ગુજરાત ચૂંટણીઓમાં મુસલમાનો માટે બોધ

0
228

મારા પિતા મર્હૂમ ઘણીવાર કહ્યા કરતા હતા કે હિંદુ કોમ દિલની સાફ અને તમામ બિનમુસ્લિમ કોમોમાં તે મુસલમાનો સાથે ભાવનાત્મક રીતે સૌથી નજકીના લોકો છે !

તેમનો (મારા પિતાનો) આ અભિપ્રાય જીવનરૃપી પુસ્તકના લાંબા અને ઊંડા અધ્યયયનના આધારે બંધાયો હતો, જેમાં તેમના બાળપણના મિત્રોના સ્મરણો સામેલ હતા, જેમની સાથે તેમનો રોજિંદો સંબંધ હતો. બાબરી મસ્જિદની શહાદત પણ તેમના આ વિશ્વાસને ડગમગાવી ન શકી, પરંતુ એ પછી ગુજરાતમાં ર૦૦રના રમખાણો થયા અને તેમના નિરીક્ષણમાં ફેરફાર આવવા લાગ્યો. તેઓ કોઈ સોશ્યલ સાયન્ટિસ્ટ ન હતા, પરંતુ તેઓ એ ફેરફાર કે પરિવર્તનને અનુભવી રહ્યા હતા.

બાબરી મસ્જિદની શહાદત અને ગુજરાતના ર૦૦રના રમખાણો ભારતીય સમાજના બદલાતા માળખાના બે અલગ-અલગ કાળ છે ! આ બંને અલગ-અલગ રીતે અને અલગ-અલગ ભાવનાઓથી અને અલગ-અલગ રાજકીય પરિણામો માટે જોઈ શકાય છે. પ્રથમમાં તમામ નફરતો છતાં રમખાણો અને નફરત બહુ નીચે કે ઊંડે સુધી પહોંચી શકી ન હતી. પરંતુ ગુજરાત રમખાણોમાં નફરત અને તેનું હિંસક પ્રદર્શન એક રાજકીય ડહાપણ કે કાર્યરીતિ બની ચૂકી હતી જેને રાજકીય પક્ષો અને રાજ્યની સપરસ્તી કે સમર્થન પણ પ્રાપ્ત હતું.

એવું લાગ્યું હતું કે બાબરી મસ્જિદની શહાદતે હિંદુઓના એક વર્ગના અંતરાત્માને હચમચાવી મૂકયો હતો. તે પોતાના અંતરાત્માના અવાજને સાંભળવા ઇચ્છતા હતા. પરંતુ ગુજરાત રમખાણોએ એ ફેરફાર કે પરિવર્તન માત્ર અટકાવી દીધો એટલું જ નહીં, બલ્કે તેને એક સફળ રાજકીય (સ્ટ્રેટેજી) ‘હિકમતે અમલી’ રૃપે ઉપયોગ કર્યો. શું ગુજરાત રમખાણોએ હિંદુ અંતરાત્માને હચમચાવ્યો ? શું એ હિંસાએ તેમના અંતરાત્માને સાદ પાડયો !! કદાચ નહીં, કેમ કે આંતરરાષ્ટ્રીય રાજકારણ મુસલમાનોની વિરુદ્ધ તમામ આરોપોને સાચા પુરવાર કરી રહ્યા હતા.

પોલિટિકસ એક મજબૂત કોમપરસ્ત/ કોમી રાજકારણને જન્મ આપી રહ્યું હતું, અને સાચર રિપોર્ટ મુસલમાન ‘ઓબીસી’ મિડલ કલાસના ઉભારની નિર્બળતાને જાહેર કરી રહ્યો હતો. સૌથી અફસોસજનક વાત આ હતી કે મુસ્લિમ આગેવાનો આ અહેવાલ પછી પણ મિલ્લતના વિકાસનો કોઈ સંયુકત એજન્ડા બનાવી ન શકયા. પરંતુ મુસ્લિમ રાજકારણ શોર મચાવવા લાગ્યું હતું, જેના પરિણામરૃપે કેટલાક રાજ્યોમાં અને કેન્દ્રમાં મુસ્લિમ રાજકીય ચહેરા તો વધી ગયા, પરંતુ જમીની (ભૂમિ) સ્તરે મુસ્લિમ એમ્પાવરમેન્ટની ચળવળ પહોંચવામાં નિષ્ફળ રહી.

આ સૌની વિરુદ્ધ ભારતીય જનતા પક્ષ ભારતીય પ્રજાને આ બતાવવામાં સફળ રહ્યો કે મુસલમાન દેશના ખજાના લૂંટી રહ્યા છે, અને તમને કંઈ નથી મળી રહ્યું. આથી ફકત ઓબીસી જ નહીં બલ્કે પછાત વર્ગના મતો પણ કોંગ્રેસ અને સપા છોડીને જવા લાગ્યા. આ સમજવું મુશ્કેલ ન હતું, કે ગુજરાત રમખાણો ફકત રમખાણો જ ન હતા. બલ્કે એક રાજકીય પ્રક્રિયાની શરૃઆત હતી જેની અસર આવનારા વર્ષોમાં ફકત ભાજપના માત્ર ચૂંટણી વિજયના રૃપમાં જ નહીં, બલ્કે બિન-ભાજપી પક્ષોના ‘સોફટ’ હિંદુત્વનો કાર્ડ રમવા માટે મજબૂર હોવાના રૃપમાં પણ વ્યક્ત/જાહેર થયું. આ મુસ્લિમ મતોને મોટી સંખ્યામાં હોવા છતાં બે-વજન કે અસરવિહોણા બનાવવાની સૌથી અસરકારક નીતિ કે યુક્તિ પુરવાર થઈ. હવે ગુજરાત ચૂંટણીના પરિણામો પરથી આ સમજવું સહેલું છે કે કોંગ્રેસ અને અન્ય બિનભાજપી પક્ષોએ ભાજપે રચેલી રમતમાં જ રમવું પડશે. એવું નથી લાગતું કે કોંગ્રેસ અને અન્ય પક્ષો મુસ્લિમ વિરોધી ભાવનાઓને ઘટાડવા માટે ગંભીર છે અને એ પણ ખાસ કરીને એવા સમયે કે જ્યારે તેમના હિંદુ મતોના સિદ્ધાંતથી ‘મેજોરીટીનીઝમ’ (બહુમતીવાદ) બેંક સરકી જવાનો ભય હોય. આ પરિસ્થિતિને રાજકારણમાં લોકશાહી સાથે સરખાવી શકાય નહીં.

આથી આ સમજવું કે આવનારી સામાન્ય ચૂંટણીઓ (લોકસભાની ચૂંટણીઓ)માં રાજકીય પરિવર્તન આવી શકે છે એ ખૂબજ મુશ્કેલ છે. કોંગ્રેસની વર્તમાન કાર્યપદ્ધતિ કે નીતિ આને રાજકીય રીતે મજબૂત બનાવશે, પરંતુ એક સેકયુલર (બિનસાંપ્રદાયિક) રાજકારણને મજબૂત નહીં કરે તો પછી આવામાં મુસલમાનો શું કરે ?

પ્રથમ, આ સ્વીકારી લઈએ કે મુસ્લિમ વિરોધી ભાવનાઓ માત્ર ધાર્મિક નફરત જ નથી બલ્કે એક રાજકીય પ્રક્રિયા છે અને તેનો હેતુ રાજકીય શતરંજ પર મુસ્લિમ મતોને ચેક-મેટ કરવા છે. આ યુક્તિને સમજવી એ કોઈપણ પ્રયત્નની સફળતા માટે પ્રથમ શરત છે.
બીજું આ કે મુસલમાનોએ પોતાના રાજકીય પ્રભાવનો વાસ્તવવાદી અંદાજો લગાવવો પડશે. તમો કિંગ નથી બની શકતા, પરંતુ જો તમો ચાહો તો સ્વમાનભેર કિંગ મેકર અવશ્ય બની શકો છો. જો તમે કિંગ મેકર પણ નથી બનવા ઈચ્છતા તો બીજા ઘણા બધા લોકો ‘Pragmatic’ બની શકે છે. આ વાસ્તવિકતાનો એકરાર રાજકારણ ભણી પ્રથમ પગલું છે.

ત્રીજું આ કે તમારે આ જોવું પડશે કે તમારૃં રાજકારણ અને તમારા સામાજિક અમલ વચ્ચે કેટલું અંતર છે ? ઉવૈસી, પીસ પાર્ટી કે વેલ્ફેર પાર્ટીએ રાજકીય મોર્ચો તો બનાવી લીધો, પરંતુ તેના માટે જરૃરી સામાજીક આંદોલન શરૃ નથી કર્યું. કાંશીરામના
ાાર્ટીએ બોધ ગ્રહણ નથી કર્યો. એક મોટા સામાજીક આંદોલન વિના કોઈ પણ મુસ્લિમ રાજકારણ મુસલમાનોને લાભ નથી પહોંચાડી શકતું. જો કે તે કેટલાક મુસ્લિમ ચહેરાઓને ઉભારી દે.

ચોથું આ કે આ દેશમાં મુસલમાનોનું ભાગ્ય અને બિનમુસ્લિમોનું ભાગ્ય અલગ-અલગ નથી અને બંને સમાજોની ભલાઈ અને કલ્યાણ મુસલમાનોની રાજકીય કાર્ય-પદ્ધતિના આધાર પર થશે. આ વિચારધારાને મેઈન-સ્ટ્રીમ (મુખ્ય) વિચારધારા બનાવવી પડશે.

પાંચમું આ કે મુસલમાનોને ભીડ બનાવ્યે રાખવામાં અને તેમને વ્યવસ્થિત ને સંગઠીત બનાવવામાં કયું વલણ વધારે જરૃરી છે તેના પર વિચાર કરવો પડશે. આ વાતમાં શંકા નથી કે પાંચ વખતની નમાઝ એકી સાથે પઢવા છતાં મુસલમાનો એક ભીડની જેમ અદા કરે છે, એવી જ રીતે કે જેવી રીતે મુશાયરાઓમાં કરે છે. મને આ વાતમાં શંકા છે કે ઉવૈસી, પીસ પાર્ટી કે વેલ્ફેર પાર્ટી તેમજ અન્ય દીની તથા દીની ન હોય તેવી પાર્ટીઓ અને સંસ્થાઓ મુસલમાનોને સંગઠિત કરવા અને તેમને એક લોકશાહી માટે જરૃરી જાગૃત નાગરિક બનાવવા માટે વધુ ધ્યાન આપી રહ્યા છે.

આ પાંચ મુદ્દાઓ જ પૂરતા નથી. બીજા ઘણા નિષ્ણાતો અને અગ્રણીઓ કે નેતૃત્વ પાસે અન્ય વધુ સારા સૂચનો હોઈ શકે છે, પરંતુ જરૃરી છે કે સૈદ્ધાંતિક રીતે કંઈક કાર્ય-રીતિ, પદ્ધતિ (સ્ટ્રેટેજી) અપનાવવામાં આવે અને મુસલમાનો પોતાના મતોના વજનનું પૂરૃં મૂલ્ય મેળવવાને પાત્ર હોય. લોકશાહી વ્યવસ્થામાં નાગરિક એકબીજાના દુઃખ-દર્દમાં સામેલ-ભાગીદાર હોય છે. આથી આ દેશની તકલીફોમાં મુસલમાનો સમાન રીતે સામેલ હોય અને આ દેશની સફળતાઓમાં પણ તેમની ભાગીદારી હોય.

હું હજી પણ આ જ સમજું છું કે આ દેશના લોકો મુસલમાનોના સૌથી સારા દેશ-બાંધવ તથા મિત્ર છે. રાજકીય પ્રામથિકતાએ અમને અલગ-અલગ કરી દીધા છે. આ દેશને મુસ્લિમ દુશ્મન રાષ્ટ્ર બનાવી શકાય નહીં અને ગુજરાત ચૂંટણીના પરિણામો આ વાતની નિશાની છે કે ભારતીય પ્રજા વૈકલ્પિક રાજકારણ માટે તૈયાર છે, પછી એ તમે રજૂ કરો, હાર્દિક પટેલ રજૂ કરે, રાહુલ રજૂ કરે અથવા તો તમામ લોકો મળીને રજૂ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here