ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
184

આપ સ.અ.વ.ના કેટલાક વિશિષ્ટ ગુણો

(૧) અનુવાદઃ

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘મને અંબિયાઓ પર છ વાતોમાં શ્રેષ્ઠતા આપવામાં આવી છેઃ મને સંગ્રાહક તથા સંક્ષિપ્ત વાત કહેવાની કાબેલિયત એનાયત કરવામાં આવી.૧ પ્રભાવ દ્વારા મને સહાય અર્પવામાં આવી.ર મારા માટે ગનિમતના માલ હલાલ કરવામાં આવ્યા.૩ ધરતીને મારા માટે મસ્જિદ અને પવિત્રતા એનાયત કરવાનું માધ્યમ બનાવવામાં આવ્યો.૪ મને સમગ્ર વિશ્વ માટે રસૂલ બનાવીને મોકલવામાં આવ્યો, અને મારા પર અંબિયાનો સિલસિલો ખતમ કરી દેવામાં આવ્યો.૬’ (મુસ્લિમ, તિર્મિઝી, ઇબ્ને માજહ)

સમજૂતીઃ

૧ અર્થાતં મને એવી કાબેલિયત આપવામાં આવી છે કે મારા શબ્દો શબ્દો અત્યંત સંગ્રાહક અને ઘણા અર્થ ધરાવનારા હોય છે. નબી સ.અ.વ.ના શબ્દો સાફ અને સ્પષ્ટ છે. પરંતુ તેને વિગતવાર કરો તો દરેક વિસ્તૃતતા ઉપર તે એવા સત્ય દેખાય છે કે જાણે એ તેના માટે જ ઘડવામાં આવ્યા હતા. કુઆર્ન મજીદ પછી આ હદીસને જ આ સન્માન પ્રાપ્ત છે કે સાફ અને સ્પષ્ટ થઈ ગયા છતાં તેમાં બેહદ વિસ્તૃતતા અને સંગ્રાહકતા જોવા મળે છે.
ર અર્થાત્ શત્રુઓ પર પ્રભાવ પાડીને મારી મદદ ફરમાવવામાં આવી.
૩ ઇસ્લામી યુદ્ધમાં દુશ્મનોનો જે માલ હાથ આવે છે તેને માલે ગનીમત કહેવામાં આવે છે. પાછલા અંબિયા અ.સ.ના જમાનામાં એ માલને ઉપયોગમાં લેવાનું જાઇઝ ન હતું. પરંતુ અલ્લાહતઆલાએ પોતાની કૃપાથી ગનીમતના માલને નબી સ.અ.વ.ની શરીઅતમાં હલાલ કરી દીધો.
૪ એટલે કે મારી શરીઅતમાં નમાઝ ફકત ઇબાદતગાહો માટે (સુધી) જ વિશિષ્ટ નથી. બલ્કે સમગ્ર ધરતી ઉપર દરેક સ્થાને-જગ્યાએ નમાઝ અદા કરી શકાય છે અને જો પાણી ઉપલબ્ધ ન હોય તો વુઝૂના બદલે ‘તયમ્મુમ’થી પણ કામ ચલાવી શકાય છે અને આવી જ રીતે પાણી ન મળવાની સ્થિતિમાં ગુસ્લના બદલે પણ માટીથી ‘તયમ્મુમ’ કરી શકાય છે.
પ એટલે કે મારૃં આગમન તમામ સર્જન માટે છે. મને કોઈ ખાસ કોમનો નબી બનાવીને મોકલવામાં નથી આવ્યો. હું સમગ્ર વિશ્વની હિદાયત-માર્ગદર્શન માટે મોકલવામાં આવ્યો છું.
૬ એટલે કે મારા પછી કોઈ નબુવ્વત સ્થાપનાર નથી. હું અલ્લાહનો અંતિમ નબી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here