તમે ઇસ્લામમાં રુચિ શા માટે લો, એટલા માટે કે…. ઇસ્લામ તમારી પોતાની વસ્તુ છે

0
188

તમે ઇસ્લામનું અધ્યયન શા માટે કરો, તેના પ્રત્યે રુચિ શા ઔમાટે દાખવો અને તેને શા માટે અપનાવો ? એટલા માટે કે તે દરેક પ્રકારના અત્યાચારને ખતમ કરે છે અને જીવનના દરેકે દરેક ક્ષેત્રે અને માનવીના દરેક વર્ગ સાથે ન્યાય કરે છે, બલ્કે સમગ્ર સમાજમાં ન્યાય સ્થાપિત કરે છે.

સમાજમાં કેટલાક વર્ગો એવા છે જે પોતાની રહેણી-કરણીને જોતાં નિમ્ન કક્ષાના કહેવાય છે, ખાણી-પીણીમાં પાછળ છે, કેટલાક રાજકારણની પાટો વચ્ચે પીસાઈ રહ્યા છે, કેટલાકને ધર્મ તથા જ્ઞાાતિના નામે દબાવી દેવાયા છે, અપમાનિત તથા તિરસ્કૃત છે, જન્મથી અસ્પૃશ્ય અને નિમ્ન કક્ષાના સમજી લેવાયા છે. કેટલાક એવા છે જેમને શિક્ષણ વિ.થી પણ વંચિત રાખવામાં આવ્યા છે. કેટલાક એવા છે જેમની સાથે ભાષા, રંગ અને વંશના આધારે ભેદભાવ કરવામાં આવ્યો છે. તેમની સાથે પશુઓ કરતાં પણ વધુ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. ઇસ્લામ આ તમામ લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમને અન્યાયથી બચાવીને તેમના પ્રતિ ન્યાય દાખવવા ચાહે છે. જે કોઈ આવું ઇચ્છતો હોય તો તેણે ઇસ્લામને અપનાવવો પડશે. તેના વ્યક્તિગત તથા સામાજિક ન્યાયથી પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. ઇસ્લામી જીવન-વ્યવસ્થા માનવ-સમાજને અન્યાય તથા અત્યાચારથી બચાવે છે, ન્યાયની સ્થાપના કરે છે. તેને સમજો અને પારખો જેથી સંસારમાંથી અન્યાય તથા અત્યાચારનો નાશ થઈ શકે.

ઇસ્લામ પ્રત્યે આપને રુચિ એટલા માટે પણ હોવી જોઈએ કે તે જીવતી-મૃત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ, ધાર્મિક ઠેકેદારો, પોપ-પાદરીઓ, પુરોહિતો વિ.ના માધ્યમ વિના જ તેમને ભેટ-સોગાદો આપ્યા વિના જ તમને તમારા ખુદા સુધી પહોંચાડી દે છે. સીધા તમે તેનાથી જ માગી શકો છો, પ્રાર્થના કરી શકો છો, દુઆઓ માગી શકો છો. તે પોતે જ કહે છે કે, ‘પોકારનાર જ્યારે મને પોકારે છે તો હું તેનો પોકાર સાંભળું છું.’

તે કહે છે કે મારી સમીપ થવા ઇચ્છો છો તો મારા વફાદાર બનો, મારૃં આજ્ઞાાપાલન કરો, મારા નબી (સ.અ.વ.)ના પદ્ચિહનો ઉપર ચાલો. મારા ગ્રંથ (કુઆર્ન)ને પોતાના જીવનનો પથ-પ્રદર્શક બનાવો, પોતાના મનને શુદ્ધ રાખો અને પોતાના વિચારોને પણ શુદ્ધ રાખો. અશુદ્ધ વિચારો, આસ્થા/શ્રદ્ધાઓ તથા સિદ્ધાંતોથી પોતાને બચાવો. ભલે પછી તે કુફ્ર, ઇલ્હાદ (અનીશ્વરવાદ) તથા શિર્ક (બહુદેવવાદ)ના વિચાર, આસ્થા તથા સિદ્ધાંત હોય. મને આ વસ્તુઓ તો કોઈ પણ રીતે પસંદ નથી. હું દરેક ગુનો માફ કરી શકું છું, પરંતુ શિર્ક કયારેય માફ નથી કરી શકતો. મને નિય્યતની ખોટ પણ બિલકુલ પસંદ નથી. મારી પાસે સંપૂર્ણ નિષ્ઠા સાથે આવો. મારી કૃપાદૃષ્ટિના ભાગીદાર બનો. એ રીતે કે તમારું ચારિત્ર્ય નિષ્કપટ હોય, તમારી નિય્યત સાફ હોય, તમારૃં મન શુદ્ધ હોય. આના વિના તમને મુક્તિ પણ નથી મળી શકતી.

તમે મારા કોઈ નબીને ખુદા અથવા તેનો પુત્ર માનીને અથવા મારા અવતારની કલ્પના કરીને અને તેના ચરણ સ્પર્શ કરીને ઇચ્છો કે મુક્તિ મળી જાય તો તે અશકય છે. જો મુક્તિ ઇચ્છતા હોવ તો ઇસ્લામનું અધ્યયન કરો, તેમાં રૃચિ લો, તેને અપનાવો અને પોતાના જીવનને તે મુજબ ઢાળો, તો મુક્તિ મળશે, અને અવશ્ય મળશે.

ભાઈઓ ! ઇસ્લામ પ્રત્યે તમારે એટલા માટે પણ ધ્યાન આપવું જોઈએ કે સંસારના અન્ય ધર્મોમાં માત્ર ઇસ્લામ જ એ પ્રાકૃતિક ધર્મ જે બુદ્ધિની કસોટી ઉપર પૂરો ઊતરે છે તેના શિક્ષણ અને વૈજ્ઞાાનિક સંશોધનોમાં કોઈ જ વિરોધાભાસ નથી. આનું કારણ આ છે કે ઇસ્લામ પણ તેનો જ મોકલેલ છે જેણે બુદ્ધિ આપી છે.

ઇસ્લામની આસ્થા/શ્રદ્ધા હોય અથવા તેની ઇબાદતો, નૈતિક શિક્ષાઓ/શિક્ષણ હોય અથવા સામાજિક નિયમ વ્યક્તિગત જીવનની સુધારણા કરનારા ઉપાય હોય અથવા સામાજિક જીવનને સન્માર્ગ પર ચલાવનારા આદેશ, જીવનના કોઈપણ ક્ષેત્રથી સંબંધ ધરાવનાર શિક્ષણ હોય, કોઈપણ રીતે તે બુદ્ધિ વિરૃદ્ધ નથી, વિજ્ઞાાનથી ટકરાતો નથી, બલ્કે ઇસ્લામ તો બુદ્ધિના ઉપયોગ ઉપર ભાર મૂકે છે, વિજ્ઞાાનને પ્રોત્સાહિત કરે છે, સાથે જ તેના દુરૃપયોગથી રોકે છે. તેના માટે કાર્ય-સીમા અને કાર્યક્ષેત્ર નિર્ધારિત કરે છે. વિચારવા અને પરિણામ કે તારણ કાઢવા માટે આધાર પૂરા પાડે છે, પ્રયોગ અને અનુભવ માટે ઉભારે છે.

અલ્લાહે મનુષ્યને માર્ગદર્શન માટે પ્રકૃતિધર્મ ઇસ્લામ ઉતાર્યો છે. જો તમે પોતાની સમસ્યાઓ ઉકેલવા ચાહો છો, પોતાના વ્યક્તિગત તથા સામાજિક, નૈતિક તથા રાજકીય સમસ્યાઓનું સમાધાન ચાહો છો, જો તમે વર્તમાન સભ્યતાની ગૂંચવણોથી અને આધુનિક સંસ્કૃતિની ગંદકીથી સુરક્ષિત થવા ચાહો છો તો ધર્મ પ્રત્યે આકૃષ્ટ થવું જોઈએ; એ જ ધર્મ પ્રત્યે જે શાસ્ત્ર, વિજ્ઞાાન અને ટેકનોલોજીના પડકારોનો સ્વીકાર કરી શકે, બલ્કે સાયન્સની આંખોમાં આંખો નાખીને વાત કરી શકે. તમને ખબર હોવી જોઈએ કે, એવો ધર્મ ઇસ્લામ અને માત્ર ઇસ્લામ છે. તેનું અધ્યયન કરવંુ, તેમાં રૃચિ લેવી અને તેને અપનાવવું તથા પોતાનું બનાવવું એ તમારૃં કામ છે.

મારા ભાઈઓ ! કઈ વ્યક્તિ એવી હશે જે સુખ-શાંતિ ન ઇચ્છતી હોય ! એ પણ કેવો માનવી હશે જેમાં પ્રેમ અને સ્નેહ ન હોય ? જેમાં પ્રેમ અને સ્નેહ હશે, એ અવશ્ય સુખ-શાંતિ ઇચ્છશે. ઇસ્લામ તમને આ તરફથી પણ કયારેય નિરાશ નહીં કરે.

તમારૃં રૃંવે-રૃવું અને અંગેઅંગ પેદા કરનારના કાયદા ઉપર ચાલી રહ્યું છે. ઇસ્લામનો સંદેશ છે કે તમે તમારા સર્જનહારના કાનૂન ઉપર ચાલવા લાગો. પરંતુ તમે ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, હવા, આગ, પાણી, નદી અને પર્વત વિ., તાત્પર્ય આ કે સમગ્ર સૃષ્ટિ અને તેની અંદર જે કાંઈ છે તેનાથી સુખ-શાંતિથી હાસલ કરવા ચાહો છો તો તમારે ઇસ્લામ અપનાવવો પડશે; કારણ કે સમગ્ર સૃષ્ટિમાં જે પ્રાકૃતિક નિયમ કાર્યરત છે તે તમારા સર્જનહાર દ્વારા બનાવાયેલ છે અને ઇસ્લામ પણ તમારા સર્જનહારે જ મોકલ્યો છે. સમગ્ર સૃષ્ટિ તેના આજ્ઞાાપાલનમાં લાગેલી છે. વાળ જેટલું પણ તેના કાનૂનથી વિમુખ નથી થઈ શકતી. ઇસ્લામનો માર્ગ અપનાવીને તમારૃં જીવન પણ તેની આજ્ઞાાપાલનનું જીવન બની જશે. આ આજ્ઞાાપાલનમાં તમને જ્યોતિ મળશે, પ્રકાશ મળશે, પછી સુખ-શાંતિનો જે માર્ગ સમગ્ર સૃષ્ટિએ અપનાવ્યો છે, એ જ તમે અપનાવી લેશોે.

એ જ રીતે જો તમે માનવ-માનવ વચ્ચે પ્રેમ, સ્નેહ, ભાઈચારો અને સુખ-શાંતિ સ્થાપિત કરવા ચાહો છો તો ઇસ્લામને અપનાવો. કેમ કે ઇસ્લામ ઇશ્વરની જે ધારણા આપે છે, જે ઈશ-દૂતત્વનો નિયમ ધરાવે છે, જે આખિરત (પરલોક)ની હકીકત સામે લાવે છે, તેને જો માનવી માની લે તો તેમના તમામ ભેદભાવ ખતમ થઈ જાય. નારાજગી દૂર થઈ જાય, અને પરસ્પર હળીમળીને રહેવા લાગે.

મારા બિનમુસ્લિમ ભાઈઓ ! તમે ઇસ્લામનું અધ્યયન એટલા માટે પણ કરો, તમે તેનાથી રૃચિ એટલા માટે પણ લો, અને તમે તેને એટલા માટે પણ અપનાવો કે તે એક સંપૂર્ણ જીવન-વ્યવસ્થા છે. આ ઇસ્લામની જ વિશેષતા છે કે તે સંપૂર્ણ જીવન-વ્યવસ્થા છે. જગતનો કોઈપણ ધર્મ પછી ભલે તે યહૂદી ધર્મ હોય અથવા ખ્રિસ્તી ધર્મ અથવા કોઈપણ ધર્મ, આમાંથી કોઈપણ સંપૂર્ણ જીવનવ્યવસ્થા નથી. કેટલીક અલૌકિક માન્યતાઓ, કેટલાક રીત-રિવાજો, કેટલીક કથાઓ, ઉપાસનાની રીતભાત વિ. આ તમામ ધર્મોમાં જોવા મળે છે. કોઈક ધર્મમાં કોઈક
પાસાને ઉભારવામાં આવ્યું છે તો કોઈક ધર્મમાં કેટલુંક કંઈક શેષ અથવા તો અધૂરા છે, અથવા તો છે જ નહીં, પરંતુ ઇસ્લામ જીવનના એક-એક અંગ અને એક-એક પાસામાં માર્ગદર્શન કરે છે અને સાથે જ આદેશ તથા નિયમ આપે છે. તેનું શિક્ષણ સાયન્ટિફિક પણ છે અને સિસ્ટમેટિક પણ. આમાં સંતુલન પણ છે.

આથી તમે આને વાંચો, પારખો, અન્ય ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરો, જો તમે ખરેખર સત્યની શોધમાં નીકળવા ચાહો છો તો તેને પૂરી નિષ્ઠા સાથે શોધો, સાથે જ ઇશ્વરથી પ્રાર્થના પણ કરતા રહો કે તે તમને ગેરમાર્ગે જવાથી અને ભટકી જવાથી બચાવે અને જે સત્યમાર્ગ છે તેને અપનાવવાનું સૌભાગ્ય આપે. અલ્લાહ તમારી અને અમારી સૌની મદદ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here