એક સમાચાર… એક દૃષ્ટિકોણ

0
76

અવિશ્વાસ પ્રસ્તાવ બાદ
મણિપુર પર ત્રણ દિવસીય સંસદીય ચર્ચાનું પરિણામ નોંધપાત્ર ન હતું સિવાય કે વિપક્ષે આ નાના રાજ્યના મોટા સંકટને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો. વડા પ્રધાન, જે આ વિષય પર એક શબ્દ પણ બોલવા તૈયાર ન હતા, તેમને સંસદમાં નિવેદન આપવાની ફરજ પડી હતી. મણિપુરના લોકોને આનાથી રાહત મળી હશે. વિપક્ષે આમ કર્યું પણ તેનાથી ઊલટું સત્તાધારી પક્ષ મુદ્દાની દિશા બદલવામાં સફળ રહ્યો. રાહુલ ગાંધીના નિવેદન બાદ તેમણે ફ્‌લાઇંગ કિસનો મુદ્દો એવી રીતે ઉઠાવ્યો કે વાસ્તવિક મુદ્દો દબાઈ ગયો..સામાન્ય અને ખાસ લોકો વચ્ચે ચર્ચાના એક જ મુદ્દા પર વાતચીત થઈ રહી હોય તો એ છે ફલાઇંગ કિસ..જો કે વાસ્તવમાં તે કોઈ મુદ્દો જ નથી. રાહુલ ગાંધીને રાજસ્થાન જવા માટે ગૃહમાંથી બહાર જવું પડ્‌યું, તેથી તેમણે મોં પર આંગળી મૂકીને થેંક્યુ કે કંઈક એવું કહ્યું જેને ફ્‌લાઇંગ કિસ કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતીમાં તેને ચુંબન કહે છે. આ જ વાત મહિલા મંત્રી સ્મૃતિ ઈરાનીએ જોરથી ઉઠાવી હતી. વાસ્તવિક સમસ્યાને પણ દબાવી દેવામાં આવી અને આ જ જાણે વાસ્તવિક સમસ્યા બની ગઈ. રાહુલની હિલચાલ કોઈએ જોઈ ન હતી, માત્ર સ્મૃતિ ઈરાનીએ જોઈ હતી. અગાઉ વડાપ્રધાને બે કલાકના ભાષણમાં ત્રણ મિનિટ સુધી મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો અને કેટલાક ઔપચારિક શબ્દો પણ કહ્યા હતા, તેથી શાસક પક્ષને મણિપુરની વાસ્તવિકતાને દબાવવાનો મોકો મળ્યો અને રાહુલ ગાંધીનો ફ્‌લાઇંગ-કિસનો પ્રોપેગન્ડા કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે સ્મૃતિ ઈરાની અને ભાજપને આ યુક્તિ મોંઘી પડી, બહુ મોંઘી પડી. દેશની સામાન્ય મહિલાઓ ઈરાનીની પોલ ખોલી રહી છે અને તેમના વિશે ખુલીને વાત કરી રહી છે.

પરિસ્થિતિ શું છે ?
આ મહિલાઓ સ્મૃતિ ઈરાની વિશે ખૂબ જ અપ્રિય શબ્દો કહી રહી છે. બીજાના પતિને ચોરી જનારી છે..છેતરનાર છે, જૂઠી છે, નાટકબાજ છે.. મુંબઈ આવ્યા પછી તેમના શરૂઆતના દિવસો દુષ્કર હતા..તે ફ્‌લેટનું ભાડું ચૂકવવા સક્ષમ ન હોવાથી, તેની એક મિત્ર, જે પારસી હતી, તેણે તેના ઘરમાં આશરો આપ્યો અને તેણે આની સંભાળ પણ લીધી. તે જ સમયે, સ્મૃતિ યજમાનના પતિની નજીક ની બની ગઈ, તેની સાથે લગ્ન પણ કર્યા અને તેના પરોપકારી યજમાનને જ ઘરની બહાર કાઢી મૂકી,એમ કહેવાય છે.. તેમ જ્યારે તેમણે દિલ્હીમાં રાજનીતિની શરૂઆત કરી ત્યારે ગેસ સિલિન્ડર ૪૦૦ રૂપિયાનો હતો, તેની મોંઘવારી સામે અભિયાન ચલાવ્યું. જ્યારે તેઓ અમેઠી પહોંચ્યા ત્યારે તેમણે લોકોને વચન આપ્યું કે જો તેઓ જીત્યા તો ખાંડ ૧૩ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. એવા કેટલાય મુદ્દા છે જેના પર ઈરાની ઘેરાઈ રહી છે. સોશિયલ મીડિયાના એક મોટા હિસ્સાએ પણ આ વાતોને ખૂબ ઉછાળી છે. હવે સ્થિતિ એવી છે કે તેઓ જાહેર દૃશ્યમાંથી ગાયબ થઈ ગયા છે. મહિલાઓ તેમના ઘર આગળ વિરોધ પ્રદર્શન કરી રહી છે. દરમિયાન, રાહુલ ગાંધી આ વખતે પણ અમેઠીથી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ઈરાની વધુ ચિંતિત થઈ ગયા છે. ગયા વખતે તે અમેઠીથી રાહુલ ગાંધી સામે જીતી હતી પરંતુ આ વખતે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમની સામે રાહુલ ગાંધી અમેઠીમાં હીરો જ રહ્યા છે. સ્મૃતિ ઈરાનીની જેમ ભાજપમાં એવા ઘણા લોકો છે જેઓ રાહુલ ગાંધીની પાછળ હાથ પગ ધોઈને પડયા છે. પાર્ટીનો આઈટી સેલ(પ્રચાર-પ્રસાર વિભાગ) રાહુલ ગાંધીને રાજકારણમાંથી બહાર કાઢી મૂકવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.

૨૦૨૪માં શું થશે?
આ બધો હોબાળો લોકસભાની ચૂંટણી જીતવા માટે છે, જે આઠ-નવ મહિના દૂર છે. વડાપ્રધાને હમણાં જ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે ફરી આવશે અને તે જ રીતે અહીંથી ત્રિરંગો ફરકાવશે. જાણે કે તેમણે આરએસએસ અને પાર્ટીની પરવા કર્યા વિના લોકોને કહ્યું છે કે જો ભાજપ આગામી ચૂંટણી જીતશે તો તેઓ વડાપ્રધાન બનશે. જ્યારે થોડા મહિના પહેલાં સંઘના સત્તાવાર મુખપત્ર ઓર્ગેનાઇઝરે લખ્યું હતું કે તે જરૂરી નથી. પાર્ટીના એક નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ કહ્યું છે કે હજુ સુધી આવી કોઈ વાત નક્કી નથી થઈ, વડાપ્રધાન કોઈ અન્ય હોઈ શકે છે. પરંતુ મોદીનું સમગ્ર ધ્યાન ખુદ વડાપ્રધાન બનવા પર છે. તેઓ માને છે કે તેઓ આરએસએસથી આગળ વધી ગયા છે. જો સંઘ તેમની વાત નહીં માને તો તેઓ પોતાનું અલગ સંઘ બનાવશે. એટલે કે જે રીતે મોદી વિપક્ષ અને લોકોને દબાણમાં રાખે છે તે જ રીતે તેઓ સંઘ અને પાર્ટીને ભયની સ્થિતિમાં લાવવા માંગે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ સાવ જુદી છે. મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ સાવ નીચે આવી ગયો છે. ‘મોદી પછી કોણ’ એવા સવાલ પણ લોકોએ કરવાનો છોડી દીધો છે. હવે મોટાભાગના લોકો રાહુલ ગાંધીને જોઈ રહ્યા છે. મોદીના ઘમંડ અને તેમની મનસ્વીતાએ ભાજપનું જ વાતાવરણ બગાડ્‌યું છે. ઊલટું રાહુલ ગાંધીએ પોતાની જાતને નવેસરથી તૈયાર કરી છે. તેમની જાહેર ક્રિયા-પ્રતિક્રિયાએ દેશમાં એક નવી સ્થિતિ અને નવી હવા ઊભી કરી છે. આ માટે ૨૦૨૪ની ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો આવશે. (સૌજન્યઃ ‘દઅ્‌વત’ સાપ્તાહિક)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here