એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
202

ધર્મોનું આ પરિવર્તન
માહિતી અધિકારના કાયદા આધીન મહારાષ્ટ્ર રાજ્યથી એક દિલચસ્પ રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગત સાડા ત્રણ વર્ષ દરમ્યાન રાજ્યમાં ૧૮૭૮ વ્યક્તિઓએ પોતાનો મૂળ ધર્મ છોડીને બીજા ધર્મો સ્વીકારી લીધા છે. તેમાં ૧૬૮૭ વ્યક્તિઓ એવી છે જેમણે પોતાનો પારંપારિક ધર્મ છોડીને કયાં તો ઇસ્લામ સ્વીકાર્યો છે અથવા બૌદ્ધ અથવા ખ્રિસ્તી. રર૮ મુસલમાનો પણ હિંદુમતમાં સામેલ થઈ ગયા છે. જે સાહેબ (અનિલ ગિલગાઈ)એ આ આરટીઆઈથી આ આંકડાકીય માહિતી કઢાવી છે, તેમનો એહસાસ છે કે મહારાષ્ટ્રમાં ભગવા સરકાર હોવા છતાં ધર્મપરિવર્તન કરનારાઓમાં સૌથી વધારે પ્રિયપાત્ર ધર્મ ઇસ્લામ રહ્યો છે. ૧૮૭૮માંથી પ૭ ટકા લોકોએ ઇસ્લામને પ્રાથમિકતા આપી છે. જ્યારે કે ર૧ ટકાએ હિંદુ ધર્મ પસંદ કર્યો છે. રપ૮ હિંદુઓએ બૌદ્ધ ધર્મ અને ૧૩૮એ ખ્રિસ્તી ધર્મને પસંદ કર્યો છે. ૮૮ વ્યક્તિઓએ જૈન ધર્મ અને ૧૧એ શીખ મત અપનાવ્યો છે. જ્યારે ૬૬૪ હિંદુઓએ ઇસ્લામ ગ્રહણ કર્યો છે. જે ર૬૩ મુસલમાનોએ ધર્મપરિવર્તન કર્યું છે તેમાં રર૮ હિંદુ થઈ ગયા છે. ૧ર બૌદ્ધ ધર્મમાં ગયા અને ર૧ લોકો ખ્રિસ્તી બની ગયા છે. જ્યારે ર વ્યક્તિઓએ જૈન ધર્મ પસંદ કર્યો.
પોતપોતાનો એહસાસ-
આ આંકડાકીય માહિતીને દરેક ધાર્મિક સમૂહ પોત-પોતાના એહસાસ આધીન મૂલવણી કરી રહ્યું છે. સૌથી વધારે ચિંતા વિશ્વ હિંદુ પરિષદને થઈ હશે. એટલા માટે કે હિંદુ સમાજને જોડી રાખવા અને બીજાઓને ‘ઘર વાપસી’ જેવા નારાઓ દ્વારા હિંદુ ફોલ્ડમાં સામેલ કરવા સતત પ્રયત્નશીલ છે. હવે જો તેમનામાં આટલી મોટી સંખ્યા ધર્મથી અલગ થઈજાય તો દેખિતુ છે કે તેમના માટે ચિંતા ને આઘાતની બાબત બની જાય. બીજી ચિંતા મુસ્લિમ સમુદાયને પણ થઈ શકે છે. જો કે ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામના વર્તુળમાં દાખલ થનારાઓની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ મુસલમાનોની પ્રકૃતિ એવી છે કે તેમને આ વધારે સંખ્યા પર ખુશી કરતાં પેલા ર૬૮ ઉપર દુઃખ વધુ થઈ રહ્યું હશે, જેઓ ઇસ્લામ જેવો સીધો, સત્ય અને સ્પષ્ટ દીન છોડીને બીજે કયાંક જતા રહ્યા છે. પણ સમજવા કે સમજાવવા માટે સમસ્યા એટલી મુશ્કેલ નથી. તદ્દન આસાન છે, સૌથી પહેલાં એ જોવું જોઈએ કે હિંદુ સમાજના ફેલાવા માટે હિંદુ પરિષદ તેની સમવિચારક સંસ્થાઓની કાર્યપદ્ધતિ શું છે ? તે લોકો ડરાવી-ધમકાવીને- જોર-જબરદસ્તીથી- મુસલમાનો માટે વિકટ સંજોગો ઊભા કરીને અને મોટાભાગે ઘણા પ્રકારના લોભ-લાલચ આપીને સીધાસાદા ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેનારા મુસલમાનોને હિંદુ સમાજમાં શામેલ કરી રહ્યા છે.
સમસ્યાઓ હોય છતાં….
પરંતુ મુસલમાનોનો તરીકો આ કદાપી નથી. જોર-જબરદસ્તી કે ડરાવી ધમકાવીને કે લોભ-લાલચ આપીને કોઈને મુસલમાન બનાવવા ન તો મુસલમાનોનું કામ છે ન આ રીત ઇસ્લામમાં ઇચ્છનીય છે. મુસલમાનો આ સ્થિતિમાં છે પણ નહીં… અને ઇસ્લામની દા’વત અને આમંત્રણના ગંભીરતાપૂર્વકની અને આયોજનબદ્ધ રીતે પ્રયત્નો મુસલમાનોએ ખૂબ ઓછા કર્યા છે. તેમ છતાં લોકો ઇસ્લામ તરફ આવ્યા છે અને સતત આવી રહ્યા છે. આરટીઆઈ એક્ટિવીસ્ટ અનીલ ગુલગાલીનો આ એહસાસ તદ્દન ખરો છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભગવારાજ હોવા છતાં લોકો ઇસ્લમ સ્વીકારી રહ્યા છે. ઈસ્લામને બદનામ અને મુસલમાનોને નાહિંમત કરી નાંખવા માટે આ દેશમાં શું શું નથી થઈ રહ્યું અને હવે આ ગત ત્રણ વર્ષોમાં તો ઘણું બધું કરવામાં આવ્યું જેણે માઝા મૂકી દીધી છે અને હજુ થઈ જ રહ્યું છે ને ! વિવિધ બહાનાઓ હેઠળ મુસમલાનોને ભયના ઓથાર નીચે રાખવામાં આવે છે, જેથી બીજી બિરાદરીઓ તેનાથી પાઠ ગ્રહણ કરે અને ઇસ્લામ તરફ જવા બાબતે વિચાર શુદ્ધાં ન કરે. મુસલમાનોમાં બેચેની-વ્યગ્રતા અને અવિશ્વાસની કેફિયત પેદા કરવાનો એક વિશેષ હેતુ એ પણ છે કે બીજી બિરાદરીઓ અને જાતિઓ, તેમનામાં કોઈ આકર્ષણ જ જુએ કે તેમની તરફ ખેંચાઈ જાય. પરંતુ ઘણા બધા સદાચારી જીવો આસપાસના માહૌલ કે પરિસ્થિતિની પરવા કર્યા વગર ઇસ્લામના વર્તુળમાં દાખલ થઈ જ રહ્યા છે. તેમનું સ્વાગત કરવું જ જોઈએ. તેમને હૂંફ અને આધાર પુરા પાડવા જ જોઈએ. એ સાથે તે ગરીબ અને નાદાર, વંચિત કે ડરેલા ભાઈઓ સુધી પહોંચવાના પ્રયત્નો થવા જોઈએ, જેઓ કોઈ કારણસર દૂર થઈ ગયા છે.
(દા’વતઃ મુ.અ.શે.)
રાજકીય પશ્ચાદભૂમિ આ જ છે. તેેઓ આ જ પ્રકારના તરીકાઓથી પ્રકાશમાં આવ્યા છે. વિખવાદીઓને ઉપદેશ આપવા માટે તેમના પાસે મોં જ નથી. તેમના વિરુદ્ધ ખરેખર કોઈ કાર્યવાહી કરવાની સ્થિતિમાં તેઓ છે જ નહીં. પછી સંઘના વડા મોહન ભાગવત પણ કહી ચૂકયા છે કે ગૌરક્ષકોને ખોટા-ખરાબ ન કહો, તેઓ સારું કામ કરી રહ્યા છે. હવે વિચારો, કોનામાં એ હિંમત હોય કે જે આ હત્યારાઓ વિરુદ્ધ બોલે. કહેવાતા ગૌરક્ષકો આ ચોખ્ખી હકીકતથી પહેલાથી દિવસથી જ વાકેફ છે. વડાપ્રધાન તેમના વિરુદ્ધ જ્યારે કોઈ કડક અને સખત શબ્દો ઉચ્ચારે છે તો તેઓ મજા લઈને સાંભળે છે અને મનોમન એકબીજાના સામે જોઈને હસે છે. પરસ્પર કટાક્ષ અને રમૂજની વહેંચણી કરે છે. હવે તો પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે તેઓ દેશના બંધારણ અને કાયદાને ચેલેન્જ કરી રહ્યા છે. જાહેરમાં આ કાયદાને નિયમોની હાંસી ઉડાવે છે તેનું ચીરહરણ સુદ્ધા કરી નાંખે છે.
હવે સિવિલ સોસાયટીએ આગળ આવવું પડશે
આ સમગ્ર વાસ્તવિક પરિસ્થિતિ દેશના સામે છે. આપણા પાસે મજબૂત અને વૈચારિક સિવિલ સોસયટી છે. માનવ અને નાગરિક અધિકારો માટે કામ કરનારી ક્રિયાશીલ સંસ્થાઓ છે. બૌદ્ધિકોના વર્તુળો છે. નિર્ભય લેખકો, તજજ્ઞાો અને પત્રકારો છે. આ લોકો સમયાંતરે પોતાની ચિંતા વ્યકત કરતા રહે છે. તાજેતરમાં જ ૬૭ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ વડાપ્રધાનના નામે ખુલ્લો પત્ર લખીને મુસ્લિમ લઘુમતીના વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને ઉપદ્રવ બાબતે ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી. તેમ છતાં આ તમામ વર્તુળો કે સમૂહો તરફથી કોઈ સુધારણાના મોટા પ્રયત્નો કે કાર્યવાહી હજુ સુધી થઈ નથી. એ વાત સાચી છે કે જ્યાં સુધી વર્તમાન સરકાર છે, આ કામ અત્યંત દુષ્કર તો છે જ. વર્તમાન સરકાર આ જ પ્રકારની પ્રવૃીત્તઓના આધારે તો અસ્તિત્વમાં આવે છે. વડાપ્રધાનના હાથ-પગ આ જ વિખવાદી લોકો છે. તેઓ જેમ વધી-ચઢીને બકવાસ કરે છે તેટલા જ વડાપ્રધાનના દરબારમાં પ્રિયપાત્ર બની રહે છે. ર૦૧૯માં પણ જ્યારે જોશે કે પાર્ટી હાર તરફ જઈ રહી છે તો તેઓ આ જ વિધ્વંશક લોકોનો સહારો લેશે… પછી તેઓ તેમના વિરુદ્ધમાં પગલા કઈ રીતે લઈ શકે ? અર્થાત્ વર્તમાન સરકાર સામે માત્ર પોતાના સામૂહિક અને વૈચારિક સ્વાર્થો અને હિતો છે. જ્યારે કે સિવિલ સોસાયટી સામે સમગ્ર ભારતીય સમાજ અને દેશનું ભવિષ્ય છે. એટલે ઉપરોકત જણાવેલ વર્તુળો અને સમૂહોએ દેશની ચિંતા અત્યારથી જ કરવી પડશે. સમગ્રદેશની પ્રજા તેમના પડખે ઊભી રહેશે. (દા’વતઃ મુ.અ.શે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here