Home સમાચાર ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહત્ત્વની બેઠક

૯થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહત્ત્વની બેઠક

0
172

હૈદરાબાદ,
હૈદરાબાદ શહેરમાં ૯થી ૧૧ ફેબ્રુઆરી ર૦૧૮ દરમ્યાન બોર્ડની ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠક યોજાનાર છે. તેમાં ટ્રીપલ તલાક, બાબરી મસ્જિદ અને શરીઅતમાં દખલગીરીની સ્થિતિમાં કાયદાકીય તથા લોકશાહી ઢબે સંઘર્ષની કાર્ય-રીતિ તૈયાર કરવામાં આવશે. હૈદરાબાદમાં આ સામાન્ય બેઠકને ખૂબજ મહત્ત્વ પ્રાપ્ત થઈ ગયું છે. આ બેઠક સ્વાગત સમિતિના ગાદીપતિ, હૈદરાબાદના સંસદસભ્ય બેરિરસ્ટર અસદ્દુદીન ઉવૈસીની દેખરેખર હેઠળ યોજાશે. જેમાં જુદી જુદી વિચારસરણી અને મસ્લકોના આલિમો સંબોધન કરશે. તેલંગાણામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હેઠળ ટ્રિપલ તલાક અને શરીઅત અંગે જાગૃતિ કેળવવા માટે એક પ્રતિનિધિ મંડળ વિવિધ જિલ્લાઓની મુલાકાત કરી રહેલ છે. આ પ્રતિનિધિ મંડળ પીઢ પત્રકાર અને સ્વાગત સમિતિના સભ્ય તથા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રેસ ઈન્ચાર્જ તેમજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના સૈયદ સઈદ કાદરી પર આધારિત હતું.
તેમણે કહ્યું કે શરીઅત અંગે જાગૃતિ માટે ૭મી જાન્યુઆરીના રોજ તેલંગાણાના આદિલાબાદ ખાતે યોજાશે. આ સભાને મજલિસે ઇત્તિહાદુલ મુસ્લિમીન (એમઆઈએમ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદસભ્ય તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રાજ્યની સ્વાગત સમિતિના ગાદીપતિ ઉપરાંત જુદી જુદી વિચારસરણી અને મસ્લકના આલિમો સંબોધન કરશે. પ્રેસ ઈન્ચાર્જ તથા સ્વાગત સમિતિના સભ્ય એમ.એ. માજિદે કહ્યું કે આ જાહેરસભા ખૂબજ મહત્ત્વપૂર્ણ હશે. આમાં ટ્રિપલ તલાક, બાબરી મસ્જિદની પુનઃ પ્રાપ્તિ અને ઇસ્લામી શરીઅતમાં દલખગીરી જેવી બાબતોની એકાગ્રતા માટે લોકશાહી અધિકારો અને બંધારણ હેઠળ મળેલ કાર્યપદ્ધતિ માટે પ્રયત્નો કરવામા આવશે. આ સંજોગોથી વાકેફ કરાવવા અને જાગૃતિ કે સભાનતા કેળવવી એ આ સભાનો હેતુ છે.
તેમણે કહ્યંુ કે મહેબૂબનગર અને કરીમનગરમાં આવી સફળ બેઠકો હવે ૭મી જાન્યુઆરી ર૦૧૮ના રોજ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here