ચૂંટણી ૨૦૧૯: એક અભ્યાસ અને તેના પર હોબાળો

    0
    81

    ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના પરિણામો બાબતે ગયા અઠવાડિયે લખાયેલ એક સંશોધન પેપર દેશના શાસકવર્ગ અને વિરોધ પક્ષો અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ રિસર્ચ પેપરમાં લેખકે દાવો કર્યો છે કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ભાજપે તેના શાસિત રાજ્યોમાં ઓછા અંતરથી લડાયેલી બેઠકો પર વિગતવાર માહિતી આધારિત નિયંત્રણની મદદથી ચૂંટણીમાં છેડછાડ કરી હતી અને આ રીતે તેને અપ્રમાણસર સફળતા મળી છે. આ રિસર્ચ પેપરમાં લેખકે એવો પણ દાવો કર્યો છે કે રિસર્ચ દરમિયાન એવા પુરાવા પણ મળ્યા છે કે આ રાજ્યોમાં મતદાર યાદીમાંથી મુસ્લિમોના નામ જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે આ પેપર દિલ્હીની પ્રખ્યાત અશોકા યુનિવસિર્ટીના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સુભિયા સચ્ચિદાસ દ્વારા લખવામાં આવ્યું હતું અને સોશિયલ સાયન્સ રિસર્ચ નેટવર્ક જર્નલમાં પ્રકાશિત થયું છે. તેમના પેપરનું શીર્ષક Democratic Backsliding in the World’s Largest Democracy (વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકશાહીનું પતન) છે.

    થિસિસના લેખકના જણાવ્યા મુજબ, તેમણે તેમના સંશોધન પેપરમાં વિવિધ પ્રકારના આધુનિક ડેટા અને આંકડાઓ રજૂ કર્યા છે. વધુમાં, તેઓએ પ્રમાણભૂત સ્ત્રોતો દ્વારા ૧૯૭૭ થી ૨૦૧૯ સુધીની સામાન્ય ચૂંટણીઓ અને ૨૦૧૯-૨૦૨૧સુધીની રાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવાર-સ્તરનો ડેટા ઍક્સેસ કર્યો છે. પેપર કહે છે કે સંલગ્ન મતવિસ્તારોમાં વિગતવાર માહિતીના આધારે આવા નિયંત્રણ દ્વારા ચૂંટણીની તરફેણ કરવા માટે ચૂંટણીથી છેડછાડ મતદાર યાદીની તૈયારી સાથે શરૂ થાય છે. ચૂંટણીમાં ચાલાકીનો આ પહેલો તબક્કો છે જે ખાસ કરીને એવા મતદારોના નામ કાઢી નાખે છે કે જેઓ કોઈ પણ સંજોગોમાં શાસક પક્ષને મત ન આપવાનું માનવામાં આવે છે. આ તબક્કાને લેખક દ્વારા નોંધણી મેનીપ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ચૂંટણીમાં ચાલાકીનો બીજો તબક્કો મતદાન દરમિયાન થાય છે જ્યારે મતદાન સ્ટાફ વ્યૂહાત્મક રીતે નોંધાયેલા મતદારો સામે ભેદભાવ કરે છે અને ઇરાદાપૂર્વક એવા લોકોને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરે છે જેઓ શાસક પક્ષની તરફેણમાં નથી તેવું અનુમાન કરવામાં આવે છે. ઓછા અંતરથી લડાયેલા આ મતવિસ્તારોમાં મતદાન દરમિયાન પણ ગોટાળા થવાની સંભાવના છે. આ તેનો અંતિમ તબક્કો છે. લેખકે તેમના દાવાઓ માટે વિગતવાર ડેટા અને વિશ્લેષણ પણ પ્રદાન કર્યું છે. જો કે નિબંધકારે સ્પષ્ટ કર્યું છે કે ભાજપે જીતેલા આવા કટોકટ લડાઈવાળા મતવિસ્તારોની સંખ્યા બહુ મોટી નથી અને તેનાથી સરકારની રચનામાં કોઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ તેઓએ આમાંથી ચિંતાજનક તારણ કાઢ્યું છે. ડેટાનું ઊંડું પૃથક્કરણ કરીએ તો જો આવી ચૂંટણીલક્ષી છેતરપિંડી કોઈ એક મતવિસ્તારમાં પણ થઈ હોય તો તેનો અર્થ એવો થાય છે કે સત્તાધારી પક્ષોએ તેમ કર્યું છે.. આવી હેરાફેરી મોટાપાયે પણ થઈ શકે છે. લેખકના મતે આ વલણ દેશમાં લોકશાહીના ભવિષ્ય માટે મોટો ખતરો છે, અને દેશની લોકશાહી પર તેના દૂરગામી પરિણામો આવી શકે છે.

    આ પેપર પ્રસિદ્ધ થયા બાદ સત્તાધારી પક્ષ વતી વાંધાઓનો સિલસિલો શરૂ થયો છે. યુનિવસિર્ટીએ તરત જ પેપરથી પોતાની અલગતા જાહેર કરી છે. શાસક પક્ષના વિવિધ નેતાઓએ આકરી ટીકા કરી હતી કે અધૂરા સંશોધનના આધારે ભારતની ચૂંટણી પ્રણાલી પર કોઈ કેવી રીતે શંકા કરી શકે છે. આ ઉપરાંત, થિસિસ લેખકને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનું શરૂ થયું, તેના પર સામાન્ય શ્રાપ આપવાના શરૂ થઈ ગયા. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે નિબંધકારનું સમર્થન કરતાં કહ્યું કે ચૂંટણી પંચ અને સરકારે નિબંધમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. વિશ્વના શૈક્ષણિક વર્તુળોમાં એ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કે આપણા દેશ પાસે ગંભીર શૈક્ષણિક સંશોધનને પણ સહન કરવા માટે કોઈ ગુણ કે દ્રવ્ય બાકી નથી. વૈજ્ઞાનિક પદ્ધતિ એ છે કે આ પેપરમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર ગંભીર ચર્ચા થવી જોઈએ. જો સંશોધનના પરિણામો ખોટા હોય તો તેને વૈજ્ઞાનિક ઢબે નકારી કાઢવા જોઈએ પણ સોશિયલ મીડિયા પર તેની સામે અસભ્યતાનું તોફાન ઊભું ન કરવું જોઈએ. ઉચ્ચ યુનિવસિર્ટીઓમાં સંશોધન અને ચર્ચાની સ્વતંત્રતા, વિવિધ વિષયો પર ખુલ્લી ચર્ચાથી દેશના શૈક્ષણિક અને સંશોધનના ધોરણોને ઊંચાઈ મળે છે, જો કે આપણા વર્તમાન શાસકોને આ બિલકુલ પસંદ નથી. તેઓ ઇચ્છે છે કે લોકો તેમની બુદ્ધિને તેમની પાસે ગીરવે રાખે અને તેઓ જે બતાવવા કે સંભળાવવા માગે છે લોકો માત્ર તે જ જુએ અને સાંભળે, ભલેને તેના કારણે દેશના શૈક્ષણિક અને સંશોધનનાં ધોરણો નકામા બની જાય.

    આ સમસ્યાની બીજી બાજુ એ છે કે કોઈ પણ લોકશાહી દેશ માટે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ લોકશાહીનો મુખ્ય આધારસ્તંભ હોય છે, તેમ છતાં વિશ્વના વિવિધ દેશોમાં આ ચૂંટણીઓની પારદશિર્તા અંગે શંકાઓ સતત વધી રહી છે. સર્વેક્ષણ એ પણ જણાવે છે કે દેશની માત્ર બે તૃતીયાંશ વસ્તી ચૂંટણી સંસ્થા પર વિશ્વાસ કરે છે. જો કે આ રેશિયો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં વધારે છે, પરંતુ ૨૦૧૪ પછી આ રેશિયો પણ ઘટી રહ્યો છે. દેશમાં લોકશાહી ટકી રહે તે માટે જરૂરી છે કે દેશની પાયાની લોકતાંત્રિક સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, અન્યથા જો દેશની મહત્ત્વની સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે તો દેશને અરાજકતાથી કોઈ બચાવી શકશે નહીં. સુભિયા દાસ જેવા ગંભીર સંશોધકો આપણી કૃતજ્ઞતાના હકદાર છે કારણ કે તેઓ આપણને ભયજનક ખતરા પ્રત્યે સંકોચ વિના ચેતવણી આપે છે. તેના પર ધ્યાન આપવાની અને લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરનારા તત્ત્વો અને તેમના પ્રયાસોથી દેશને બચાવવાની જરૂર તરફ ધ્યાન દોરે છે..

    NO COMMENTS

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here