સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા

0
77

જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક કાર્યોની રૂપરેખા આપી હતી. જે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જરૂરી છે. આ વ્યાખ્યાનમાં વાચકો માટે લાભદાયી હોઈ તેનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – તંત્રી


જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ હિન્દુસ્તાનના મુસ્લિમોની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. કોમવાદી શક્તિઓએ ર્નિલજ્જતા અને ઉદ્‌ડંતા તથા ઘૃષ્ટતાની બધી સરહદો પાર કરી દીધી છે. દેશમાં નફરત અને કોમવાદના ઝેરને ફેલાવવા માટે ન્યાયતંત્રને, અમલદારશાહીને, મીડિયાને તથા પ્રત્યેક પ્રજાસત્તાક સંસ્થાનોને ભ્રષ્ટ અને ક્રપ્ટ કરવામાં આવી રહ્યા છે. તુચ્છ દૃષ્ટિવાળા લોકો રાજકીય અને વિચારધારાના સ્વાર્થ માટે આખા દેશ અને બધી સંસ્થાઓની બલિ ચડાવી રહ્યા છે. જનતાની એક મોટી સંખ્યાને આનો અંદાજાે નથી કે આ કેવી ભયાનક આગ છે જે આ દેશમાં ભડકાવવામાં આવી રહી છે. આ આગ માત્ર મુસલમાનોને જ નુકસાન નહી કરે, બલ્કે દેશના પ્રત્યેક વર્ગને તે ભરખી જશે. આના માઠા પરિણામો ટૂંક સમયમાં જ દેખાશે. પ્રત્યેકને ભાન થઈ જશે કે કેવા લોકોને, કેવા રાક્ષસને આ દેશમાં આગળ વધારવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં મુસલમાનોમાં ક્રોધ, બેચેનીની સખત હાલત જાેવા મળે છે, અને આ બહુ પ્રાકૃતિક છે. આ ઈમાનનો પણ તકાદો છે. મુસલમાનો નિઃસંદેહ પોતાના માટે વ્યાકુળ છે. પણ આ દેશ માટે પણ વ્યાકુળ છે કે ભવિષ્યમાં આ દેશનું શું થશે? દેશના પ્રત્યેક વર્ગના જીવનની મુશ્કેલીઓ બાબત પણ તે હેરાન-પરેશાન છે. આવતી પેઢી બાબત વ્યાકુળ છે કે આપણે આવનારી પેઢી માટે શું મૂકી જઈ રહ્યા છીએ ?
આપણે હેરાન છીએ અને ચિંતામાં પડી ગયાં છીએ. પણ માયૂસ અને ભયભીત કદાપિ નથી. યાદ રાખજાે કે રડવા-કલપાંત કરવાથી ક્યારેય હાલત બદલાતી નથી. એકબીજાને દોષારોપણથી કે બ્લેમગેમથી પણ કોઈ સુધારો આવતો નથી. નિષ્ક્રીયતા કે નિષ્ક્રીય લીડરશીપની રટ લગાવવાથી કોઈ ફેર પડવાનો નથી. દુઃખડા કે રોષ અને લાચારીના રોતડાં સોશ્યલ મીડિયા પર રડવાથી કંઈ સ્થિતિ બદલાઈ જવાની નથી. સ્થિતિ બદલાશે, જાેશ-જુસ્સા અને હોંસલાથી, ડહાપણથી, ઊંડી સમજથી, સતત પ્રયત્નો કરવાથી, પોત પોતાના વર્તુળમાં જાેડાઈને, ભેગા મળીને નક્કર સતત કામ કરવાથી. સૌ પ્રથમ આ વિશ્વાસ-કોન્ફીડન્સ પેદા કરો કે દુનિયાની કોઈ તાકાત આપણને જડમૂળથી ખતમ કરી શકતી નથી. મુશ્કેલીઓ તો આપણા ઇતિહાસ સાથે વણાયેલી છે. એ સંકટ અને મુશ્કેલીઓને યાદ કરો કે જે અલ્લાહના મહેબૂબ-પ્રિય રસૂલુલ્લાહ સ.અ.વ.ને પોતાના પવિત્ર જીવનમાં સતત સામે આવતી રહી. સ્વયં આ દેશમાં ઉમ્મતે મુસ્લિમા મોટા મોટા તોફાનોમાંથી પસાર થતી રહી છે. પછી તે ૧૮૫૭ની પ્રથમ આઝાદીની લડાઈનો પ્રસંગ હોય કે દેશની આઝાદીનો મોકો હોય. તે પછી જુદી જુદી સ્થિતિ સમયે પણ ઇતિહાસ સાક્ષી છે કે મોટામાં મોટા તુફાન પણ આપણને ખતમ કરી શક્યા નથી.

આસાં નહીં મિટાના નામો નિશાં હમારા !

સંકટ કે મુશ્કેલીઓ માત્ર આ જ નહીં કે આપણને નિરાશ નથી કરી શકતી, બલ્કે કુઆર્નની રુએ ઈમાનની નિશાની તો આ છે કે મુશ્કેલીઓને જાેઈને અમારૂં ઈમાન અને સેલ્ફ કોન્ફીડન્સ ઓર વધી જાય… આઉઝુ બિલ્લાહી મિનશ્શયતા ર્નિરજીમ… કે સાચા મો’મિનોનો હાલ તે સમયે એવો હતો કે જ્યારે તેમણે આક્રમણકારી દળોને જાેયા તો પોકારી ઊઠયા કે આ એ જ વસ્તુ છે જેનો અલ્લાહે અને તેમના રસૂલ-પયગંબરે આપણથી વાયદો કર્યો હતો અને અલ્લાહના રસૂલની વાત તદ્દન સાચી હતી, અને આ ઘટનાએ તેમના ઈમાન અને બલિદાન તથા તેમના સબ્મીશનને ઓર વધારી દીધો.
યાદ રાખજાે, કે દુનિયામાં ક્યારેય કોઈ ર્નિબળ અને બિન અસરકારક વર્ગને સતાવવા કે પરેશાન કરવા પાછળ પોતાની શક્તિને વેડફતું નથી. આપને ફક્ત તે માટે હેરાન કરાય છે કે આપ અત્યાચાર અને અન્યાયના માર્ગમાં મોટા અવરોધ છો. આપનો દીન અને આપના નિયમો તે મહાન શક્તિ છે જે બૂરાઈઓના ઝંડાધારીઓ તથા શક્તિઓને ચેન લેવા નથી દેતી. આપના અસ્તિત્વની હાજરીમાં અત્યાચાર તથા જુલ્મી વ્યવસ્થા આ દેશમાં સંપૂર્ણ ભય અને દાનવતા સાથે ઊભી થઈ શકતી નથી. તો તમારી આ તાકાતને ઓળખો તથા અનુભવો. ઇન્શાઅલ્લાહ!! આ સ્થિતિ આપણી શક્તિને ઓર વધારશે, આપણે વધુ સશક્ત અને બળવાન બનીને નીકળીશું.
બીજી આ વાત પણ સમજી લેજાે કે આપણી સમસ્યાઓનો કોઈ ત્વરિત અને શોર્ટટર્મ-ટૂંકા ગાળાનો ઉકેલ નથી. આ મુશ્કેલીઓ અને પડકારનો એક કાળખંડ છે, અને મુકાબલો કરતાં કરતાં અને પડકારને સ્વીકારતાં સ્વીકારતા આપણે આ કાળમાંથી પસાર થવાનું છે. આ કાળની મુશ્કેલીઓ સહન કરવાની છે, અને લોંગ ટર્મ-લાંબા કાળના ઉપાય સોલ્યુશન પર કોયડાઓના મૂળ અને સ્થિર ઉકેલ પર પોતાની નજર ફોકસ કરવાની છે. ઉકેલ શું છે? ઉકેલના બે પાસા છે. પ્રથમ પાસું બાહ્ય અને એક્ષટર્નલ છે. આપણે આ દેશને અને સમાજના દૃષ્ટિકોણને બદલવાના પ્રયત્નો કરવાના છે. ગંભીર અને અરિવત પ્રયત્નો કરી લોકોને ભાવુક અને ત્રાસદાયી સ્થિતિમાંથી ઉગારવાના છે, જે દુષ્ટ રાજકારણીઓએ પેદા કરી છે. અને તેમના મષ્તિષ્કને વાસ્તવિક પ્રશ્નો પર વિચાર કરવા લાયક બનાવવાના છે.
નિઃશંક આ સરળ કાર્ય નથી. ત્વરિત પરિણામની આશા પણ બહુ ઓછી છે. આ જ ઉકેલ છે, અને આના જ ઉપર લાંબા સમય સુધી ધીરજ ધરી મહેનત કરવાની છે. બીજું પાસું આંતરિક છે અને તે આ કે આપણે આપણી નબળાઈઓ પર કાબૂ મેળવવાનો છે. આપણામાં શિક્ષણ ઓછું છે. આપણી આર્થિક સ્થિતિ નબળી છે. વિઝનની દૃષ્ટિકોણ બાબત અને ધ્યેય અંગે એકતાની ઉણપ છે. તે સંવેદનશીલ છે. જાે કોઈ ગંભીર ઘટના ઘટે છે તો આપણે આવેશમાં આવી ગુસ્સે ભરાઈ, ઉશ્કેરાઈ જઈ પૂરી તાકાત સાથે ઊભા થઈ જઈએ છીએ અને એકબીજાને ભાંડીએ છીએ અને આક્ષેપબાજી કરીએ છીએ. સૌ થોડાક જ સમયમાં શાંત પડીને પોત પોતાના રસ્તે વ્યસ્ત થઈ જઈએ છીએ. નક્કર કામ ઉપર લક્ષ ઓછું અને એક-બીજાની ટાંગો ખેંચવામાં રસ વધુ હોય છે. તો, આ એવી નબળાઈઓ છે જે આપણા માર્ગમાં અવરોધક થાય છે. આપણે આ નબળાઈઓને દૂર કરવાની છે. આ સ્થિતિ તેનો અવકાશ પૂરો પાડે છે કે તેની ગંભીરતાથી નોંધ લઈને આ નબળાઈઓને દૂર કરી શક્તિશાળી તથા અસરકારક ઉમ્મત બનીએ. જ્યાં સુધી આવી સ્થિતિ ન સર્જાય, ત્યાં સુધી આપણે ર્નિબળ જ પુરવાર થઈશું. નક્કી કરો કે આપણે સૌ પોત પોતાના ઠેકાણે તરત જ પોતાના ક્ષેત્રે ધ્યાન કેન્દ્રીત કરીશું. પોત પોતાની અસર હેઠળ વગદાર લોકોમાં નક્કર બદલાવ લાવવાના પ્રયત્નો અને તેમાં પોતાની ભૂમિકા ભજવવા લાગી જાય. આપણું એ લક્ષ હશે કે નાના મુદ્દાઓ પર ભેગા મળી અવિરત કાર્ય કરીએ તો ઇન્શાઅલ્લાહ એના જ પરિણામ સ્વરૂપ સ્થિતિ બદલાશે.

હું છ મુદ્દા રજૂ કરૂં છું

પહેલી વાત એ કે આપણે દેશબાંધવો સાથે સંપર્ક કેળવીએ. તેમની ગેરસમજાેને દૂર કરીએ નફરતને ખતમ કરીએ, ઇસ્લામનો સાચો સંદેશ પહોંચાડીએ.

બીજું એ કે પોતાના ક્ષેત્રે મુસલમાનોની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરીએ. તેમને શિક્ષણમાં આગળ વધારીએ. આર્થિક બાબતે આગળ ધપાવીએ. તેમની નબળાઈ દૂર કરીએ. સૌ પ્રથમ તેમની નૈતિક તથા દીની હાલત સુધારીએ.

ત્રીજું એ કે આપણે પ્રયત્નો કરીએ કે મુસલમાન “ખૈરે ઉમ્મત” ભલાઈવાળી ઉમ્મતની ભૂમિકા ભજવવા લાગે. જાે કોઈની સાથે અન્યાય થતો હોય તો પીડિતની પડખે ઊભા રહીએ.

ચોથું દેશના સમજુ, ગંભીર અને ન્યાયપ્રિય લોકો સાથે મળીને પીડિતોની શક્ય તેટલી મદદ કરીએ અને અત્યાચાર-જુલમનો તાકાતથી વિરોધ કરીએ, પરંતુ આ કાર્ય શાંતિના માર્ગે વિરોધ કરીને કરીએ.

પાંચમું પરિસ્થિતિનો સર્જનાત્મક ધ્યેય માટે, ઘડતરના ધ્યેય માટે ઉપયોગ કરીએ, પ્રત્યેક નાની-મોટી ઘટના પર માતમ-છાતીકૂટ કે નિરાશા, કચડાયાની ભાવનાના દર્શન કે નિરાશાને પ્રગટ ન કરવા. એકબીજા ઉપર આક્ષેપ કે દોષારોપણ કરીને, આ બધું સોશ્યલ મીડિયાના નકારાત્મક ઉપયોગ દ્વારા, આપણી સ્થિતિને ઓર બગાડવાના ગુનેહગાર થઈશું. હકારાત્મક વલણ આ છે કે આપણે સાચુકલા પ્રશ્નોથી દેશવાસીઓને જાગૃત કરીએ. ઇસ્લામનો હકારાત્મક પરિચય કરાવીએ. ઉમ્મતમાં હોંસલો તથા જુસ્સો તથા આત્મવિશ્વાસની લહેર જન્માવીએ. ઉમ્મતને માર્ગ દેખાડીએ.

છઠ્ઠી અને અંતિમ વાત અને અતિ અગત્યની વાત આ કે આવનાર ચૂંટણી આ દેશના ભવિષ્યને સુધારવા માટે અત્યંત અસામાન્ય અને મહત્ત્વની છે. આપણી ફરજ છે કે ગંભીર અને ન્યાયપ્રિય લોકો સાથે મળી પ્રયત્ન કરીએ કે દેશની જનતા આ ચંૂટણીમાં ઊંડો રસ લે, અને સાચી દિશામાં પોતાની ફરજ અદા કરે. તો આવો!! આ સ્થિતિને આપણે નવા યુગમાં પરિવર્તિત કરીએ. રોષ અને દુઃખની સ્થિતિને એક એવી રચનાત્મક શક્તિમાં ફેરવીએ, કે આપણી દુર્દશાને બદલવામાં જે કોઈ જેટલી પણ કોશિશ કરે છે તે આપણો સાથી બની જાય. આ આપણી મૂડી છે. આવો એમના હાથ મજબૂત કરીએ. કેટલીક ખામીઓ અને માર્ગમાં મુશ્કેલીઓ છે, તો આપણો રોષ તેમની મુશ્કેલીઓને વધારવાનું નિમિત્ત ન બને. બલ્કે આપણો નિઃસ્વાર્થ સહકાર, અને આપણો હમદર્દીભર્યો સહકાર તેમના વિશ્વાસને વધારવાનું કારણ પુરવાર થાય. પ્રયત્ન કરીએ કે આપણી શત્રુ શક્તિઓ એક બાજુ એ ઇચ્છે છે કે આપણે રોજિંદી ઘટનાઓમાં ફસાયેલા રહીએ અને દેશની દિશા-દશા બદલવા અને આપણી પ્રગતિ-ગઠનના કોઈ ઠોસ કાર્યક્રમ પર નજર જ ન રહે, અને બીજી બાજુ તે એવું ઇચ્છે છે કે આપણે અંદરોઅંદર બાખડતા રહીએ. આપણો રોષ અને શક્તિ પરસ્પરમાં વેડફાય, અને અંતે દરેકને નબળો કરી દે. કમનસીબે દરેક મોટી ઘટના પછી આપણું વલણ અને પગલાં, આપણને અણગમતા ધ્યેયને બળ પૂરૂં પાડે છે.

તો ! આવો આપણે આવું ન બનવા દઈએ, અને હળીમળીને સતત પ્રયત્નોના એક નવા યુગને આરંભીએ. અલ્લાહ આપણો હામી મદદગાર થાય. આમીન.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here