દૂર રહના કોઈ કમાલ નહિ કુછ કરીબ આઓ તો બને બાત

0
35

ફેસબુકના જમાનામાં બુકફેરનો લહાવો માણવા ૬ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહમદાબાદ બુકફેરનું સરસ આયોજન કરવામાં આવેલ હતું. તેમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, વિચારધારાઓ અને વિવિધ વિષયો ઉપર જ્ઞાનના સાગર સમા પુસ્તકોનાં મોજા છલકાયા હતા. જ્ઞાન પીપાસુઓ અને પુસ્તક પ્રેમીઓમાં એક અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. વિવિધ મહાનુભૂતિઓના અવતરણ પંક્તિઓ દ્વારા બનાવેલ ગુંબજને શણગારવામાં આવ્યો હતો. સાહિત્ય રસિકો માટે સાહિત્યકારો અને મહાનુભાવો સાથે મુલાકાત, ચર્ચા ગોષ્ઠી અને સંવાદ સભાઓએ સોનામાં સુગંધ ભેળવી હતી.

અભિવ્યક્તિ વ્યક્ત કરવી એ માનવનું વિશિષ્ઠ લક્ષણ છે. એ અભિવ્યક્તિ શબ્દો થકી પણ થાય અને લેખનથી પણ થાય. સુંદર રીતે કંડારેલા શબ્દોને આપણે સાહિત્ય કહી શકીએ. સાહિત્ય જ્ઞાનને સુરક્ષિત પણ રાખે છે અને શબ્દોને નવા નવા અર્થો પણ આપે છે. સાહિત્ય શબ્દોમાં નવો જીવન અને ઊર્જા પેદા કરે છે. આના વડે જ આપણે આપણા અમૂલ્ય વારસાને આગામી પેઢી સુઘી પહોંચાડીએ છીએ. વ્યક્તિ એક જ જીવન જીવે છે પરંતુ પુસ્તકપ્રેમીઓ અનેક જીવન જીવી લે છે. જીવંત કોમો જ સાહિત્યના દરિયામાં ઉમેરો કરવાની શક્તિ ધરાવે છે. સાચે જ સાહિત્ય સંસ્કૃતિનો શ્વાસ છે. બુકફેર વાસ્તવમાં ભારતીય ધર્મો અને સંસ્કૃતિઓનું સંગમ સ્થળ છે. કેટલીક વાર મને એમ લાગ્યું કે હું નફરતની દુનિયાથી નીકળી સુખેથી ‘જીવો અને જીવવા દો’ ની દુનિયામાં આવી ગયો છું. આ માત્ર પુસ્તકો ખરીદવા માટે જ નહિ પરંતુ વિવિધ પ્રકારના લોકો સાથે મુલાકાત, સંવાદ અને વિચારોની આપ-લે કરવાનું એક સરસ માધ્યમ છે.

આવા જ લોકોમાં એક વ્યક્તિ જાડે મુલાકાત થઈ, દેશ અને ધર્મ ઉપર તથા ધર્મોમાં ઉલ્લેખિત માનવીય અભિગમ ઉપર ખૂબ સારી ચર્ચા થઈ. તેમણે પોતે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જાડાયેલા હોવાનું કહ્યું, અને તેમના સંપ્રદાયના શિક્ષણની વાત કરતાં કરતાં ખૂબ જ ચિંતા અને દુઃખની લાગણી સાથે કહ્યું કે દુર્ભાગ્યે અમારા સંપ્રદાયનું આર.એસ.એસ. કરણ થઈ રહ્યું છે. મારા માટે આ વાત કોઈ આશ્ચર્ય ઉપજાવનાર નહોતી. પરંતુ પેલા ભાઈની ચિંતા મને ગમી. મેં મનોમન વિચાર્યું કે જ્યાં સુધી લોકોનો અંતરાત્મા જીવિત છે ત્યાં સુધી દેશમાં ન્યાય અને શાંતિની આશા જીવંત છે. મેં ગૌતમ બુદ્ધનું આ વાક્ય “સજ્જનો કી નિષ્ક્રિયતા દુર્જનો કી શક્તિ હોતી હૈ” ટાંકતાં નિર્દોષ ભાવે પૂછ્યું કે તમે રોકવાના પ્રયાસો કેમ નથી કરતાં ? તેમણે તરત જ કહ્યું કે એવું નથી કે સજ્જનો નિષ્ક્રિય હોય પરંતુ અમારા મોટા ભાગના આગેવાનો એ માર્ગ પર છે અને તેમના લાખો અનુયાયીઓ હોય છે, આપણું કોણ સાંભળશે !!! અત્યારે મને કહેવાનું મન થાય છે કે ઇસ્લામની દૃષ્ટિએ આ ઈમાનનો છેલ્લો દરજ્જા છે કે માણસ બૂરાઈને દિલમાં ખોટું સમજે અને પોતે તે કૃત્યથી દૂર રહે. બાળક જેમ મોટો અને મજબૂત થાય છે તેમ તેના વિચારો પણ બહોળા અને દૃઢ બનવા જાઈએ અને એક કમજાર સ્થિતિમાંથી બહાર નીકળી મજબૂત સ્થિતિને પામવા પ્રયત્ન કરવા જાઈએ. ખોટું હોવાનો ભાવ પરિવર્તનની ચિંગારીને જીવિત રાખે છે. જો વ્યવસ્થિત મહેનત કરવામાં આવે તો આ ચિંગારીને જ્યોત બનવામાં સમય નથી લાગતો. મારે વિચારશીલ અને કર્મશીલ વાંચક મિત્રોને કહેવું છે કે જો આપણે ઇસ્લામના હકમાં સકારાત્મક પરિવર્તન ઇચ્છતા હોઈએ તો ધાર્મિક અને સામાજિક આગેવાનોથી સમયાંતરે મળતા રહેવું જાઈએ અને સત્ય વાતો તેમની સમક્ષ લાવવી જાઈએ. જે લોકોના અંતરાત્મા જીવિત છે, જેઓ શાંતિના ચાહક અને કોમી સૌહાર્દનું વાતાવરણ બનાવી રાખવા માંગે છે તેમને અવાર-નવાર મળીને યોગ્ય દિશામાં આગેકૂચ કરવા પ્રોત્સાહિત કરતા રહેવું જાઈએ. વિવિઘ સ્થળો ઉપર સદ્‌ભાવના મંચ કે શાંતિ કમિટીઓની રચના થવી જાઈએ. પુસ્તક મેળામાં એક પણ વ્યક્તિ મને એવી નથી મળી જેમણે ઇસ્લામી સ્ટોલ પર આવીને કોઈ વિરોધ નોંધાવ્યો હોય. મને લાગે છે કે વાંચક વર્ગ વાસ્તવિકતાને સમજે છે. બસ સત્ય વચન કહેવાની નૈતિક શક્તિ તેમનામાં ભરવાની જરૂર છે. આ તેમની જરૂર હોય કે ન હોય પણ આપણી ફરજ છે કે દેશ અને સમુદાયના હિત માટે ચોક્કસ સમય ફાળવી દેશબાંધવો સાથે મોટાપાયે સંપર્ક ઊભા કરવા જાઈએ કે જેથી મુસલમાનોંના ચરિત્ર, રહેણી-કરણી અને વિચારોને તેઓ નજીકથી જાઈ-પારખી શકે. આ પણ એક સુંદર કાર્ય સેવા કહેવાશે.

– શકીલ અહમદ રાજપૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here