અત્યંત જરૂરી : વ્યક્તિત્વ વિકાસ

0
30

પોતાના વ્યક્તિત્ત્વને ચાર ચાંદ લગાવવા (શોભા વધારવા)ના કામોમાં બેદરકારીનું એક કારણ એ હોય છે કે તેની મહત્ત્વતાનો અહેસાસ નથી હોતો, પરંતુ તેનું બીજું કારણ એ હોય છે કે તેની મહત્ત્વતાનો અહેસાસ હોય છે, પણ તમારા વિચારોમાં તેને હમણાં કરવું જરૂરી નથી સમજતા, પછીથી પણ કરી શકાય તેવું સમજે છે, જ્યારે કે ઘણા બધા કામો તેવા હોય છે, જેનાથી પોતાને કંઈ ખાસ ફાયદો થતો નથી, પરંતુ તેને તમો હમણાં જ કરવાનું જરૂરી સમજાે છો.

ઉદાહરણ તરીકે તમો તજવીદે કુઆર્નના વર્ગો લેવા માંગો છો, અરબી તથા અંગ્રેજી શીખવા માંગો છો અને કોઈ સામયિક માટે લેખ લખવા માંગો છો તેમજ દર્સે કુઆર્નની તૈયારી કરવા માંગો છો, તેમજ કોમ્પ્યુટરનો કોઈ કોર્સ કરવા માંગો છો, પરંતુ તમો તેને ટાળતા રહો છો, કારણ કે તમોને લાગે છે કે આ કામ હમણાં કરવું જરૂરી નથી, પછી પણ કરી શકાય છે.

પરંતુ ટી.વી. સીરિયલ નિયમિત તેના સમય પર જુઓ છો. વ્હોટ્‌સઅપ પર થઈ રહેલ નિરર્થક ચર્ચામાં રસપૂર્વક ભાગ લો છો, અને મોડે સુધી તેમાં મશગૂલ રહો છો. વ્યક્તિત્વને નિખારવા માટે શું એ જરૂરી નથી કે ટી.વી. અને મોબાઇલ જેવી વસ્તુઓનું ખાસ મહત્ત્વ ન હોવું જાેઈએ. તેની અવગણના કરીને તે સમયે વ્યક્તિત્વ બનાવવા માટે ખાસ આયોજન કરવું જાેઈએ. દીની સાહિત્યનું અધ્યયન કરવા માટે દરરોજ શું તમારા માટે એક કલાક કાઢવો મુશ્કેલ હોય છે ? જ્યારે પણ તમારી કોઈ બહેનપણીનો ફોન આવે તો, તમો તેની સાથે ખૂબ મોડે સુધી વાતો કર્યા કરો છો.

સ્વાભાવિક છે કે આ વાતો દિલ્લગી અને સમય વ્યતીત કરવા માટે હોય છે. તેનો ખાસ કંઈ ફાયદો થતો નથી, પરંતુ આ સમયની બરબાદી જ હોય છે, તમે વાતચીત થોડી પણ કરી શકો છો, પરંતુ તમો તેવું નથી કરતા, કારણ કે તમો તમારા પોતાના કિંમતી સમયની બાબતે ગંભીર નથી.
તમારો કિંમતી સમય ક્યાં વપરાઈ રહ્યો છે તેનું પોતે કડક મૂલ્યાંકન કરો.

• વ્હોટ્‌સઅપ તમારો કેટલો સમય લે છે ?
• ફેસબુકના પાના ઉલટાવવામાં કેટલો સમય લાગે છે ?
• ફોન ઉપર બિનજરૂરી વાતોમાં કેટલી વાર લાગે છે ?
• સવારથી સાંજ સુધી જાેવામાં આવતા વીડિયોમાં કેટલા ઉપયોગી અને કેટલા બિનઉપયોગી હોય છે ?
• કેટલો સમય બિનજરૂરી ટીપ્પણી અને વ્યર્થ વાતચીતમાં વ્યતિત થાય છે ?
• કેટલો વધુ સમય કંઈ પણ કર્યા વિના પસાર થાય છે ?

તમારા વ્યક્તિત્વને નિખારવા માટેની ચાવી એ છે કે જે કામનો તમારા નજીક જરૂરી હોય તેનો ત્વરિત બદલો મેળવો જે પણ તમારે શીખવું હોય તે આજથી જ શરૂ કરો, તો જ શીખવું શક્ય બનશે નહીં તો મહિના અને વર્ષો વીતી જશે.

તમારે પહેલ કરવી પડશે

આદરણીય સહાબિયા રદિ.ની સીરતથી ખબર પડે છે કે જાે સ્ત્રીઓએ દીનની રાહમાં અસાધારણ વ્યક્તિત્વ રજૂ કરવું હોય તો તમોએ પોતે પહેલ કરવી પડશે. મહાન કાર્ય કરવાવાળા ક્યારેય કોઈની રાહ જાેતા નથી કે તેમને કોઈ ઉભારે અને તેમના માટે રસ્તા કાઢી આપે. મહાન કાર્ય કરવાવાળા પોતે આગળ વધીને પોતાના રસ્તા બનાવે છે. આપણને પહેલનું વલણ આદરણીય સહાબિયા રદિ.માં નજર આવે છે.

જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા તેમને અલ્લાહના રસૂલ ના દરબારમાં લઈ ગઈ. તેમના શિક્ષણ માટે એક દિવસ ફાળવો. રિવાયતના શબ્દો આ પ્રકારે છે ઃ “એક સ્ત્રી અલ્લાહના રસૂલ પાસે આવી અને કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તમારી બધી વાતો પુરુષો દ્વારા છીનવી લેવામાં આવે છે, અમારા માટે એક દિવસ નક્કી કરો કે જેથી અમો તમારી પાસે આવીએ અને તમે અમને એ બધું કહો જે અલ્લાહે તમને આદેશ આપ્યો છે. આપે એક દિવસ નક્કી કર્યો, સ્ત્રીઓ એક જગ્યાએ એકઠી થઈ, અલ્લાહના રસૂલ તેમના પાસે આવ્યા અને તેમને અલ્લાહે આપેલ તાલીમ આપી. (મુસ્લિમ)

એવી જ રીતે જ્યારે દુશ્મનો સામે લડવા તૈયાર થઈને મુસલમાન નીકળતા તો મુસ્લિમ સ્ત્રીઓ પણ તેમના પાછળ નીકળતી. એક રિવાયત અનુસાર ખૈબરના યુદ્ધમાં ૬ સ્ત્રીઓ લશ્કરમાં સામેલ થઈ. જ્યારે અલ્લાહના રસૂલ ને ખબર પડી તો આપે તેઓને બોલાવીને પૂછ્યું કે તમે કોની પરવાનગીથી અહીં આવ્યા છો ? તેમણે કહ્યું કે એટલા માટે આવ્યા છીએ કે પુરુષોને તીર ઉઠાવીને આપીએ, લોકોને સત્તુ ઘોળીને પીવડાવીએ, અમારી પાસે ઘાયલોના સારવાર માટેનો સામાન પણ છે, અમે અલ્લાહની રાહમાં તમને મદદ કરવા ઇચ્છીએ છીએ. તેથી હઝરત ઉમ્મે બરકહ રદિ. કહે છે કે જ્યારે નબી બદ્રના મોકા પર તૈયાર થઈને નીકળી રહ્યા હતા, તો મેં કહ્યું, “હે અલ્લાહના રસૂલ ! મને યુદ્ધમાં સામેલ થવાની પરવાનગી આપો. હું બીમારોની સારવાર કરીશ, એવું બની શકે છે કે અલ્લાહ મારી શહાદતની આરઝૂ કબૂલ ફરમાવી દે.” અલ્લાહના રસૂલ એ ફરમાવ્યુ, “તમે તમારા ઘરમાં રહો, અલ્લાહતઆલા શહાદતની તમન્ના પૂરી કરશે. આ ખુશખબરી પછી તેમનું બિરૂદ શહીદા થયું.” (સુનન અબૂ દાઊદ)

અલ્લાહના રસૂલ જરૂરત અને મોકા પ્રમાણે તે સ્ત્રીઓને સાથે લઈ જવાની પરવાનગી આપતા, જેમનું સામેલ થવું ફાયદાકારક હોય, બાકીનાને સાંત્વના આપીને પરત મોકલી દેતા.

આ કેટલાક આદર્શ વ્યક્તિત્વ છે, જે બતાવે છે કે અલ્લાહના રસૂલ દ્વારા તર્બિયત પામેલી સ્ત્રીઓ જાતે મોકો શોધતી. પોતાની સેવા પ્રસ્તુત કરતી અને કોઈ ઉભારે તેની રાહ જાેતી ન હોતી. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here