પેશન્ટ હાઉસ હોસ્પિટલ મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

0
235

ડો. એમ. સાદિક દ્વારા ખમાસા, અહમદાબાદ ખાતે સંચાલિત પેશન્ટ હાઉસ હવે નરોત્તમ ઝવેરી હોલની સામે, પાલડી ચાર રસ્તા, પાલડી , અહમદાબાદ ખાતે સ્થળાંતર થયું છે. તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮, રવિવારે સવારે ૯.૦૦ વાગે પેશન્ટ હાઉસના નવા મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. હોસ્પિટલના સંચાલક ડો.કાઝીએ અલ્લાહનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, લોકોની દુઆ અને સાથ-સહકારને કારણે જ અમે હોસ્પિટલનું વિસ્તરણ કરી નવા મોટા સ્થાને સ્થળાંતર કરી રહ્યાં છીએ. ડો. કાઝીએ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલ લોકોએ જે રીતે વધાવ્યા તે બદલ એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીં વિવિધ રોગોના નિષ્ણાત ડોકટરો પોતાની સેવાઓ આપશે. સાથે જ અહીં ડીલક્ષ રૃમ, સ્પેશિયલ રૃમ અને સેમી સ્પેશિયલ રૃમ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here