તલાક સંબંધિત સૂચિત બિલ ભારતીય બંધારણ અને શરિઅત વિરુદ્ધ

0
81

-એન્જિનિયર મુહમ્મદ સલીમ

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ તલાક સંબંધિત બિલ લોકસભામાં મંજૂર કરાવ્યા બાદ તેને રાજ્યસભામાં મંજૂર ન કરાવી શકવાના લીધે હાલ તો તે રોકાઈ ગયો છે પરંતુ તેને ફરીથી બજેટ સત્રમાં રજૂ કરવાનું કહેવાઈ રહ્યું છે. આ બિલ અંગે જમાઅતે ઇસ્લામી હિંદના સેક્રેટરી જનરલ એન્જિનિયર મુહમ્મદ સલીમે જણાવ્યું કે આ બિલ (કાયદો) બિનજરૃરી, શરીઅત અને મહિલાઓના અધિકારો તથા હિતોની વિરુદ્ધ છે. આ બિલ (કાયદા)માં એક સાથે ત્રણ તલાક આપનારા પુરૃષો માટે ત્રણ વર્ષની કેદ અને દંડની સજા સૂચવવામાંઆવી છે.

એક અખબારી નિવેદનમાં વધુમાં તેમણે જણાવ્યું કે આ બિલ માત્ર ભારતીય બંધારણની ધાર્મિક સ્વાતંત્ર્યની કલમ-રપથી ટકરાયછે, બલ્કે ત્રણ તલાક સંબંધિત સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાની પણ વિરુદ્ધ છે. બાહ્ય રીતે જોતાં આ બિલ લાવવાનો હેતુ તલાક પામેલ મહિલાઓના અધિકારોનું રક્ષણ બતાવાયો છે, પરંતુ જ્યારે ત્રણ તલાક થશે જ નહીં તો પછી સજા કેવી રીતે આપી શકાય છે. પછીઆ બિલની કલમ-પમાં કહેવામાં આવ્યંુ છે કે તલાક આપનાર પુરુષ પોતાની પત્ની અને બાળકોના ભરણ-પોષણ માટે પણ જવાબદાર રહેશે. અહીં પ્રશ્ન આ ઉદભવે છે કે જે પુરુષ જેલમાં હોય તે કેવી રીતે પોતાની પત્ની અને બાળકોનું ભરણપોષણ કરી શકશે ? વધુમાં આ કે ત્રણ વર્ષની જેલ સજા કાપીને આવનાર પુરૃષથી આ આશા કેવી રીતે રાખી શકાશે કે તે પત્ની સાથે સુમેળભર્યું જીવન ગુજારી શકશે ?

તેમણે કહ્યું કે સરકાર શરીઅતના કાયદા સંબંધિત બિલ લાવી રહી છે, પરંતુ તેણે ઇસ્લામી શરીઅતના નિષ્ણાત સ્કોલર્સ (વિદ્વાનો), આલિમો, દીની તથા મિલ્લી સંસ્થાઓ તેમજ મુસ્લિમ મહિલાઓના સંગઠનો સાથે સલાહ-મસ્લત કરવાની જાણે કે કોઈ જરૃરત જ નથી સમજી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ પ્રકારના કોઈપણ બિલની સહેજેય કોઈ જરૃરત અને ગુંજાયશ નથી. આ ઉપરાંત કાયદાના નિષ્ણાતોના મતાનુસાર વર્તમાન બિલ બંધારણની કેટલીક કલમો ૧૪, ૧પ અને રપની પણ વિરુદ્ધ છે. પોતાના નિવેદનના અંતે એન્જિનિયર મુહમ્મદ સલીમે સરકારનું ધ્યાન દોર્યું કે તે શરીઅતમાં દખલગીરી ન કરે, અને આ બિલને આગળ ન વધારે. તેમણે લોકસભામાં કેટલાક વિરોધ પક્ષો તરફથી આ બિલના સમર્થન અંગે અફસોસ વ્યકત કર્યો અને તેમને અપીલ કરી કે જો આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે તો તેનો સ્પષ્ટપણે વિરોધ કરવામાં આવે. ત્રણ તલાક બિલ લોકસભામાં નામંજૂર થવા માટેના ગુનેગાર સંસદમાં ગેરહાજર રહેનાર આલિમો પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here