રાહે વફા મેં જઝબ એ કામિલ હો જિન્કે સાથ
ખુદ ઉન્કો ઢૂંઢ લેતી હૈ મંઝિલ કભી કભી
આરબોની નૈતિકતા અને ઇસ્લામી શિક્ષણ ધીમે ધીમે મુહમ્મદ અસદના દિલમાં ઘર કરવા લાગી. વિશ્વના ધર્મો ઉપર તેમની ઊંડી નજર હતી. ઇસ્લામના અધ્યયન બાદ તેઓ આ પરિણામ ઉપર પહોંચ્યા કે ઇસ્લામે શારીરિક અને આધ્યાત્મિક તથ્યોમાં કોઈ વિરોધાભાસ તથા શૂન્વકાશ નથી છોડયો. બંનેને મહત્ત્વ આપ્યું છે અને કોઈ એકના અસ્તિત્વ કે બાકી રહેવા માટે બીજાને મિટાવી દેનારી અપ્રાકૃતિક રીતોની વકીલાત નથી કરી. ઇસ્લામનો આ મધ્યમ માર્ગ મુહમ્મદ અસદને ખૂબજ પસંદ પડયો. આ જ મધ્યમમાર્ગની શોધમાં તેઓ હતા. જમાઅત સાથેની નમાઝે તેમને ખૂબજ પ્રભાવિત કર્યા. નમાઝ તેમને અન્ય ધર્મોની ઇબાદત કે ઉપાસનાઓની જેમ જીવનની એક પૂરવણી (જીેૅૅઙ્મીદ્બીહં) કે બોજ ન જણાઈ, બલ્કે રોજિંદા જીવન કે દિન-ચર્યાનો એક અતૂટ ભાગ લાગી, અને નમાઝથી વધુ સારી ઇબાદત બીજી કઈ હોઈ શકતી હતી કે જે અલ્લાહે આપણા શરીર અને રૃહ (આત્મા)ને બનાવ્યા છે તેની ઇબાદત શરીર અને રૃહ બંને સાથે કરવામાં આવે. હક-સત્ય હવે તેમના પર ખૂલી ચૂકયું હતું, આ જ તો એ હકીકત હતી કે જેને તેઓ શોધી રહ્યા હતા.
ઈ.સ.૧૯ર૬માં તેઓ મોસ્કો અને પોલેન્ડના રસ્તે બર્લિન પહોંચ્યા અને ત્યાં જ ઇસ્લામ અંગીકાર કરી ન્ર્ીૅઙ્મઙ્ઘ ઉીૈજજ માંથી મુહમ્મદ અસદ થઈ ગયા.
ઇસ્લામ અંગીકાર કર્યા બાદ તેમણે નવેસરથી મુસ્લિમ દેશોનો પ્રવાસ શરૃ કર્યો. સાઉદી આરબમાં લગભગ પાંચ વર્ષ સુધી રોકાણ કર્યું. પોતાની મુસાફરી અને સાઉદી આરબના રોકાણ દરમિયાન મુહમ્મદ અસદ સમગ્ર પ્રદેશમાં મશ્હૂર થઈ ગયા. આરબ દેશોના મોટામોટા લીડરો અને બાદશાહો સુદ્ધાં સાથે તેમના સંબંધો હતા, જેમાં ઇબ્ને સઉદ, રઝા શાહ (ઈરાન), શાહ અબ્દુલ્લાહ (જોર્ડન) અને ઉત્તર આફ્રિકાના સન્નૂસી વિ. ઉલ્લેખનીય છે.
આ દરમ્યાન તેમણે એક ૈંહદૃીજંૈખ્તટ્વંૈદૃી પત્રકારની ભૂમિકા પણ સારી રીતે નિભાવી. ઈ.સ.૧૯ર૭માં તેમણે યમનના વિદ્રોહ વિશે ફીલ્ડ રિપોર્ટ આપ્યો કે આ વિદ્રોહ-બળવાને બ્રિટનનો સહકાર પ્રાપ્ત છે. તેમના લેખોએ કે જે યુરોપ અને આરબના મોટામોટા અખબારોમાં પ્રકાશિત થયા તેમણે સામ્રાજ્યવાદી ઇરાદાઓનો પર્દો ઉઘાડી દીધો, અને બ્રિટનના બળવાખોરોના સહકારથી હાથ-અદ્ધર કરી લીધા. બળવો વિસારી દેવામાં આવ્યો. ઈ.સ.૧૯૩રમાં મુહમ્મદ અસદ ભારત આવ્યા અને લાહોરમાં રોકાયા. અહીં જ તેમણે જગ-વિખ્યાત પુસ્તક ૈંજઙ્મટ્વદ્બ ટ્વં ંરી ઝ્રર્જિજ ઇર્ટ્વઙ્ઘજ લખ્યું, જે ઈ.સ.૧૯૩૪માં ન્યૂયોર્કથી પ્રકાશિત થયું. અલ્લામા ઇકબાલ પણ મુહમ્મદ અસદથી ખૂબજ પ્રભાવિત થયા અને ઈકબાલની જ ઈચ્છાથી મુહમ્મદ અસદે ઈ.સ.૧૯૪પમાં સહીહ બુખારીનો અનુવાદ અંગ્રેજીમાં કરી તેના વિશે ટૂંકનોંધ લખી. (ક્રમશઃ)
બીજા વિશ્વયુદ્ધથી ઇન્તેકાલ સુધીઃ
મુસ્લિમ જગતમાં મુહમ્મદ અસદની પ્રવૃત્તિઓથી અંગ્રેજો નારાજ હતા. ઈ.સ.૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૃ થયું તો મુહમ્મદ અસદને નજરકેદ કરી દેવામાં આવ્યા. એ જ દરમ્યાન નાઝીઓના હાથે તેમના કુટુંબનું મૃત્યુ નિપજાવી દેવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ બાદ જ મુહમ્મદ અસદ મુકત થઈ શકયા. મુકત થઈને તેમણે ‘અરફાત’ નામના એક માસિકનું વિમોચન કર્યું. મુહમ્મદ અસદ દ્વિ-રાષ્ટ્રીય દૃષ્ટિકોણ કે વિચારસરણીના મોટા પ્રચારક હતા. તેઓ એક આઝાદ અને ખરા અર્થમાં ઇસ્લામી રાજ્યનું સ્વપ્ન જોતા હતા. ઈ.સ.૧૯૪૭માં ભારતના વિભાજન બાદ સંયુકત રાષ્ટ્ર સંઘ (યુનો)માં એલચીની હૈસિયતથી તેમણે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું. ઈ.સ.૧૯૪૯-પ૦માં તેઓ પાકિસ્તાની વિદેશ ખાતા સાથે જોડાયેલા રહ્યા. તેઓ ઇસ્લામી કાયદાના નિષ્ણાત હતા, અને પાકિસ્તાનમાં ઇસ્લામી કાયદાઓ લાગુ કરવા માટે તેમણે અણથક પ્રયત્નો કર્યા. પાકિસતાની અધિકારીઓ-હાકેમોએ જ્યારે ઇસ્લામી કાયદાઓને લાગુ કરવામાં આનાકાની શરૃ કરી તો આ જ એ મુહમ્મદ અસદ હતા કે ે જેમણે હેતુઓ-ધ્યેય માટેના ઠરાવો લખવાનો કારનામો પાર પાડયો, જેના પર સમગ્ર કોમની સર્વ-સંમતિ થઈ ગઈ. તમામ મુસલમાનો અને મુસ્લિમ જમાઅતોએ, જેઓ ઇસ્લામને એક સંપૂર્ણ જીવન-વ્યવસ્થાની હૈસિયતથી પાકિસ્તાનમાં લાગુ કરવા ઇચ્છતી હતી, જ્યારે ભેગા મળીને જોર લગાવ્યો તો આ જ હેતુઓ-ધ્યેય માટેના ઠરાવો પાકિસ્તાનના બંધારણનું આમુખ ઠર્યા, અને ઓછામાં ઓછા બંધારણીય દૃષ્ટિએ પાકિસ્તાન એક ‘ઈસ્લામી’ દેશ બની ગયો.
ઈ.સ.૧૯પ૩માં પોતાના ઇસ્લામ અંગીકારની દાસ્તાન તેમણે ‘ઇર્ટ્વઙ્ઘ ્ર્ સ્ટ્વાાટ્વર’ નામના પુસ્તકમાં વર્ણવી, જેની લોકપ્રિયતા આજે પણ ઈર્ષ્યા કે દાઝ ઉપજાવનારી છે. અનેક ભાષાઓમાં તેના ભાષાં તરો થઈ ચૂકયા છે. આ પુસ્તકના પ્રકાશન બાદ તેમણે અમેરિકા ખંડ માટે મુસાફરીની તૈયારી કરી અને ત્યારબાદ લેબેનોનની યાત્રા કરી.
ઈ.સ.૧૯પ૭માં પાકિસ્તાની સરકારે તેમને એક આંતરરાષ્ટ્રીય ઇસ્લામી સંમેલન યોજવાની જવાબદારી સોંપી, જેને તેમણે ખૂબજ સારી રીતે નિભાવી. ઈ.સ.૧૯૬૧માં તેમણે ‘્રી ઁિૈહષ્ઠૈૅટ્વઙ્મ ર્ક જીંટ્વંી ટ્વહઙ્ઘ ય્ર્દૃં. ૈહ ૈંજઙ્મટ્વદ્બ’ લખીને વર્તમાન યુગમાં એક ઇસ્લામી રાજ્યના માળખાને સ્પષ્ટ કરવાના પ્રયત્નો કર્યા. આ પુસ્તક ચોક્કસપણે એ લોકોના વાંધાઓનો જડબાતોડ જવાબ હતો જે વીસવી સદીમાં ઇસ્લામી કાયદાઓ અને રાજ્ય વ્યવસ્થાને અમલીકરણને પાત્ર સમજતા ન હતા.
પચાસના દાયકાના અંતથી જ તેમણે કુઆર્નના અંગ્રેજી અનુવાદ ઉપર કામ કરવું શરૃ કરી દીધું હતું. ઈ.સ.૧૯૮૦માં તેમનો આ ટૂંકનોંધ સાથેનો કુઆર્નનો અનુવાદ ‘સ્ીજજટ્વખ્તી ર્ક ંરી ઊેટ્વિહ’ના નામથી બહાર પડયો. એ જ વર્ષે ઇસ્લામી કાયદાઓ વિશે તેમનું પુસ્તક ‘્રૈજ ન્ટ્વુ ર્ક ર્ંેજિ’ પ્રકાશિત થયું.
જીવનના અંતિમ દિવસો તેમણે સ્પેનમાં વિતાવ્યા. પાકિસ્તાનને એક પ્રતિનિધિત્વ ધરાવતા ઇસ્લામી રાજ્યના રૃપમાં જોવાની એમની ખેવના, તેમના જીવનમાં તો પૂરી ન થઈ શકી અને તેઓ એ જ સ્વપ્નને આંખોમાં સજાવી ર૦ ફેબ્રુઆરી ૧૯૯રના રોજ આ નાશવંત દુનિયામાંથી કૂચ કરી ગયા. અલ્લાહતઆલા તેમના એ સ્વપ્નને સાકાર કરે અને તેમના પ્રયત્નો અને સંઘર્ષ પર તેમને અસીમ વળતર અને સવાબથી નવાઝે, આમીન !!!