એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
187

આ સશસ્ત્ર સંગઠન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) વિશે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે આ એક શસ્ત્ર સજ્જ સંગઠન છે. પોતાની વગ હેઠળના લોકોને ઘાતક હથિયારો ચલાવતા શીખવે છે. તેની લડાયકવૃત્તિના અમુક ભાગ તેની શાખાઓમાં પણ જોઈ શકાય છે જે દરરોજ સવારે દેશભરના પાર્કો અને જાહેર સ્થળો પર લગાવવામાં આવે છે. સંઘની મહિલા સંસ્થાઓ પણ મહિલાઓને ખુલ્લેઆમ હથિયારો ચલાવવાનું શીખવે છે. પરંતુ હમણાં એક નિવેદન દ્વારા તેણે સ્વીકારી લીધું કે તે એક સશસ્ત્ર સંગઠન છે. એટલી સશસ્ત્ર કે હથિયારો ચલાવવા અને હુમલા કરવામાં તે ભારતીય લશ્કરના કરતાં પણ વધારે કાર્યદક્ષ અને અનુભવી છે. ૧૦ ફેબ્રુઆરીએ મુઝફફરપુર-બિહારના એક જલ્સામાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, ‘જો દેશનું બંધારણ અને કાયદો અનુમતી આપે અને દેશને જરૃર પડે તો આરએસએસના સ્વયંસેવકો દેશના બચાવ માટે ત્રણ દિવસના અંદર તૈયાર થઈ શકે છે. જ્યારે કે સૈનિકોને તૈયાર થવામાં છ થી સાત મહિના નીકળી જાય છે.’ એ દાવો પણ કર્યો, ‘જો કે આર.એસ.એસ. મિલીટરી ઓર્ગેનાઇઝેશન નથી પરંતુ મીલીટરી ડીસીપ્લીન ધરાવે છે અને તેની શિસ્ત ને વ્યવસ્થા સૈન્ય જેવી છે.’

કારકિર્દીનો ઇતિહાસ

સંઘના નેતાએ વાત ભલે ગમે તેટલી સાવધાની સાથે કહી હોય, પરંતુ આ સ્વીકાર છે એ વાતનો કે તે એક સૈનિક સંગઠન જેવું છે અને તેના આ શસ્ત્ર દળ હોવાના ઘણા પ્રદર્શનો સામે આવ્યા છે. પરંતુ તે સૈન્યની મદદ માટે નહીં, બલ્કે નાગરિકોના અમુક ખાસ વર્ગો ઉપર જ તેણે પોતાનીઆ ‘ડીસીપ્લીનને અજમાવી છે. કોમવાદી રમખાણો વખત તેનું આ હુનર ઘણી વખત જોવા મળ્યું છે. ૧૯૮૪માં શિખો વિરુદ્ધ રમખાણોમાં પણ તેની આ કળા જોવા મળી હતી. નહીંતર માત્ર બૂમબરાડા પાડનારા કોંગ્રેસીઓમાં આ ફાવટ કયાં હતી, તેઓ તો માત્ર લોકોને ચીડવવા અને ઉશ્કેરાટ ફેલાવવો જ જાણતા હતા. આગળનુુું કામ તેમના રાજકીય વિરોધીઓએ પૂરું કર્યું. કહેવાય છે કે આજે પણ દિલ્હીના અનેક પોલીસ થાણામાં સંઘના સ્વયંસેવકોના વિરુદ્ધ એફ.આઈ.આર. રિપોર્ટસ નોંધાયેલા છે. સત્ય એ છે કે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યાથી પહેલાં દિલ્હી વગેરેમાં શિખો વિરુદ્ધ માહૌલ પણ સંઘની કેડરે જ બનાવ્યો હતો. નહીંતર અગનજ્વાળાઓ આટલી ઝડપથી ન ફેલાત. આ જ મામલો દલિત બિરાદરી સાથે પર થયો. આજનો શાસક વર્ગ ઉચ્ચ વર્ગની પાર્ટી છે એવું સમજવામાં આવી રહ્યું છે. દલિતો પણ હુમલાઓ ઉચ્ચ જાતિના લોકો કરે છે અને પોતાની કાર્યદક્ષતા બતાવે છે.

કાનૂની હૈસિયત…

દાવો જો કે સંઘનો એ જ છે કે તેણે આ લશ્કરી શક્તિ દેશની સેવા કાજે પ્રાપ્ત કરી છે, પરંતુ દેશની સેવાનો કોઈ રેકર્ડ કે પ્રમાણ કયાંય મળતો નથી. પાડોશી દેશો સાથે યુદ્ધ પ્રસંગે તેઓ કયારેય સરહદ પર ગયા નથી. હા, ૧૯૬પના ભારત-પાક. યુદ્ધ વખતે વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની મહેરબાનીથી તેને દેશની અંદર વ્યવસ્થા જાળવી રાખવાનું કામ જરૃર સોંપવામાં આવ્યું હતું. આ દરમ્યાન પણ તેણે નિર્દોષોને જ રંજાડયા હતા. આ તો સારી વાત છે કે તેની આ તાજી ઘોષણાની નોટિસ વિરોધ પક્ષના નેતાઓએ તરત જ લીધી અને ચારે તરફથી તેની ઘોર ટીકા અને નિંદા કરવામાં આવી છે. ઘણા નેતાઓએ તેના આ એલાનને યોગ્ય રીતે જ આપણી સેનાનું અપમાન ગણ્યું છે. દૈનિક ‘એશિયન એજ’એ પોતાના તંત્રીલેખમાં આ ઘોષણાને ‘દેશની દુર્દશા તરફ લઈ જવાનું પ્રથમ પગલું’ લખ્યું છે. દેશના બૃહદ હિતના ખાતર સરકારે પણ આ વાતની ગંભીર નોંધ લેવી જોઈએ. જો કે સરકાર વળી તેની જ છત્રછાયામાં ચાલી રહી છે !! પ્રશ્ન એ છે કે શું દેશમાં આ પ્રકારની ખાનગી લશ્કરી શક્તિ કાયમ કરવાની પરવાનગી છે ? દેશમાં આજે આ સરકાર છે તો આવતીકાલે બીજી હશે. આવી શક્તિ કે લડાયક સમૂહ કોઈપણ સમયે દેશના વિરુદ્ધ જઈને ખતરો ઊભો કરી શકે છે. ઈરાનમાં ‘પાસદારાને ઇન્કિલાબ’ના નામે આખું સંગઠન મૌજૂદ છે પરંતુ સામાન્ય જનજીવનમાં તેની કોઈ ભૂમિકા નથી. તે સમગ્ર દેશની આકસ્મિક આપત્તિઓમાં કામ કરે છે. જ્યારે કે સંઘ કે તેના સંલગ્ન સમૂહો વાતો તો રાષ્ટ્રની કરે છે પણ કામ વિભાજનના જ કરે છે અને એક વર્ગ વિશેષ સિવાય કોઈની પણ પરવા કરતો નથી. (દા’વતઃ મુ.અ.શે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here