ભારતીય ગણતંત્ર દિવસ

0
142

દેશમાં કોમી રમખાણોનો ઇતિહાસ સ્પષ્ટપણે જણાવે છે કે સત્તા ચલાવનારાઓએ બંધારણની ધર્મ નિરપેક્ષતાના વિચારની ભારે ઉપેક્ષા કરી છે, અને લોકશાહી ઉપર હિંદુ રાષ્ટ્રનો કેસરિયો રંગ ચઢાવવાનો કુત્સિત પ્રયાસ કર્યો છે. એનડીએના શાસનકાળમાં બંધારણ-સમીક્ષાનો પણ દુસ્સાહસ કરવામાં આવી ચૂકયો છે. આ વાત સામાન્ય રીતે કહી શકાય છે કે કોમી રમખાણો દ્વારા મુસલમાનો ઉપર સુનિયોજિત રીતે દમન કરવામાં આવ્યો છે અને અસહિષ્ણુતાની આ જ બર્બર અઘોષિત નીતિ હજી પણ ચાલુ છે.

આ વખતે ર૬મી જાન્યુઆરી ર૦૧૮ના રોજ આપણા દેશનો ૬૮મો ગણતંત્ર દિવસ હતો. ઈ.સ.૧૯પ૦માં આ જ દિવસે ભારતીય ગણતાંત્રિક બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ દેશમાં જનતાંત્રિક શાસનની નવી પરોઢ હતી, જેનો પાયો ‘પ્રજાનો, પ્રજા દ્વારા, પ્રજા માટે’ (Of the People, By the People, For the People)ની સરકાર જેવા સૈદ્ધાંતિક-વાકય ઉપર મૂકવામાં આવ્યો હતો. ભારતીય બંધારણનું ચારિત્ર્ય ધર્મનિરપેક્ષ રાખવામાં આવ્યું છે, અને આને વધુ મજબૂત બનાવવા માટે આગળ જતાં ‘ધર્મ નિરપેક્ષ’ શબ્દ પણ બંધારણની પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો. ભારતીય બંધારણના ધર્મનિરપેક્ષ ચારિત્ર્યનો સીધો અર્થ અગાઉ પણ આ જ હતો અને આજે પણ આ જ છે કે ધાર્મિક આધાર ઉપર ન તો દેશનું સરકારી અને વહીવટી કામકાજ થશે અને ન તો આ આધાર ઉપર કોઈપણ પ્રકારનું પક્ષપાતી તથા પૂર્વાગ્રહી પગલું ભરવામાં આવશે. આ તો થઈ સૈદ્ધાંતિક વાત, પરંતુ શું વ્યવહારમાં આ સિદ્ધાંતને અપનાવાઈ શકયો છે ? ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે બંધારણની દુહાઈ આપનારા અને રક્ષકોએ પણ આના ચારિત્ર્યને ભૂંડી રીતે નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યો છે. આના અનેક ઉદાહરણો આપી શકાય છે. દેશમાં કોમી રમખાણોનો ઇતિહાસ સ્પષ્ટપણે જણાવે છે કે સત્તા ચલાવનારાઓએ બંધારણની ધર્મ નિરપેક્ષતાના વિચારની ભારે ઉપેક્ષા કરી છે, અને લોકશાહી ઉપર હિંદુ રાષ્ટ્રનો કેસરિયો રંગ ચઢાવવાનો કુત્સિત પ્રયાસ કર્યો છે. એનડીએના શાસનકાળમાં બંધારણ-સમીક્ષાનો પણ દુસ્સાહસ કરવામાં આવી ચૂકયો છે. આ વાત સામાન્ય રીતે કહી શકાય છે કે કોમી રમખાણો દ્વારા મુસલમાનો ઉપર સુનિયોજિત રીતે દમન કરવામાં આવ્યો છે અને અસહિષ્ણુતાની આ જ બર્બર અઘોષિત નીતિ હજી પણ ચાલુ છે.
બીજી બાજુ દેશના બંધારણ ઉપર પાલન કરવાનો દાવો કરવામાં આવે છે. વાસ્તવમાં ઢોંગી કે દંભી સત્તાધારીઓએ પોતાના હૃદયની ભીતર ઝાંકવું જોઈએ અને આ જોવું જોઈએ કે તેઓ કેટલા ધર્મનિરપેક્ષ છે ? જો તેઓ ધર્મ-નિરપેક્ષ નથી તો સત્તા ચલાવવાને લાયક પણ નથી. બંધારણ-દ્રોહી લોકો કયારેય રાજ-સત્તાને લાયક બની પણ નથી શકતા, પરંતુ આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છેે. ધર્મ-નિરપેક્ષતાની ઓથમાં દરેક કુત્સિત અને કલંકિત ઉદ્દેશ્યો પૂરા કરવામાં આવે છે. હવે તો આ વાત કહેવત બની ચૂકી છે કે ધર્મ-નિરપેક્ષતાનું ફરજિયાતપણું હંમેશાં જ સત્તા-સાશન માટે જ હોય છે. પશ્ચિમની લોકશાહીમાં અને અંગ્રેજી ‘સેકયુલર’ શબ્દ સત્તાધારી કે શાસકના કર્તવ્યોનો વ્યંજક અને કર્તવ્યબોધક શબ્દ છે. આથી ધર્મ-નિરપેક્ષતાની નિર્મમ હત્યા માટે જવાબદાર શાસક વર્ગ જ ઠરે છે. પ્રજાને આના માટે દોષિત ઠેરવી શકાય નહીં. પ્રજા તો તેના ભ્રમનો ભોગ બની જતી હોય છે. આ રીતે બંધારણે આપેલ પ્રજાના મૂળભૂત અધિકારોનું પણ હનન કરવામાં આવે છે. આ અંગે સર્વપ્રથમ ભારતીય બંધારણની કલમ-રપનો ઉલ્લેખ કરવો ઉચિત ગણાશે. આ કલમ ધાર્મિક સ્વતંત્રતાને લગતી છે. આમાં કહેવામાં આવ્યું છે કે તમામ નાગરિકોને અંતઃકરણની સ્વતંત્રતા અને ધર્મને પૂરેપૂરી રીતે માનવા, તેના પર આચરણ કરવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવાનો સમાન રીતે અધિકાર પ્રાપ્ત હશે. આ જ ક્રમમાં કલમ-ર૬માં ધાર્મિક અને પૂર્વ-પ્રયોજનો માટે સંસ્થા-સંગઠનોની સ્થાપના તથા નિભાવ, પોતાના ધાર્મિક કાર્યો સંબંધિત બાબતોનો વહીવટ કરવાનો અને સ્થાવર તથા જંગમ મિલકતોના ઉપાર્જનનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ધર્મ-નિરપેક્ષાનું પાલન માત્ર નાગરિકોએ જ નહીં સત્તા (સરકાર)એ પણ કરવાનું છે.
અંગ્રેજીની વેબ્સ્ટર્સ ડિક્ષનરી મુજબ સેકયુલર એ છે કે જે ધર્મથી બંધાયેલ ન રહે ‘સેકયુલરિસ્ટ’ એ છે કે જે ધર્મના બદલે દુન્યવી બાબતોમાં વિશ્વાસ ધરાવે છે, અને ‘સેકયુલરિઝમ’ એવા લોકોના પોષણનું તંત્ર છે. ‘ઓક્ષફોર્ડ ડિક્ષનરી’ અનુસાર ધર્મ-નિરપેક્ષતાનો અર્થ છે ધર્મને સંરક્ષણ નહીં આપનારી સરકાર. અમેરિકી બંધારણમાં ધર્મ-નિરપેક્ષતા સંબંધિત જે વ્યવસ્થા કલમ ૬, ધારા-૩ (૧૭૮૭)માં છે, તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોઈ હોદ્દા અને દાયિત્વના ઉંડા જ્ઞાાન માટે કોઈ ધાર્મિક તુલાની અનિવાર્યતા નહીં હોય. પશ્ચિમના તમામ લોકતંત્રોમાં આ વ્યવસ્થા છે કે રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને સંરક્ષણ આપવામાં નહીં આવે અને ન તો ધાર્મિક આધારો ઉપર સેવા કે સાર્વજનિક પદ કે હોદ્દા માટે યોગ્યતાનું નિર્ધારણ થશે. આથી કોઈપણ ધર્મ-નિરપેક્ષ શાસન-તંત્રની આ જવાબદારી કે દાયિત્વ અને કાર્ય છે કે તે કોઈ પણ હોદ્દા કે નોકરીમાં ધર્મના આધારે ભેદભાવ ન કરે. દુભાર્ગય અને ચિંતાની વાત આ પણ છે કે આપણા દેશમાં આ તમામ અનિચ્છનીય દુષ્કૃત્યો ગણતંત્ર અને ધર્મ-નિરપેક્ષતાના નામે આની ઓથમાં કરવામાં આવી રહ્યા છે. નોકરીઓમાં ભેદભાવ હજી પણ મોટા પ્રમાણમાં મૌજૂદ છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓને ઉચ્છૃંખલતાની હદ સુધી આઝાદી મળેલી છે, અને એક ધર્મ-વિશેષનો અઘોષિત રૃપે ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ વિષમ પરિસ્થિતિમાં આ કેવી રીતે કહી શકાય કે ભારતીય ગણતંત્ર અને ધર્મ-નિરપેક્ષતા ફાલીફૂલી રહી છે, અને આમની ગતિ તથા સ્થિતિના પુનરાવલોકનની આવશ્યકતા નથી. આ વિષમ સ્થિતિને સુધારવાની તાત્કાલિક આવશ્યકતા છે. આ આશયનો સંકલ્પ ગણતંત્ર દિવસે દરેક ભારતીય નાગરિકે લેવો જોઈએ. વાસ્તવમાં ‘ધર્મ-નિરપેક્ષ ગણતંત્ર’ સંસ્થાનવાદ આધનુકિતાનો શબ્દ છે, જે નાગરિકોને ટ્રેજિક સ્થિતિમાં લઈ જઈને તેમનું ભરપૂર શોષણ કરે છે અને સમાજના જે વર્ગ કે સુમદાયનો વિકાસ અવરોધવા ચાહે છે અવરોધી દે છે, તેમ છતાં શોષણ કરનારાઓ, ‘નિષ્કલંક’ બચી જવામાં સફળ થઈ જાય છે. દેખીતું છે કે અંગ્રેજોએ મુસ્લિમ શાસનકાળના સ્હજ ચારિત્ર્યને ત્યજીને આને અપનાવ્યો હતો. આપણા દેશના બંધારણ-ઘડવૈયાઓએ આને નિઃસંકોચ અપનાવી લીધો. અહીં આ કહેવું અનુચિત નહીં હોય કે જો બંધારણ-ઘડવૈયાઓ મુસ્લિમ શાસનકાળની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here