ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
142

વ્યક્તિ વિશેષ
(ગયા અંકથી ચાલુ)
દેશમાં અંગ્રેજોની રવાનગી-કૂચ થઈ રહી હતી, અને ‘આઝાદી’નું સ્વપ્ન હવે સાકાર થવાનું હતું. મૌલાના મૌદૂદી આઝાદીની વિરુદ્ધ ન હતા. તેઓ તો એક ડગલું આગળનું વિચારી રહ્યા હતા તેઓ આલિમો તથા આગેવાનોને આ પૂછવા ચાહતા હતા કે અંગ્રેજોના ગયા પછી શું ? તેમના મતાનુસાર અંગ્રેજો હોય કે હિંદુસ્તાની, બિન-ઇસ્લામી સરકાર અસત્યની સરકાર છે, તાગૂતની સરકાર છે…. અને દરેક તાગૂતી સરકાર જુલ્મ-અત્યાચાર છે, બૂરાઈ છે, બગાડ છે. એક તાગૂતને બીજા તાગૂતથી બદલી લેવો કોઈ ‘હેતુ’ ન હોઈ શકે, ઓછામાં ઓયછું મુસ્લિમ ઉમ્મતનો તો હરગિઝ નહીં. પ્રયત્ન તો આ હોવો જોઈએ કે ‘બાતિલ’ (અસત્ય)ને ‘હક’ (સત્યથી) બદલી નાખવામાં આવે. ‘મુસલમાન ઔર મૌજૂદા સિયાસી કશ્મકશ’ નામની લેખમાળામાં મૌલાનાએ એક તરફ કોંગ્રેસીઓને દબડાવ્યા જેઓ સેકયુલરિઝમ તથા ડેમોક્રેસીના મૃતજળ પાછળ દોડયે જતા હતા, તો બીજી બાજુ એ કોમ-પરસ્ત મુસલમાનો સમક્ષ તેમની ભૂલો સ્પષ્ટ કરી જે મુસલમાનોને સામાન્ય અર્થોમાં એક કોમ ગણીને દ્વિ-રાષ્ટ્રીય દૃષ્ટિકોણના આધારે પોતાના અધિકારો, પોતાની માગણીઓ અને અંતે પોતાના દેશની વાતો કરતા હતા.
અંતે મૌલાના મૌદૂદીએ સમજી લીધું કે તેમનો અવાજ આ નોબતખાનામાં કોઈ નહીં સાંભળે. તેમને અહેસાસ થઈ ગયો કે જમાનો ફકત વૈચારિક નહીં બલ્કે અમલી-માર્ગદર્શન પણ ચાહે છે. આથી તેમણે પોતાના સામયિક દંવારા આ વાત સ્પષ્ટ કરી કેઃ દુનિયાને ભાવિમાં અંધકારયુકત કાળથી બચાવવા અને ઇસ્લામની નેઅ્મતથી લાભાન્વિત કરવા માટે ફકત આટલી વાત પૂરતી નથી કે અહીં ખરૃં દૃષ્ટિકોણ મૌજૂદ છે, બલ્કે ખરા દૃષ્ટિકોણની સાથોસાથ એક સારી જમાઅત (સમૂહ)ની પણ જરૃરત છે.’ ઓગસ્ટ ૧૯૪૧માં લાહોર ખાતે ૭પ નેક-ચારિત્ર્ય તથા ફિકરમંદ લોકોએ મૌલાના મૌદૂદીના અવાજ પર લબ્બૈક કહ્યું અને આમ જમાઅતે ઇસ્લામીની સ્થાપના અમલમાં આવી. જો કે સ્થાપના-ઇજતિમાઅમાં મૌલાના મૌદૂદીએ ખૂબજ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેમની હૈસિયત ફકત એક ‘દાઈ’ (નિમંત્રક, કન્વીનર) જેવી છે, નહીં કે એક આગેવાનની પરંતુ તેમને જ જમાઅતે ઈસ્લામીના અમીર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા.
સ્હેજેય વધારા-ઘટાડા વિના સંપૂર્ણ ઇસ્લામને લઈને ઉકેલી આ ચળવળ, જમાઅતે ઇસ્લામીએ શાંતિમય દા’વત દ્વારા ઇસ્લામની સત્યતાને લોકો ઉપર સ્પષ્ટ કરવી અને ઇસ્લામી વ્યવસ્થાની સ્થાપનાની જદ્દોજહદ (પ્રયત્ન)ને પોતાનો ધ્યેય બનાવી લીધો. ઈ.સ.૧૯૪૦ના દાયકામાં દેશ કોમવાદના જ્વાળામુખી ………. ઊહો હતો. દેશ પર વિભાજન કે ભાગલાના વાદળો છવાઈ રહ્યા હતા. આ કહી ન શકાય તેવા સંજોગોમાં પોતાના અને પારકાઓના વિરોધ દરમ્યાન ‘તેહરીકે ઇસ્લામી’ (ઇસ્લામી વળવળ)ના આ નાના સરખા કારવાંની સફર શરૃ થઈ. ઈ.સ.૧૯૪રમાં પઠાનકોટમાં મર્કઝ જમાઅતે ઇસ્લામી દારુલ ઇસ્લામની સ્થાપના થઈ. ઈ.સ.૧૯૪૩માં ત્રણ ઈલાકાવાાર ઇજતિમાઓ થયા. ઈ.સ.૧૯૪પમાં અને ઈ.સ.૧૯૪૬માં અખિલ ભારતીય ઇજતિમાઓ થયા. ઈ.સ.૧૯૪૭માં ચાર ઈલાકાવાર ઇજતિમાઓ યોજાયા. આ દરમ્યાન પ૩૩ લોકો રુક્ન (સભ્ય) તરીખ જમાઅતે ઇસ્લામી હિંદથી જોડાઈને દીનની સ્થાપનાને પોતાનું સર્વસ્વ બનાવી ચૂકયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here