ઇસ્લામ એક ઉપહાર સૌના માટે !

0
209

આધુનિક ભૌતિકવાદી યુગે માનવીને સુખ-સુવિધાઓ આપીને ક્ષણિક આનંદની અનુભૂતિ તો કરાવી, પરંતુ માનવી હંમેશા સ્થાયી શાંતિ અને સંતોષથી વંચિત જ રહ્યો. આ જીવન-વ્યવસ્થાએ જ્યારે આસ્થા અને વિશ્વાસના દીપકને જ ઓલવી નાખ્યો, તો તેના સાથે જ તમામ વ્યક્તિગત નીતિમત્તા તેમજ સામાજિક અને પારિવારિક મૂલ્યોનો પણ હ્રાસ થઈ ગયો, અને પછી એક એવી અનૈતિક અને મૂલ્યહીન સભ્યતા ઉદ્ભવી, ફૂલીફાલી અને પ્રસરી, જેની કૂખેથી બૂરાઈઓના વા-વંટોળે જન્મ લીધો, જેણે જીવનના બધા ક્ષેત્રોને પોતાના ભરડામાં લઈ લીધા, અને ચારે તરફ અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ ઊભો કરી દીધો. હવે માનવીનું આધ્યાત્મિકતાથી ખાલી એક જાહેર જીવન છે, જ્યાં સ્પર્ધા, દબાણ, તાણ તથા ભય અને આશંકા છે; અને બીજું તેનું અંગત જીવન, જેમાં તે કર્મકાંડો, અંધશ્રદ્ધાઓ અને અસહ્ય સામાજિક જવાબદારીઓ જેવા સામાજિક બંધનોમાં જકડાયેલો છે. વિરોધાભાસી જીવન !! જેણે તેના જીવનમાંથી શાંતિ અને સંતોષને હણી લીધા.

આજની દુનિયા, આજનો સમાજ !

આજની દુનિયામાં જીવનનું મૂલ્ય કોડીનું છે. અનૈતિકતા એવી કે દુષ્ટ બનવું સરળ છે. શિક્ષણધામો મોટાભાગે ‘માણસ’ના બદલે સંવેદનહીન ‘મશીન’ બનાવે છે, જેના પોતાના અંગત સ્વાર્થો અને હિતો છે. અહીં કટ્ટર ગુનેગારોની રક્ષા થાય છે અને નિર્દોષોને કારાવાસ અને ફાંસી. કાયદો ગુંડાઓના જુલમી હાથોનું રમકડું છે. ન્યાય રસ્તાઓ પર તોળાય છે. ન્યાયધીશોની નિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. સત્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવનાર લોકોેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અહીં કર્મચારીઓ કામચોર અને ભ્રષ્ટ છે અને પ્રજાના રક્ષકો ભક્ષકો. ભ્રષ્ટાચાર નીતિમત્તા બની ગયો છે. નાગરિક અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. માનવ-માનવ વચ્ચે ભેદભાવ અને ઊંચ-નીચની બોલબાલા છે. રાજકારણ ભ્રષ્ટ બની ગયું છે, રાજકારણીઓએ તેને ધંધો બનાવીને સેવાના નામને કલંકિત કરી નાખ્યું છે. કોર્પોરેટ કંપનીઓ નાના ધંધા-રોજગારને ભરખી ગઈ છે. ખેડૂતો લાચારીવશ મરી રહ્યા છે. પ્રજા નીત-નવા બોજાઓથી ત્રસ્ત છે. લોકોના જાન-માલ સુરક્ષિત નથી. ગ્લોબલ કલ્ચરે નગ્નતા અને અશ્લીલતાને હવા આપી છે, વ્યભિચાર, બળાત્કાર, અવૈધ અને સમલૈંગિક સંબંધો ફૂલ્યા-ફાલ્યા છે. સ્ત્રીઓની ઇજ્જત-આબરૃ સલામત નથી. કૌભાંડોનું કલ્ચર વ્યાપ્ત છે. સ્ત્રી-ભ્રૂણહત્યાઓને કારણે સામાજિક માળખું હચમચી ગયું છે. ધાર્મિક કર્મકાંડો અને અંધશ્રદ્ધાઓ ધર્મની ઓળખ બની ગયેલ છે. સાધુ-સંતોના વસ્ત્રોમાં અનૈતિકતાની દુર્ગંધ આવી રહી છે. ઘરો અને પરિવારોમાં વિશ્વાસનો શૂન્યાવકાશ સર્જાયો છે. ઘરેલુ ઝઘડાઓ, દહેજ, વહુ-દીકરીઓ પર અત્યાચાર અને હત્યાઓેએ માઝા મૂકી છે. એક તરફ દારૃણ ગરીબી અને ભૂખમરો છે, બીજી તરફ માલેતુજાર લોકોના બેફામ ખર્ચાઓ. પરિવાર ‘પારાવાર પળોજણ’ અને દંપતિની પરસ્પર વફાદારી ‘જૂના જમાનાની પ્રથા’ બની ગઈ છે. એકબીજાને સમય ફાળવી ન શકતા દંપતિઓના લગ્નેતર સંબંધોને ‘અનુકૂળતા’ ગણવામાં આવે છે. પરિવારો તૂટી રહ્યા છે. માતાપિતા બોજ બની ગયા છે, ‘વૃદ્ધાશ્રમો’ની સંખ્યા વધી રહી છે. નાના-મોટાનો અદબ રહ્યો નથી. કરજથી પરેશાન પરિવારો આપઘાત કરી રહ્યા છે. વ્યક્તિ પોતાની અંગત સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, માનવ-સમુદાયો નૈતિક અધઃપતનથી ચિંતિત. આ દુર્દશા વિશે અંતિમ ઈશગ્રંથ કુઆર્ન કહેે છે – ”ધરતી અને સમુદ્રમાં બગાડ પેદા થઈ ગયો છે લોકોના પોતાના હાથોની કમાણીથી, જેથી સ્વાદ ચખાડે તેમને, તેમનાં કેટલાક કર્મોનો, કદાચ તેઓ અટકી જાય.” (સૂરઃ રૃમ, ૪૧) દેશના શુભેચ્છકો ચિંતિત છે. ધર્મો અને માનવ-રચિત વ્યવસ્થાઓ નિષ્ફળ પુરવાર થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નીત-નવા કાયદાઓ બની રહ્યા છે. પરંતુ કોઈ નોંધપાત્ર સુધારો દેખાતો નથી. માનવી સુખ-શાંતિ અને સંતોષ માટે વલખા મારી રહ્યો છે. તમામ આધુનિક સહુલતો છતાં તેનું હૃદય રુદન કરી રહ્યું છે. તે સાચા આધ્યાત્મિક પ્રકાશ અને સાચી આસ્થાને ઝંખી રહ્યું છે.

ઇસ્લામ એક ઉપહાર, એક વિકલ્પ સૌના માટે !

આ પરિસ્થિતિમાં ઇસ્લામ એક વિકલ્પ છે, જે ભૌતિક પ્રગતિ અને આધ્યાત્મિકતાનો સુંદર-દિવ્ય સમન્વય, ઈશ્વરદત્ત ધર્મ અને સંપૂર્ણ જીવન-વ્યવસ્થા છે, જે મનની શાંતિ અને સંતોષની બાંહેધરીે છે.

ઈશ્વરે ધરતી પર સૌપ્રથમ મનુષ્ય અને ઈશદૂત હઝરત આદમ (અલૈ.)ના જન્મની સાથે જ લોકોને જીવન-માર્ગદર્શનરૃપે ‘ઇસ્લામ’ પ્રદાન કર્યો હતો. તે પછી લોકો ઈશ્વરીય સંદેશને ભૂલતા ગયા અને સમાજમાં બગાડ ફેલાયો, તો યુગે-યુગે ઈશ્વર પોતાના સંદેષ્ટાઓ અને દિવ્ય-ગ્રંથો દ્વારા તેની સુધારણા કરતો રહ્યો. સાતમી સદી ઈસ્વીમાં પણ આખું વિશ્વ અજ્ઞાાનતામાં ગર્ક હતું. લોકોની મૌલિક સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. લોકો તેમના સર્જનહારની મૂળ તાલીમને ભૂલી ગયા હતા. સમાજ ઘૃણિત બૂરાઈઓ અને પાશવી કૃત્યોમાં ગળાડૂબ હતો. ક્યાંય સત્યના પ્રકાશનું કિરણ દેખાતું નહોતું. એવા સમયે આરબ પ્રદેશમાં એક એવી આધ્યાત્મિક-સામાજિક ક્રાંતિનો ઉદ્ભવ થયો, જેણે લોકોને અંદરથી બદલી નાખ્યા, વિચારો બદલાયા, સમાજનું પ્રાકૃતિક નૈતિક મૂલ્યોના પાયા પર નવસર્જન થયું. જેણે સમગ્ર વિશ્વને એક નવી રચનાત્મક દિશા આપી. યુગ બદલાઈ રહ્યો હતો. અજ્ઞાાનતા અને બૂરાઈઓના અંધકારને દૂર કરવાનો ઈશ્વરે નિર્ણય કર્યો. ‘ઇસ્લામ’ ધર્મને તેના અંતિમ અત્યાધુનિક અને પરિપૂર્ણ સ્વરૃપમાં અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ.) પર અવતરિત કરવામાં આવ્યો. પયગંબર સાહેબ જ્યારે ૪૦ વર્ષની વયે પહોંચ્યા તો આપ પર ઈશ્વર તરફથી ‘વહી’ (દિવ્ય પ્રકાશના) શરૃ થઈ. પછી તેમણે લોકોને સન્માર્ગ તરફ બોલાવવાનું શરૃ કર્યું, લોકોનેે પ્રશિક્ષિત કરીને આત્મ-શુદ્ધિનો માર્ગ બતાવ્યો. દુરાચાર છોડવા અને સદાચાર અપનાવવાની શિખ આપી. પાશવી કૃત્યોથી લોકોને બચાવ્યા. મૂર્તિપૂજા અને બૂરી આદતો લોકોએ સ્વેચ્છાએ છોડી દીધી. સમાજ તથ્યહીન રીત-રિવાજોના બંધનોમાંથી મુક્ત થઈને ઉચ્ચ કોટિની નૈતિકતા, સંસ્કૃતિ તથા સામાજિક અને આર્થિક જીવનના નીતિ-નિયમોથી સુગઠિત થયો. પારિવારિક નિયમો, લગ્ન અને દાંપત્ય જીવનના કાનૂન, અસમર્થ અને શોષિત લોકોના અધિકારોની રક્ષા, વારસાની વહેંચણી, લેવડ-દેવડના મામલાઓની સુધારણા, ઘરેલુ ઝઘડાઓના સમાધાનની રીત, દારૃ-જુગાર તેમજ વ્યાજ અને સટ્ટાની મનાઈ, જીવનમાં શુદ્ધતા અને પવિત્રતા વિશે આદેશોના આધારે એક ઉચ્ચ નૈતિક સમાજ અને સભ્યતાનું નિર્માણ થયું. વાસ્તવમાં આ શિસ્તબદ્ધ સત્યવાદી, ન્યાયપ્રિય ઇસ્લામી આદર્શ જીવન-વ્યવસ્થા જ હતી, જેણે ૧૪૫૦ વર્ષ પહેલાં લોકોને અજ્ઞાાન અને અંધકારમાંથી કાઢીને એક નવીન સદાચારી-શક્તિશાળી માનવ-સમુદાય બનાવ્યો હતો, જેણે તે પછી સદીઓ સુધી આખા વિશ્વનું ધાર્મિક, શૈક્ષણિક, નૈતિક અને રાજકીય નેતૃત્વ કર્યું.

શું છે ઇસ્લામ ?


‘ઇસ્લામ’નો સીધો અર્થ ‘શાંતિ’ અને ‘સલામતી’ થાય છે. ધાર્મિક પરિભાષામાં તેનો અર્થ અલ્લાહને સમર્પિત થઈ જવું છે. અન્ય ધર્મોની જેમ ઇસ્લામનું નામ વ્યક્તિ કે જાતિ પરથી લેવામાં આવ્યું નથી. કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની મરજીને અલ્લાહને સમર્પિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here