શક્તિ-સામર્થ્યનો અતિરેક અને તેનું પરિણામ

0
164

મનું મૂલ્ય ઊંચું અંકાય છે. લોકો થોડા વધુ પૈસા આપીને પણ એવાં જ ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખે છે. ભલે માત્રા (કવોન્ટિટી) ઓછી હોયપણ લોકો એવી ઉત્તમ વસ્તુઓ ઉપર જ પ્રથમ પસંદગી ઉતારે છે. ત્યારે સવાલ એ થાય છે કે માણસ પોતાના જીવનના કર્મઉત્પાદનોને ખરાબ શા માટે થઈ જવા દે છે ? એની પસંદગી ત્યાં કેમ કામ કરતી નથી ? જગત માટે એ રાહતરૃપ બનવાના બદલે નુકસાનકર્તા કેમ બને છે ? સત્તા, શક્તિ, સંઘબળ અને સમૃદ્ધિનો સદ્ઉપયોગ કરીને જગતને અને માનવ સમુદાયોને રાહત-વ આરામ આપવાની મનેચ્છા કેમ ધરાવતો નથી ? એના બદલે તે ધરતી ઉપર ફસાદો કેમ ફેલાવે છે ? ઉત્પાતોનું શમન કરવાના બદલે તેને હવા કેમ આપે છે ? આગ લાગી હોય ત્યાં પાણી છાંટીને તેને બુઝાવવાના બદલે પેટ્રોલ છાંટવાના દુષ્કૃત્યો કેમ કરે છે ? અને વળી પાછો એને પોતાની ચતુરાઈ (ચાણકય બુદ્ધિ) કેમ સમજે છે ?! ઉપભોગની વસ્તુઓ તો તેને સારી જોઈએ છે તો પછી જીવનના કાર્યઉત્પાદનોને બગાડવાની મૂર્ખતા તે શા માટે કરે છે ? એના કેવા કુપરીણામો આવશે એનો વિચાર તે કેમ કરતો નથી ? આ બધા પ્રશ્નો માણસજાતે પોતાની જાતને પૂછવા જોઈએ. ગાડીમાંથી ઉતરવાનો સમય થઈ જાય તે પહેલાં સફરને ઉત્તમમાં ઉત્તમ બનાવવાનો તેણે પ્રયાસ કરવો જોઈએ. સહપ્રવાસીઓ વચ્ચે, ભલે થોડી પણ પોતાની સારી યાદ મૂકી જાય એ શું એનું સદ્ભાગ્ય નથી.

એક પ્રદર્શનીમાં, એક જગાએ જંગલી પ્રાણીઓના ચાર-પાંચ પીજરાં સાથે સાથે મુકયા હતા. એકમાં વાઘ, એકમાં સિંહ, એકમાં ચીત્તો, એકમાં દીપડો એવા પ્રાણીઓ પ્રદર્શનીમાં રાખ્યા હતા. લોકો એને જોવા આવતા છેલ્લે એક પાંજરૃ મૂકયું હતું. જેના ઉપર કાળા કપડાનો પડદો ચોમેર લટકાવી રાખ્યો હતો અને આગળના પડદા ઉપર મોટા અક્ષરે લખ્યું હતું કે આ પાંજરામાં પેલા જંગલી પ્રાણીઓથી પણ વધુ ભયંકર પ્રાણી છે. લોકો ઉત્સુકતાથી ત્યાં જોવા આવતા. ત્યાં ઊભેલો ચોકીદાર થોડોક પડદો ઉઠાવીને દર્શનઈચ્છુકને પાંજરા પાસે લઈ જતો. પાંજરામાં એક માણસને ઊભો રાખવામાં આવ્યો હતો અને એક બોર્ડ ઉપર લખ્યું હતું. ‘આ છે તે સહુથી વધુ ભયંકર પ્રાણી !’ હજારો વર્ષથી ચાલ્યું આવતું જગત આવા-જગતને નિરર્થક ધમરોળનારા- આવા અનેક માનવશત્રુઓની યાદો પાછળ છોડીને ઇસ્વીસનની એકવીસમી સદીનો સફર ખેડી રહ્યું છે. શું આજનું જગત એવા માનવશસ્ત્રુ કુમાનવોથી મુકત થઈ શકયું છે ખરૃં ? એકવીસમી સદીના પ્રથમ સોળ વર્ષમાં એ દુરાચારીઓએ મચાવેલા તોફાનોથી પચાસ લાખથી પણ વધુ માણસોનું લોહી રેડાયું છે. દેશોના દેશો તબાહ થઈ ગયા છે અને છતાં છેતરાયે જતો માનવ મહેરામણ તેમને પોતાના લીડર ગણે છે ! પણ કુદરતનો ફેંસલો બિલકુલ અલગ છે.

માનવ સમાજો પણ કેટલા ભોળા અને સાલસ સ્વભાવના છે, પ્રચાર અને પ્રસારની જાળોમાં ફસાઈને તેઓ આવા અહિતકારક તત્ત્વોને પોતાના હિતેચ્છુ સમજે છે. તેમની મોટાઈ માટે ગવાતા ગીતોમાં પોતાના સૂરઃ પુરાવીને તેમને પાનો ચઢાવવામાં સહાયક બને છે. માનવજાતનું અહિત કરનારા લોકોના ટેકેદાર બનવામાં કેટલું નુકસાન છે તે તેમને સમજાતું નથી. સમગ્ર માનવજાતના સાચા હિતચિંતકોને બાજુએ હડસેલી દઈને તેઓ આવા ઉત્પાતિયા લોકોને હાથાઓ બનવાની ભૂલ કરતા રહે છે અને એમ સમજે છે કે તેઓ બધુ બરાબર કરી રહ્યા છે ! કોઈપણ કોમ હોય, કોઈપણ માનવસમૂહ હોય, જ્યારે તેમના અંદર આવા ઉત્પાતીયા લોકોનું જોર વધી જાય છે, તેમના હાથો વડે માનવજીવન અને માનવ અસ્મિતા રગદોળાય છે, ધરતી પર ચારેકોર ફસાદનો માહોલ સર્જાય છે ત્યારે તેમનો અંત નજીક આવી જાય છે. કુદરતે ઈલાહીની વ્યવસ્થાનો હંમેશથી આ ક્રમ રહ્યો છે.

પ્રચાર પ્રસારની માયાજાળોમાં ફસાવાને બદલે માણસજાતે સ્વબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, દૂરદર્શિતા કેળવવી જોઈએ, સત્ય અને અસત્ય વચ્ચેના તફાવતને ઓળખવાની ક્ષમતા કેળવવી જોઈએ. હઇસો હઇસોમાં દોરવાઈ જવાના બદલે ઘડીક ઊભા રહીને સાર-અસારનું માપ કાઢતાં શીખવું જોઈએ. કોઈના ઝાંસા (ટ્રેપ)માં ફસાયા વિના સમગ્ર માનવજાત માટે સાર્વત્રિક ભલાઈના પ્રયોજનો શું છે અને તેની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તથા એ કામે કેવા લોકોની લીડરશીપ ઊભી કરવી જાઈએ. તેના ઉપર પૂરતો વિચાર કરીને સર્વજનહિતની કાર્યપદ્ધતી (સ્ટ્રેટેજી)ને વિકસવા અને વિકસાવવાના ચક્રો ગતિમાન કરવા જોઈએ. જો માનવજાત આ ક્ષમતા પોતાના અંદર કેળવી લેશે તો છેતરપીંડીઓ કરીને પોતાના તરભાણા ભરનારાઓના પ્રપંચોને તેઓ સારી રીતે ઓળખી લેશે. આ કામ ખૂબજ મહેનત અને બુદ્ધિક્ષમતા માંગી લે છે પણ કુદરતના પ્રકોપથી અંતે વિનાશને પંથે જવાના બદલે સાચો સન્માર્ગ શોધી કાઢવા તેમણે આ કામ કરવું જ પડશે. દરેક કોમના શાણા અને સમજદાર લોકોએ તેમના સંપર્કમાં આવતા જનસમૂહોને આ સત્ય સમજાવવું પડશે. મુક્તિનો આ જ એક માર્ગ છે. *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here