ગુજરાત સરકાર વિરુદ્ધ દલિતો દ્વારા વિરોધ પ્રદર્શનો

0
118

અહમદઆબાદ,
ગુજરાતમાં ભાજપે એકવાર ફરીથી સરકાર ભલે બનાવી લીધી હોય, પરંતુ રાજ્યની પ્રજાની તેનાથી રાજી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
હાલમાં જ બે દલિત મજૂરોને જમીન એલોટ નહીં કરવાની વિરુદ્ધ આક્રોશ વ્યકત કરતાં દલિત સામાજિક કાર્યકર ભાનુપ્રસાદ વણકરના આત્મ-વિલોપનના પ્રયત્ન બાદ તેમના મૃત્યુથી રાજ્યના મુખ્યમંત્રી રૃપાણીની સરકાર વધુ ભીંસમાં દેખાઈ રહી છે. ભાનુપ્રસાદ વણકર બે દલિત મજૂરોના સમર્થનમાં જમીન એલોટ કરવાની માગણી કરતાં લાંબા સમયથી દેખાવો કરી રહ્યા હતા. તા.૧પમીને ગુરૃવારના રોજ તેમણે કલેકટરના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શિત કરતાં આત્મવિલોપન કરી લીધું હતું. તેના પરિણામ સ્વરૃપે તા.૧૭, શનિવારના રોજ ભારે દબાણ સર્જાતાં જમીન એલોટ કરવાની ઘોષણા કરી હતી, છતાં આ દરમ્યાન ભાનુભાઈનું મૃત્યુ થઈ જતાં સમગ્ર દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો. ભાનુપ્રસાદ વણકર ઉના ઘટના બાદથી જિગ્નેશ મેવાણીની સંસ્થા સાથે જોડાયેલા હતા.
તેમના મૃત્યુ બાદ તા.૧૮ ફેબ્રુઆરી રવિવારના રોજ અહમદઆબાદ, ગાંધીનગર, ઉંઝા, મહેસાણા, છાપી, વડગામ અને પાટણ વિ.માં દલિતોમાં ભારે રોષ ભભૂકી ઉઠતાં તેઓ માર્ગો પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ સહિતના વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો યોજાયાના સમાચાર મળી રહ્યા છે. ભારે આક્રોશના લીધે રાજ્યભરમાં લોકો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો, વાહનોમાં ભાંગફોડ અને આગચંપી વિ. જેવા બનાવો બનતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
જો અખબારોના સમાચારોનેસામે રાખીએ તોભાનુભાઈ વણકરના મૃત્યુ બાદ દલિતો દ્વારા કરાયેલ વિરોધ પ્રદર્શનો દરમ્યાન કરાયેલ નુકસાનના કારણસર લોકોને ઘરોમાં ઘૂસીને માર્યાની વિગતો પણ સામે આવી રહી છે. આ અંગે યોગ્ય રજૂઆત કરાયાની વાત પણ સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here