્લિમ પુરુષોમાં કાયદાકીય જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ હેતુ માટે તે ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે.મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તેની લખનૌ ખાતેની એપ્રિલ, ૨૦૧૭ની બેઠકમાં એકી સાથે ત્રણ તલાકના ઉચ્ચારણના વિરોધમાં ઠરાવ પણ પસાર કર્યો હતો. (http://timesofindia. indiatimes.com/india/aimplb-to-take-up-community-awareness-against-triple-talaq/articlesshow/60452608.cms) indiatimes. com/india/ સર્વોચ્ચ અદાલતના એવા અસંખ્ય ચુકાદાઓ છે જેનુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કાયમી ધોરણે પાલન કરવામાં આવતું નથી.આ ઉપરાંત એ માન્યતા અને અપેક્ષા પણ ભૂલ ભરેલાં છે કે જો કોઇ ખોટુ કૃત્ય અપરાધ બની જાય તો લોકો તેનુ આચરણ કરવાનુ ટાળશે. આ માન્યતા અને અપેક્ષાનું સમર્થન કોઇ પ્રમાણભૂત અનુભવ આધારિત સંશોધન દ્વારા થતુ નથી. સત્ય તો એ છે કે અપરાધના બનાવો અને સજા વચ્ચે કોઇ સંબંધ નથી. મૃત્યુ દંડ પણ અપરાધને અટકાવવાની દિશામાં અસરકારક પુરવાર થતુ નથી. ખૂન , બળાત્કાર, લૂંટફાટ વગેરે ગુનાઓ પ્રાચીન યુગથી મોટા ગુનાઓ ગણાય છે. જેના માટે ભારે શિક્ષા નિયત થયેલ છે. આમ છતાં તેના દરમાં વધારો જ થતો જઇ રહ્યો છે.
દિલ્હીમાં સામૂહિક બળાત્કારની ૧૬ ડિસેમ્બરની ઘટના પછી આપણે પોતાનો કાયદો વધુ કડક બનાવ્યો છે અને તેમાં મહિલાઓ વિરૃધ્ધના ગુનાઓની વ્યાખ્યા વધુ વ્યાપક બનાવવામાં આવી છે અને સજામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં આ ફેરફારો બળાત્કાર અને સંબંધી અન્ય ગુનાઓના પ્રમાણમાં ઘટાડો લાવવામાં સફળ નીવડયા નથી. છેલ્લા દાયકામાં મહિલાઓ વિરૃધ્ધ ૨૦ લાખ ૨૪ હજાર ગુનાઓ નોંધાયા હતા. આમ એક કલાકમાં ૨૬ ગુના બનતા હતા. પતિઓ દ્વારા આચરવામાં આવતી ક્રૂરતા પણ એક મોટો અપરાધ છે. પરંતુ છેલ્લા દસ વર્ષમાં આવા ૯૦૯,૭૧૩ કેસો નોંધાયા હતા.જે મુજબ દરેક કલાકે દસ કેસોનું પ્રમાણ થાય છે. આવી જ રીતે દર કલાકે પાંચ મહિલાઓ ઉપર તેના શિયળભંગના ઇરાદાથી હુમલો કરવામા આવે છે, ત્રણનું અપહરણ થાય છે અને ત્રણ બળાત્કારનો ભોગ બને છે.
ત્રણ તલાકના કેસો તો વિરલ છે અને આ પ્રથા પણ હવે ધીમે ધીમે સમાપ્ત થવા જઇ રહી છે. આ ઉપરાંત એકી વખતે ત્રણ તલાક આપવાના કારણે લગ્ન વિચ્છેદ થતો ન હોઇ, તેના ઉચ્ચારણના કાંઇ પરિણામ નથી આવતા અને તેની પત્ની અથવા સમાજ ઉપર કોઇ વિપરીત અસર પણ પડતી નથી અને તેથી એને અપરાધ બનાવી શકાય નહી અને બનાવવું જોઇએ પણ નહીં.
ત્રણ તલાકને દંડનીય અપરાધ બનાવીને મોદી સરકાર ખરેખર તો રૃઢિચુસ્ત મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોના એ અભિપ્રાયનો સ્વીકાર કર્યો છે. જેમણે એવુ વલણ લીધું હતુ કે ત્રણ તલાક ખલીફા હઝરત ઉમરના ચુકાદા મુજબ લગ્ન વિચ્છેદમાં પરિણમે છે અને જે વ્યક્તિ એકી વખતે ત્રણ તલ્લાક ઉચ્ચારે છે તે સજાને પાત્ર ઠરે છે.
ત્રણ તલાકને ફોજદારી અપરાધ બનાવવાના કારણે અન્ય જટીલ મુદ્દાઓ પણ ઉપસ્થિત થાય છે .જેમ કે શું આપણે દ્બીહજ િીટ્વ (અપરાધપૂર્ણ આશય ખ્તેૈઙ્મંઅ ૈહંીહંર્ૈહ) નો આગ્રહ રાખીશું કે તલાકને આખરી જવાબદારી , વાળો ગુનો બનાવીશું. જેનો અર્થ એ થશે કે જો વ્યક્તિનો પોતાની પત્નીને તલાક આપવાનો આશય ન હોય તો પણ માત્ર તલાક શબ્દનુ ત્રણ વાર ઉચ્ચારણ કરવાના કારણે તેને સજા કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે ઠેરવ્યુ છે કે રાજદ્રોહી કે રાષ્ટ્રવિરોધી સૂત્રો ઉચ્ચારવાના કારણે પણ રાષ્ટ્રદ્રોહનો ગુનો બનતો નથી. આ ઉપરાંત ત્રણ તલાકનું ઉચ્ચારણ અતિશય ગુસ્સાની સ્થિતિમાં કરવામાં આવે છે. જ્યારે બુધ્ધિમત્તા પાછળ ધકેલાઈ જાય છે અને વ્યક્તિ પોતાના કૃત્યના સ્વરૃપ અને તેની ગુણવત્તાથી વાકેફ હોતો નથી અને તેને એ પણ જાણ નથી હોતી કે એ જે કાંઇ કરી રહ્યો છે તે કાયદાની વિરૃધ્ધ છે. આ માનસિક સ્થિતિને આપણે ગાંડપણ કહીએ છીએ. ભારતીય દંડ સંહિતાની કલમ-૮૪ હેઠળ આ બાબત અપરાધિક જવાબદારીમાંથી બાકાત રાખવામાં આવી છે. પરંતુ આ નવાકાયદા દ્વારા આ અપવાદને અપાયેલ મુકતિ પરત ખેંચી શકાતી નથી. ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવી (કહેવાતી) પ્રગતિ વિરોધી સંસ્થાએે પણ એ અધિકારપૂર્વક જણાવ્યું છે કે અત્યંત ગુસ્સા । રોષમાં ઉચ્ચારવામાં આવેલ ત્રણ તલાકના કારણે લગ્ન વિચ્છેદ થતા નથી.
ફોજદારી કાયદાનો મુખ્ય સિધ્ધાંત એ છે કે તે વ્યક્તિને નિર્દોષ માની લે છે અને પુરાવાનો બોજો (Burden of Proof) ફરીયાદ માંડનાર પક્ષ ઉપર હોય છે અને તેણે નિઃશંકપણે કેસ પુરવાર કરવાનો હોય છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બિચારી પત્ની તત્કાળ ઉચ્ચારાયેલ મૌખિક ત્રણ તલાક કઈ રીતે પુરવાર કરશે ? વોટ્સએપ । એસએમએસ દ્વારા અપાયેલ તલાકના કારણે તો આ પુરાવાનો બોજો કંઇક અંશે હળવો બની જાય છે. આ ઉપરાંત ત્રણ તલાકના કારણે લગ્ન વિચ્છેદ થતા નથી તો તેણીએ શા માટે ફોજદારી કેસ દાખલ કરીને પોતાના પતિને ત્રણ માસની લંબાવેલ મુદત પછી તલાક આપવાની તક પૂરી પાડવી ? શું આપણે લગ્ન સંબંધને પડી ભાંગતા અટકાવવા માગીએ છીએ કે આ નવા કાયદા દ્વારા તેને તોડી નાખવા માગીએ છીએ.વળી કાયદો પતિને ભરણપોષણ આપવા માટે જવાબદાર ઠેરવે છે, પરંતુ જો તેને જેલમાં ધકેલી દેવામાં આવે તો તે આ જવાબદારી કઇ રીતે અદા કરશે ? હકીકત છે કે એકી સાથે ત્રણ તલાકની પ્રથા મહદ્અંશે મુસ્લિમ સમાજના નિમ્ન વર્ગમાં પ્રચલિત છે જે પોતાનું ગુજરાન દરરોજ મજૂરી કરીને ચલાવે છે.તેના પતિને જેલ મોકલવાના કારણે કદાચ આપણે તલાક પામેલ મહિલા અને તેના બાળકો માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરીશંું.
ત્રણ વર્ષની જેલનું ઔચિત્ય ?
આ બાબતે ચાવીરૃપ પ્રશ્ન એ છે કે કયા આધારે નવા કાયદામાં એકી સાથે ત્રણ તલાકના ઉચ્ચારણ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે ? શું આની પાછળના તર્ક સંગત આધાર બાબતે વિચારવાની તસ્દી લેવાઈ છે ? સરકારે શા માટે ભારતીય દંડ સંહિતાની દંડની વ્યવસ્થા ઉપર નાખીએ જે આ દેશનો સામાન્ય ફોજદારી કાયદો છે ?
(વધુ આવતા અંકે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here