ઈસ્લામ આતંકવાદીઓનો નહીં પરંતુ માનવતાનાં મશાલચીઓનો ધર્મ છે

0
83

સ્લિમોને આતંકવાદી સાબિત કરવા માટે એક એવો દુષ્પ્રચાર પણ કરવામાં આવે છે કે ઇસ્લામ ધર્મ માનવ સ્વભાવને અનુરૃપ નથી. તેમાં વ્યક્તિનો માનસિક, વિકાસ રૃંધાય છે એ માનવીની પ્રકૃતિ પ્રમાણે નથી, અજ્ઞાાનતાને પોષનારું તથા સમય સાથે તાલ મેળવવામાં નિષ્ફળ ગયેલ ધર્મ છે, તેમાં વૈજ્ઞાાનિક અભિગમનો અભાવ છે. વગેરે વગેરે…. આથી મુસ્લિમો અન્યોથી જુદા પડે છે અને તેઓમાં આતંકવાદ જન્મથી જ હોય છે. આમ વિશ્વભરના મુસ્લિમો જાણે કે અન્ય ગ્રહોમાંથી આવેલ છે એવો દુષ્પ્રચાર કરવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે ભણેલા-ગણેલા કહેવાતા મુસ્લિમ તથા અન્ય બુદ્ધિજીવીઓ પણ આ થીયરીને માન્ય કરી મુસ્લિમો સામે અણગમો વ્યકત કરે છે તથા તેમની સાથે દુર્વ્યવહાર કરતા અચકાતા નથી. અરે ભલા માણસો આજે ર૧મી સદીમાં પણ તમે આવા વિચારોથી પીડાવ છો તો તમને શરમ આવવી જોઈએ. તમે બુદ્ધિજીવી શબ્દને લાંછન નથી લગાવતા તો બીજું શું કરો છો ?
ઇસ્લામમાં અણિશુદ્ધ એકેશ્વરવાદ (તૌહીદ)ના કારણે માનવી જુદા જુદા દેવ-દેવીઓ તથા મા’બૂદો (ઉપાસ્યો)ની ઝંઝટમાંથી છુટકારો મેળવે છે. આથી તે શાંત ચિત્તે એક જ અલ્લાહની બંદગી તરફ વળે છે. આથી તેની માનસિક તાણ દૂર થાય છે. તે નિશ્ચિંત, નિર્ભયી તથા આનંદિત બને છે. જુદા જુદા ઉપાસ્યોના કારણે તે જે ગૂંચવાડાઓ અનુભવતો હતો, તેમનાથી છુટકારો મેળવે છે. આમ માનવીને સાચો જ્ઞાાન મળે છે કે અલ્લાહ એક અને એક જ છે. તેનો કોઈ સમોવડિયો, ભાગીદાર, સહાયક તથા મદદગાર નથી. તે કોઈનો મોહતાજ નથી. આમ ધર્મગુરૃઓની વણઝારમાંથી માનવીને મુકત કરી, સાચા જ્ઞાાન તરફ દોરે છે. પાયાની અજ્ઞાાનતાને ઇસ્લામ ધર્મ દૂર કરતો હોવાથી તે અજ્ઞાાનતાને ઉત્તેજન આપે છે એવું કઈ રીતે કહી શકાય ?
અલ્લાહે કુઆર્નશરીફમાં બુદ્ધિગમ્ય, તાર્કિક તથા વૈજ્ઞાાનિક દલીલો દ્વારા પોતાની સર્વોપરિતા સિદ્ધ કરે છે. બે-ત્રણ દાખલાઓ આ માટે પૂરતા છે. ‘જો આકાશો અને ધરતીમાં એક અલ્લાહ સિવાય બીજા ખુદાઓ પણ હોત તો (ધરતી અને આકાશ) બંનેનું તંત્ર બગડી જાત.’ (ર૧ઃરર)
‘અલ્લાહે કોઈને પોતાની ઔલાદ બનાવી નથી, અને બીજા ખુદાઓ તેની સાથે નથી. જો આવું જ હોત તો દરેક પોતાના સર્જનોને લઈને અલગ થઈ જાત અને પછી તેઓ એક બીજા ઉપર હુમલો કરત. પવિત્ર છે અલ્લાહ એ સર્વ વાતોથી જે આ લોકો બનાવે છે. (ર૩ઃ૯૧)
‘હે લોકો તમને એક દૃષ્ટાંત આપવામાં આવે છે. ધ્યાનપૂર્વક સાંભળો જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડી પોકારો છો, તેઓ સૌ ભેગા મળીને એક માખી પેદા કરવા ચાહે તો પણ કરી શકતા નથી. બલ્કે જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવી લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ શકતા નથી.’ (સૂરઃ અલ-હજ્જ ૭૩-૭૪)
આથી મજબૂત તાર્કિક, બુદ્ધિગમ્ય તથા વૈજ્ઞાાનિક દલીલ કઈ હોઈ શકે ? આમ કુઆર્ને કરીમ બંદાના જ્ઞાાનમાં વધારો કરે છે. એકેશ્વરવાદ માટે અન્ય કોઈ ધાર્મિક પુસ્તકમાં આવી સચોટ દલીલ હોય તો બતાવો ? આવી તો અનેક દલીલો રજૂ કરવામાં આવી છે, જેમાં બુદ્ધિ, તર્ક તથા વિજ્ઞાાનની ઝલક જોવા મળે છે.
ઇસ્લામ અજ્ઞાાનતાને પોષે છે, એવી જે પાંગળી દલીલ કરવામા આવે છે તેના જવાબમાં કહી શકાય છે કે અલ્લાહે કુઆર્ને કરીમમાં એક જગ્યાએ કલમના સોગંદ ખાઈ માનવીને સંબોધન કર્યું છે. કલમના કારણે જ આજે વિશ્વભરમાં જ્ઞાાનનો પ્રકાશ ફેલાયો છે અને માનવી અનેક શોધખોળો કરી શકયો છે. એક જગ્યાએ ફરમાવવામાં આવ્યું છે કે અમો એ માનવીને કલમ દ્વારા જ્ઞાાન પીરસ્યું. આથી જ માનવ સત્ય-અસત્યની તુલના કરી બંને વચ્ચેનો ફરક સમજી શકે છે. અનેક જગ્યાએ માનવીને વિચારવાનું કહેવામાં આવ્યું છે જેથી માનવીની વિચારશક્તિ ખીલે અને તે સાચા અર્થમાં માનવી બની રહેે. ખાલી વિચાર કરી શોધખોળો કરી પશુઓની જેમ જીવવા માટે નહીં પરંતુ તેનું જીવન સોળે કળાએ ખીલે એવી તાકીદ કરવામાં આવી છે. જે ત્યારે જ શકય બને જ્યારે માનવી અલ્લાહના દર્શાવેલ માર્ગદર્શન મુજબ ચાલે… જો તે પ્રમાણે નહીં ચાલે તો અન્ય કોમોની જેમ ગુમરાહ થવાના ૧૦૦ ટકા ચાન્સીસ છે. આ માટે વિશ્વભરમાં નાશ પામેલ સંસ્કૃતિના અવશેષો જોવાની માનવીને અલ્લાહ શિખામણ આપે છે.
માનવ સ્વભાવને સ્પર્શતા અનેક પાસાઓનો પણ કુઆર્ને મજીદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે ગુસ્સાને હરામ ઠેરવવામાં આવ્યું છે. મોર્ડન સાયન્સ પણ કહે છે કે ગુસ્સાને કારણે માનવીની બુદ્ધિ મંદ પડે છે. શારીરિક તથા માનસિક નુકસાન થાય છે. સ્વચ્છતાને અડધા ઈમાન બરાબર ગણવામાં આવ્યું છે. પાંચ ટાઈમની નમાઝમાં શરીરના ઉઘાડા રહેતા અવયવોને પાણીથી ધોવા માટે તાકીદ કરવામાં આવી છે. બે લોટા પાણીથી સ્નાન કરવાની જગ્યાએ હદીસોમાં સ્નાનની ખાસ રીત બતાવાવમાં આવી છે જેથી શરીરના કોઈ પણ અંગમાં મેલ ન ભરાઈ રહે અને બેકટેરીયા ન જન્મે, નકામા વાળ તથા નખ કાપવાની તાકીદ કરવામાં આવી છે. વિશ્વના અન્ય ધર્મોમાં આ બધી જ બાબતો ફરજિયાત નથી. જ્યારે ઈસ્લામમાં અધૂરા સ્નાનથી બંદગી પણ થઈ શકતી નથી. મુસ્લિમોને સ્વચ્છતાની તાલીમ આપનારા પહેલાં પોતાના ગિરેહબાનમાં મોઢું નાખી જુએ. ગરીબીમાં પણ મુસ્લિમ પાક (સ્વચ્છ) રહે છે.
કુઆર્ને શરીફમાં અલ્લાહ અને બંદા વચ્ચેના સંબંધો, પતિ-પત્ની વચ્ચેના સંબંધો, મા-બાપ સાથેના, બાપ-બેટા સાથેના તથા સગા-સંબંધીઓ સાથેના સંબંધો, પરસ્પરના સંબંધો, પાડોશીઓ સાથેના સંબંધો, પરસ્પરના સંબંધો, સમાજના ગરીબ તથા કચડાયેલા વર્ગ સાથેના સંબંધો, બિનમુસ્લિમ સાથેના સંબંધો, યુદ્ધકેદીઓ સાથેના સંબંધોની ઝીણવટભરી રીતે સવિસ્તાર વિગતો આપવામાં આવી છે. માનવીના કોપઈણ પાસાને બાકાત રાખવામાં આવ્યું જ નથી. અહીં સુધી કે પૃથ્વીના અન્ય જીવો સાથે કેવો વ્યવહાર કરવો તેની પણ વિગત આપી છે. કુઆર્નેશરીફમાં અલ્લાહ એક જગ્યાએ ફરમાવે છે કે તમે પૃથ્વી પરના અન્ય જીવો પ્રત્યે દયા દાખવશો તો અલ્લાહ તમારા પ્રત્યે દયા (રહમ) દાખવશે. એક જગ્યાએ ફરમાવે છે કે નિર્દોષ માનવીની હત્યા એ સમસ્ત માનવજાતની હત્યા સમાન છે. જે ધભર્મ આવી શિખામણ આપતો હોય તે આતંકવાદીઓનો ધર્મ જ કઈ રીતે હોઈ શકે ? દુષ્પ્રચાર કરનારાઓ પહેલા કુઆર્નેપાકનું અધ્યયન કરો.
માનવ સ્વભાવની એક કુટેવ એ છે કે તે પોતાની નાત-જાત, વંશ તથા કૂળ ઉપર ગર્વ અનુભવે છે અને બીજાને ઉતરતા તથા નીચી કોટીના ગણે છે. આ માટે પણ ખાસ ધ્યાન ખેંચનારી વાત અલ્લાહે કુઆર્નેશરીફમાં કરી છે. તે ફરમાવે છે કે તમારી નાત-જાત, વંશ કે કૂળ તો ફકત તમારી ઓળખાણ માટે જ છે. નહીં કે ઉંચ કે નીચ સિદ્ધ કરવા માટે. તમારામાં અલ્લાહ સમક્ષ એ લોકો ઊંચા છે જે અલ્લાહની આજ્ઞાાઓનું પાલન કરે છે. સદ્ગુણી તથા સદાચારી છે. આમ ઉચ્ચતાનું માપદંડ સદગુણ કે સદાચાર છે નહીં કે નાત-જાત, વંશ કે કૂળ, વિશ્વભરની લોકશાહી સરકારો બંધારણ તથા સજાની જોગવાઈઓ છતાં, જે લક્ષ્યાંક હાંસલ ન કરી શકી તે ઇસ્લામે હાંસલ કરી બતાવી છે. સેંકડો વર્ષના કાયદા છતાં તમે સમાનતા ન લાવી શકયા. ખાલી ઇસ્લામને બદનામ કરવાથી કાંઈ વળવાનું નથી. તમે આ એક નાનકડો લક્ષ્યાંક તો સિદ્ધ કરી બતાવો. હવે તમે જ સાચા હૃદયે ન્યાય કરો કે તમે સમય સાથે તાલ મિલાવવામાં પાછળ છો કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ.
વિશ્વભરમાં વસતા માનવીઓ એક મા-બાપની ઔલાદ છે અને એકબીજાના ભાઈ-બંધુઓ છે. એવી વાત અલ્લાહે કુઆર્ને શરીફમાં વારેઘડીએ યાદ દેવડાવી છે,સમસ્ત બ્રહ્માંડનો માલિક તથા પાલનહાર અલ્લાહ છે. જુદીજુદી રીતે માનવીને બુદ્ધિમાં ઉતરે એવી ભાષામાં સમજાવી છે. દુનિયાનો માલિક અલ્લાહ અને ફકત અલ્લાહ છે જે જે કોમો અલ્લાહના આદેશો પ્રમાણે ચાલી તેમને નવાજવામાં આવી અને જે કોમોએ નાફરમાની કરી તેમનો નાશ કરવામાં આવ્યો. તેમણે જુદી જુદી રીતે પોતાનો જ સર્વનાશ નોતર્યો. આજે એઈડઝ જેવા જીવલેણ રોગનો માનવજાતિ સામનો કરી રહી છે. અલ્લાહે ચાર પત્નીઓ કરવાની છૂટ આપી તેની પાછળના
માનવજાતિ નાશ ન પામે તેવો હોઈ શકે. આમ માનવજાતિના સ્વાસ્થ્ય અંગે અલ્લાહ અગાઉથી જાણતો હતો તેવું ફલિત થાય છે. એટલે જ વ્યભિચારને હરામ ઠેરવવામાં આવ્યું. દરેક છૂટ તથા બંધનમાં અલ્લાહની હિકમત (ડહાપણ) રહેલ છે. છતાં વિશ્વ સમાજ પોતાના ગેરલાભમાં ઇસ્લામ વિરુદ્ધ અદેખાઈથી દુષ્પ્રચાર કરી રહ્યો છે.
યુનો તથા યુરોપીયન સંઘ જેવા માધ્યમોથી માનવી એકબીજાના નિકટ આવવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યો છે. ઇસ્લામ વિશ્વસમાજને આ બાબતે પણ માર્ગદર્શન આપે છે. વિશ્વભરમાં કોઈપણ ઠેકાણે મુસ્લિમને પોતાની ઓળખાણ આપવાની જરૃર પડતી જ નથી. તે પોતાના ભાઈને સલામ કરે છે તો સામેવાળો પણ તેનો જવાબ સલામથી આપે છે. આમ બંને એકબીજાની સલામતીની દુઆ કરે છે. કોઈ માધ્યમ, મધ્યસ્થી અથવા આધારની જરૃર પડતી નથી. સલામ એ ઇન્ટરનેશનલ પાસપોર્ટની ગરજ સારે છે. માનવસર્જિત પાસપોર્ટની બિલકુલ જરૃર પડતી નથી.
ભલા માણસો આવા માનવતાવાદી ધર્મને તમે આતંકવાદ સાથે સાંકળો છો, તમે બુદ્ધિનું દેવાળું તો નથી કાઢયું ને ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here