જમાઅતે ઇસ્લામી હિંદનું પ્રતિનિધિ મંડળ પ્રભાસ પાટણની મુલાકાતે

0
39

હાલ થોડા દિવસો પૂર્વ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ ખાતે જે કમનસીબ અને દુખદ બનાવ બની ગયો અને તંત્રનું અન્યાયી બુલડોઝર ઔલીયાએ કિરામના મઝારો, મસ્જિદો અને કબ્રસ્તાન પર ફરી વળ્યું અને જોત જોતામાં સેંકડો વર્ષો જૂની ઈમારતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી. આ અત્યાચારી કાર્યવાહીથી માત્ર પ્રભાસ પાટણ અને વેરાવળનો મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ આખા દેશના મુસ્લિમ સમાજ અને ન્યાયપ્રિય નાગરીકો વ્યથિત અને ચિંતિત છે. પ્રભાસ પાટણના મુસ્લિમ સમાંજના આંસુ લુછવા, તેમની હિંમત વધારવા અને યથાસંભવ સહાયતાની બાંહેધરી આપવા જમાઅતે ઇસ્લામી હિંદના એક પ્રતિનિધિ મંડળે તારીખ ૮ ઓક્ટોબરના દિવસે પ્રભાસ પાટણની મુલાકાત લીધી. આ પ્રતિનિધિ મંડળમાં દિલ્હીથી પધારેલ જમાઅતે ઈસ્લામી હિંદના ઉપપ્રમુખ ઇન્જિનીયર મો. સલીમ સાહેબ, જમાઅતે ઈસ્લામીના કેન્દ્રિય સચિવ જનાબ મોહમ્મદ શફી મદની સાહેબ, જમાઅતે ઇસ્લામી હિન્દ ગુજરાતના પ્રમુખ ડો. મો. સલીમ પટીવાલા સાહેબ, APCR ગુજરાતના સેક્રેટરી જનાબ ઇકરામ મિર્ઝા અને સૌરાષ્ટ્રના નાઝિમે ઈલાકા અલ્તાફ શેખ શામેલ હતા.

યુવા કાર્યકર બશીર ગોહિલ અને ઘાંચી સમાજના પ્રમુખ યુસુફ પટેલ સાહેબે બધા આગેવાનોને આમંત્રિત કરી ઘાંચી સમાજ ખાતે મિટિંગનું આયોજન કરેલ. મિટિંગમાં વિવિધ મુસ્લિમ જમાતો અને સંસ્થાઓના આગેવાનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ જમાઅતે ઇસ્લામી હિન્દ ગુજરાતના પ્રમુખ ડો. મો. સલીમ સાહેબે મહેમાનોનો પરિચય કરાવ્યો અને મીટીંગ બોલાવવાનો ઉદ્દેશ્ય બતાવ્યો હતો અને કહ્યું હતું કે આવી દુ:ખદ ઘટનાઓના સમયે ત્રણ પ્રકારની કામગીરી કરવાની હોય છે. પ્રથમ તો કાનૂની લડાઈ, બીજું રાજનૈતિક દબાણ અને રજૂઆત અને ત્રીજું મિલ્લતની હીમ્મત અને જુસ્સો વધારવા અને તેમને હુંફ આપવાના પ્રયત્નો. અમો આ કામ માટે જ અહીં આવ્યા છીએ.

ત્યાર પછી સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સક્રિય અને બાહોશ એવા જનાબ અફઝલ ભાઈ અને નિવૃત સરકારી અધિકારી જહાંગીર સાહેબે આખા બનાવની ઐતિહાસિક વિગતો અને ડીમોલિશનના દિવસે બનેલ આખા ઘટનાક્રમનો ચિતાર રજુ કર્યો હતો કે કેવી રીતે તંત્રએ અંધારામાં રાખી અને જુઠા બહાનાઓ બનાવી આગેવાનોને હાઉસ અરેસ્ટ કરી લીધા અને એકત્ર થયેલ સમુહને વિખેરી આ કામગીરી પૂરી પડી હતી.

મો. શફી મદની સાહેબે આગેવાનોને મુબારકબાદ આપી હતી કે તેઓએ બહુ શાંતિપૂર્વક અને વિવેક પૂર્વક આખી ઘટનાને નિયંત્રિત કરી, મુસ્લિમોને ઉશ્કેરાટમાં ન આવવા દીધા અને હિંદુ મુસ્લિમ વચ્ચે શાંતિનું વાતાવરણ જાળવી રાખ્યું. તેઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલતી રિટ પીટીશનની જાણકારી મેળવી તેના માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને જમાઅત તરફથી યથા સંભવ સહાયતાની બાંહેધરી આપી. તેઓએ કહ્યું કે અમો માનાવાધીકાર સમિતિને પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું.અંતમાં ડો. સલીમ ઇન્જિનીયર સાહેબે કહ્યું હતું કે મુસ્લિમ મિલ્લત એક શરીર સમાન છે. ક્યાંય પણ તકલીફ ઉભી થાય તો આખું શરીર દુખવા લાગે છે. તેઓએ કહ્યું કે આપણે આ ફાસીવાદી તંત્રના એ એજેન્ડાને કે મુસ્લિમ મિલ્લત હતાશ થઇ જાય, ઉશ્કેરાટમાં આવી જાય અને વેર વિખેર થઇ જાય, તેને પૂરું પાડવા દઈશું નહીં. અને આપણે પુરા જુસ્સા અને હિમત અને અલ્લાહ ઉપર ભરોસા અને સંપ અને એકતા સાથે આપણી લડાઈ ચાલુ રાખીશું. અને પૂર્ણ ઇસ્લામી નૈતિકતાનું પ્રદર્શન કરીશું. તેઓએ કહ્યું કે આવા સંજોગોમાં આપ સૌની હિંમત અને જુસ્સો જોઈ હું ઘણો પ્રભાવિત થયો છું. તેઓએ કહ્યું કે અલ્લાહ જરૂર ઇન્સાફ કરશે. આ કોઈ એકાદ બે સંસ્થાઓ કે સમૂહોનો પ્રશ્ન નથી, પરંતુ આખી મિલ્લતનો પ્રશ્ન છે. આને આપણે બધા સાથે મળી આ અત્યાચારનો સામનો કરીશું. તેઓએ પણ જમાઅત તરફથી યથાસંભવ મદદની ખાતરી આપી.

ઘાંચી સમાજના પ્રમુખ જનાબ યુસુફ પટેલ સાહેબ અને ઔલીયાએ દીન કમિટીના ઈસ્માઈલ ભાઈએ સહુનો આભાર માન્યો હતો. આ મિટિંગથી મુસ્લિમ સમાજમાં ઉત્સાહનો સંચાર થયો હતો. બધાએ સાથે મળી ભોજન લીધું હતું. ત્યારપછી આ ટીમે જમીનદોસ્ત કરી દેવામાં આવેલ જગ્યાની પણ મુલાકાત લીધેલ.ઘાંચી સમાજના પ્રમુખ જનાબ યુસુફ પટેલ સાહેબ અને ઔલીયાએ દીન કમિટીના ઈસ્માઈલ ભાઈએ સહુનો આભાર માન્યો હતો. આ મિટિંગથી મુસ્લિમ સમાજમાં ઉત્સાહનો સંચાર થયો હતો. બધાએ સાથે મળી ભોજન લીધું હતું. ત્યારપછી આ ટીમે જમીનદોસ્ત કરી દેવામાં આવેલ જગ્યાની પણ મુલાકાત લીધેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here