શાંતિપૂર્ણ દેખાવકારો સાથે હિંસા અને ધરપકડ અન્યાયપૂર્ણ છે: સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)

0
63

સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) તેના વિદ્યાર્થી નેતાઓ તેમજ દિલ્હી તથા વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અન્યાયપૂર્ણ અટકાયતની સખત નિંદા કરે છે. હરિયાણાનાં નૂહ જીલ્લામાં હિંદુત્વવાદી દળોના ખતરનાક ઉદય અને રાજ્ય પ્રાયોજિત આતંક તથા નિર્દોષ નાગરિકો સામેની હિંસા સામે સામૂહિક રીતે અવાજ ઉઠાવવા માટે આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અત્યંત નિરાશાજનક છે કે નૂહમાં હિંસાના ગુનેગારો સામે પગલાં લેવાને બદલે, પોલીસે શાંતિપૂર્ણ દેખાવકારો સામે નિર્દયતાથી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. આ પગલું માત્ર અસંમતિ વ્યક્ત કરવાનાં વ્યક્તિઓનાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી, પણ લોકશાહી મૂલ્યોનું ચિંતાજનક અવગણના પણ દર્શાવે છે.

સરકાર લોકશાહીના સિદ્ધાંતોનું પાલન કરે અને નાગરિકોનો અવાજ સાંભળે, સુનિશ્ચિત કરે તે જરૂરી છે.

અમે હિંસાની તપાસ કરી રહેલા સંબંધિત અધિકારીઓને હિંસાના મૂળ કારણોને સંબોધિત કરવા અને નૂહ હિંસાના ગુનેગારોની ધરપકડ કરવા અને તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રયત્નોને પુનર્નિર્દેશિત કરવા માટે આહ્વાન કરીએ છીએ. પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવા, સરકાર અને વહીવટીતંત્રની ન્યાય અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ નબળી પાડે છે.

SIO અન્યાય અને રાજ્યના આતંક સામે સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ અને વ્યક્તિઓ સાથે ઉભું છે. SIO પોતે ન્યાય, સમાનતા અને તમામ નાગરિકોનાં અધિકારો માટે લડવા માટે સમર્પિત અને પ્રતિબદ્ધ છે.

એડવોકેટ અનીસ-ઉર-રહેમાન
મીડિયા પ્રભારી
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here