ઇસ્લામ એક ઉપહાર સૌના માટે !

0
242

(ગતાંકથી ચાલુ)

જીવનના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન – ઇસ્લામ

અંતિમ ઈશગ્રંથ કુઆર્નમાં તૌહીદ (એકેશ્વરવાદ), અલ્લાહના ગુણો, આખિરત (પરલોક), અંતિમ ઈશદૂત મુહમ્મદ (સલ્લ.) સહિત તમામ ઈશદૂતો પર વિશ્વાસ, ઈશભય, ધૈર્ય, સત્ય અને ન્યાયની વ્યવસ્થાની સ્થાપના વગેરેનો ઉલ્લેખ છે. કુઆર્નની વાતો તદ્દન માનવીય પ્રકૃતિને અનુરૃપ, બુદ્ધિ-સહજ અને તાર્કિક છે. તેની દૃષ્ટિએ લોકોનું પથભ્રષ્ટ થઈ જવાનું કારણ મનુષ્યોનું પાયાવિહિન વાતો અને અટકળો પર નિર્ભર થઈ જવું, અજ્ઞાાનતા, હઠાગ્રહ, પૂર્વગ્રહ અને પક્ષપાત છે. વાસ્તવમાં જીવનની સાર્થકતા એ છે કે મનુષ્ય સત્યને જાણે-સમજે, તેને સ્વીકારવાનું સાહસ બતાવે અને તેની સ્થાપનામાં લાગી જાય. ઈશદૂતોની વાતો કાલ્પનિક કે અનુમાનો પર આધારિત નથી હોતી, તે ઈશ્વરદત્ત હોવાને કારણે વિશ્વસનીય હોય છે. આજની આધુનિક જીવન-પદ્ધતિમાં માનવી ઘણુંબધું શીખે છે, પણ જીવનની દોડધામમાં વર્ષો ખપાવ્યા પછી પણ તેને જીવનના મૂળભૂત પ્રશ્નોનો જવાબ નથી મળતો કે તે કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેમ આવ્યો છે, મૃત્યુ પછી ક્યાં જશે, આ જીવન અને તેનો ઉદ્દેશ્ય શું છે, અહીં તેણે કયા કર્મો કરવાના છે, તેનું સર્જન કોણે કર્યું છે, ઈશ્વર છે કે નહીં, અને છે તો કેટલા છે, તેના સાથે તેનો સંબંધ શું છે વગેરે. આ પ્રશ્નોનો પ્રભાવ તેના જીવન પર પડે છે. આના સાચા જવાબો તેના જીવનને સાચી દિશા આપે છે અને ધ્યેયલક્ષી જીવન માટે તેને તૈયાર કરે છે. જીવનના તમામ મૂળભૂત પ્રશ્નોના કુઆર્ન જવાબો આપે છે, જે સત્ય આધારિત, સરળ, સચોટ અને પ્રકૃતિને અનુરૃપ છે. તેમાં જીવન અને મૃત્યુ વિશે વિવરણ છે, જ્ઞાાન અને કર્મની વિસ્તૃત ચર્ચાઓ છે, પાપ-પુણ્યની સમજૂતી છે, જીવનને સફળ બનાવવાના નીતિ-નિયમો છે. તેમાં અગાઉની જાતિઓના વિનાશનો વિગતવાર અહેવાલ છે, જેનાથી આજનો મનુષ્ય બોધપાઠ લઈ શકે છે.
(વધુ આવતા અંકે)

ઇસ્લામી જીવન-વ્યવસ્થાની મુખ્ય શિક્ષાઓ ઃ

ઇસ્લામમાં દૈનિક જીવનથી લઈને સામૂહિક જીવનની સૂક્ષ્મથી-સૂક્ષ્મ વાતોનો ઉલ્લેખ છે. તેમાંથી મુખ્ય વાતો અહીં પ્રસ્તુત છેઃ

૧ – ઇસ્લામી જીવન-વ્યવસ્થાના ત્રણ મૂલ્યો ઃ

ઇસ્લામની જીવન-વ્યવસ્થાના પાયાના ત્રણ મૂલ્યો છે ઃ ‘અદ્લ’ (ત્નેજંૈષ્ઠી, ઈૂેૈંઅ, હ્લટ્વૈહિીજજ – ન્યાય, સમાનતા, પ્રમાણિક વ્યવહાર), ‘ઇહસાન’ (મ્ીહીકૈષ્ઠીહષ્ઠી, ઝ્રરટ્વિૈંઅ – ભલાઇ, સદ્ભાવ, ઉપકાર, ઉદારતા) અને ‘હિકમત’ (ઉૈજર્ઙ્ઘદ્બ, જીટ્વખ્તટ્વષ્ઠૈંઅ – તત્ત્વદર્શિતા, વિવેક, વ્યવહારિક શાણપણ). આ ત્રણ મૂલ્યોથી ઇસ્લામી જીવન-વ્યવસ્થાની ઇમારત ઊભી થાય છે. આનો જ કુઆર્ન અને પયગંબર મુહમ્મદ સાહેબના કથનોમાં આદેશ આપવામાં આવેલ છે.

૨ – ભલાઈઓના પ્રસાર અને બૂરાઈઓ વિરુદ્ધ સંઘર્ષનો આદેશ ઃ

ઇસ્લામ ભલાઈઓ ફેલાવવા અને બૂરાઈ વિરુદ્ધ સંઘર્ષને મનુષ્યનું મૂળભૂત કર્તવ્ય ઠેરવે છે અને તેના માટે પ્રેરે છે. તે બૂરાઈને ભલાઈથી-ભલી રીતે દૂર કરવાનો આદેશ આપે છે. કુઆર્ન કહે છે ઃ ”તમારામાં એક સમૂહ તો એવો હોવો જોઈએ જે લોકોને ભલાઈઓ તરફ બોલાવે અને નેકીની આજ્ઞાા આપે અને બૂરાઈઓથી રોકે.” (૩ઃ૧૦૪) પયગંબર મુહમ્મદ સાહેબ ફરમાવે છે કે ઃ ”જે વ્યક્તિ બૂરાઈને જુએ તો તેને શક્તિથી દૂર કરી દે, જો તે એવું ન કરી શકે તો વાણી (કે કલમ)થી તેના વિરુદ્ધ સંઘર્ષ કરે, જો એ પણ ન થઈ શકે તો ઓછામાં ઓછું પોતાના હૃદયમાં તેનાથી નફરત કરે, અને આ (સ્થિતિ) અત્યંત નબળા ઈમાન (વિશ્વાસ)ની નિશાની છે.” (મુસ્લિમ)

૩ – સદાચારીઓ વચ્ચે સહયોગ અને સંપનો આદેશ ઃ

”જે કાર્યો સદાચાર અને ઈશનિષ્ઠા અને સંયમના છે તેમાં સૌના સાથે સહયોગ કરો અને જે ગુના અને અત્યાચારના કાર્યો છે તેમાં કોઈના સાથે સહયોગ ન કરો. અલ્લાહથી ડરો…” (કુઆર્ન, ૫ઃ૨)

૪ – માનવ-એકતા, સમાનતા અને વિશ્વ-બંધુત્વ ઃ

જાતિ-જ્ઞાાતિ, ધર્મ, રંગ, વર્ણ, ભાષા અને પ્રદેશ વગેરેનું ઇસ્લામમાં કોઈ સ્થાન નથી. ઇસ્લામની દૃષ્ટિએ સૌ ભાઈ-ભાઈ છે. એક અલ્લાહના બંદાઓ છે. વ્યક્તિની શ્રેષ્ઠતાનો આધાર જન્મ, વંશ કે કૂળ નહીં, પણ તેની ઈશનિષ્ઠા અને સંયમિત જીવન છે. પયગંબર સાહેબ ફરમાવે છે, ”હે લોકો ! નિઃસંદેહ, તમારો રબ પણ એક છે અને તમારો પિતા પણ એક. જાણી લો ! કોઈ આરબને બિનઆરબ પર અને કોઈ બિનઆરબને કોઈ આરબ પર તથા ગોરાને કાળા પર અને કાળાને કોઈ ગોરા પર શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી, શ્રેષ્ઠતાનું માપદંડ ફક્ત ઈશભય અને સંયમ છે. તમારામાંથી અલ્લાહની દૃષ્ટિએ ઇજ્જતનો વધારે હક્કદાર એ છે જે અલ્લાહની નિર્ધારિત સીમાઓનો વધારે પાબંદ છે.” કુઆર્નમાં પણ આ જ આદેશ છે. (કુઆર્ન, ૪૯ઃ૧૩)

૫ – ન્યાયની સ્થાપના ઃ

કુઆર્ન નિરંતર ન્યાયના મહિમાની યાદ દેવડાવે છે અને હુકમ સંભળાવે છે કે – ”જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક કરો.” (કુઆર્ન, ૪ઃ૫૮) તે ન્યાયની સ્થાપના માટે પોતાની જાત, પોતાના સગાં-સંબંધીઓના હિતોનાં બલિદાનની પણ તાકીદ કરે છે. ઇસ્લામમાં ન્યાયનો આધાર લોકાના પ્રતિભાવ, પ્રતિક્રિયા અનેે સંજોગોના અનુકૂળ કે પ્રતિકૂળ હોવા પર નથી, બલ્કે તે પૂર્ણ, અબાધિત અને બિનશરતી ન્યાયની આજ્ઞાા આપે છે – ”હે ઈમાનવાળાઓ ! ન્યાયના ઝંડાધારી બનો અને અલ્લાહ કાજે સાક્ષી આપો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષી સ્વયં તમારી જાત અથવા તમારા માતા-પિતા અને સગાંઓ વિરુદ્ધ જ કેમ ન હોય… તમે પોતાની ઇચ્છાના અનુપાલનમાં ન્યાયથી ફરી ન જાઓ, કેમ કે જો તમે પક્ષપાતપૂર્ણ વાત કહી કે સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો, અલ્લાહને તેની ખબર છે.” (કુઆર્ન, ૪ઃ૧૩૫)

૬ – બહુલતા અને વૈવિધ્યની સ્વીકૃતિ ઃ

ઇસ્લામની દૃષ્ટિએ જુદા-જુદા સામાજિક વર્ગો, બિરાદરીઓ અને ધર્મોના લોકો વચ્ચે એકતા અને સમરસતા પ્રશંસનીય છે. તે સ્વીકારે છે કે લોકોની માન્યતાઓ અને આસ્થાઓ અલગ હોઈ શકે છે. જેમ કે અલ્લાહ ફરમાવે છે – ”તેની નિશાનીઓમાંથી… તમારી ભાષાઓ અને તમારા રંગોમાં ભિન્નતા છે.” (કુઆર્ન, ૩૦ઃરર) કુઆર્નમાં છે કે, ”જો તારા રબની ઇચ્છા આ હોત (કે ધરતીમાં બધા આજ્ઞાાંકિત જ હોય) તો બધા જ ધરતીવાસીઓ ઈમાન લાવી ચૂક્યા હોત…” (કુઆર્ન, ૧૦ઃ૯૯) કુઆર્ન શાંતિથી રહેવાની તાકીદ કરે છે. બીજાના ધર્મો અને ધાર્મિક મહાનુભાવો વિશે અપશબ્દો બોલવાની મનાઈ કરે છે – ”આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો…” (કુઆર્ન, ૬ઃ૧૦૮) એ જ રીતે કુઆર્ન કહે છે કે, ”ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી. સાચી વાતને ખોટા વિચારોથી અલગ છાંટીને મૂકી દેવામાં આવી છે.” (કુઆર્ન, ૨ ઃ ૨૫૫)

૭ – સમાજમાં સ્ત્રીનું પણ એક સ્થાન છે ઃ

ઇસ્લામે સૌપ્રથમ સ્ત્રીને વિભિન્ન માનવીય અધિકારો આપ્યા, અને કુટુંબમાં, સમાજમાં તેના સન્માનનીય સ્થાનને નિશ્ચિત કર્યું અને લોકોને તેના પાલનનો ધાર્મિક આદેશ આપ્યો. કુઆર્ન કહે છે – ”સ્ત્રીઓ માટે પણ સામાન્ય નિયમ અનુસાર એવા જ અધિકારો છે, જેવા પુરુષોના અધિકારો તેમના ઉપર છે.” (કુઆર્ન, ૨ઃ૧૮૭) કર્મોના ફળ (પરલોકમાં સ્વર્ગનું ઇનામ)ના સંદર્ભમાં કહ્યું, ”હું તમારામાંથી કોઈનું કર્મ વ્યર્થ જવા દેવાનો નથી. ચાહે પુરુષ હોય કે સ્ત્રી, તમે સૌ એક-બીજા જેવા છો.” (કુઆર્ન, ૩ઃ૧૯૫) માતા-પિતા વિશે સ્પષ્ટ આદેશ આપ્યો, ”માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો. જો તમારા પાસે તેમાંથી કોઈ એક, અથવા બંને, વૃદ્ધ થઈને રહે તો તેમને ઊંહકારો પણ ન કહો, ન તો તેમને ધુત્કારીને જવાબ આપો, બલ્કે તેમના સાથે આદરપૂર્વક વાત કરો, અને નમ્રતા અને મહેરબાની સાથે તેમના સામે નમીને રહો.” (કુઆર્ન, ૧૭ઃ૨૩-૨૪) પયગંબર સાહેબે માતા વિશે ફરમાવ્યું, ”તમે તેની સેવા કરો, કેમ કે સ્વર્ગ માતાના ચરણોમાં છે.” (અહમદ) અને, પિતા વિશે ફરમાવ્યું, ”પ્રભુની પ્રસન્નતા પિતાની ખુશીમાં છે અને પ્રભુની નારાજગી પિતાની નારાજગીમાં છે.” (તિરમિઝી) પુત્રી કે બહેનનું સારી રીતે પાલન-પોષણ કરવું, તેને સારી તાલીમ આપવી અને તેના સારા ઘરમાં લગ્ન કરવા માટે પયગંબર સાહેબે સ્વર્ગની બાંહેધરી આપી છે. ઇસ્લામે સ્ત્રીઓને મૃતક હે છે – ”સ્ત્રીઓ માટે પણ તે સંપત્તિમાં હિસ્સો છે જે માતા-પિતા અને નજીકના સગાઓએ પાછળ મૂક્યો હોય, ચાહે થોડો હોય કે વધારે, અને આ હિસ્સો (અલ્લાહ તરફથી) નિર્ધારિત કરેલો છે.” (કુઆર્ન, ૪ઃ૭) આમ તો ઈશ્વરે તલાકને અતયંત નાપસંદ કરેલ છે, તેમ છતાં કુટુંબ અને સમાજની વ્યવસ્થાને સુખરૃપ રાખવા માટે પતિ-પત્નીના મન-મેળાપના અભાવમાં તલાકનો હક્ક,પુરુષ અને સ્ત્રી બંનેને આપ્યો છે. સ્ત્રીની મરજી વગર તેના લગ્નની મનાઈ છે.

૮ – ઇસ્લામની લોકતાંત્રિક વ્યવસ્થાના મુખ્ય સિદ્ધાંતો ઃ

* શાસન લોકોના કલ્યાણ અને ઉન્નતિ માટે હોય છે. * શાસક માટે લોકોનું સ્વૈચ્છિક અનુમોદન અનિવાર્ય છે. બળજબરીથી કોઈ પ્રજાનો શાસક ન બની શકે. * શાસનની બાબતો પ્રજાના સંનિષ્ઠ-જ્ઞાાની પ્રતિનિધિઓ (શૂરા)ના પરામર્શથી નક્કી થશે. * શાસક તમામ લોકો માટે ધર્મનું પાલન, એક સારા જીવનનું નિર્માણ, જાહેર હિતોની કાળજી આવશ્યક છે. * શાંતિ અને સહિષ્ણુતાથી રહેવાની, એક-બીજાને સહાયભૂત થવાની બધા લોકોની પારસ્પારિક જવાબદારી છે. * સ્વતંત્રતા એ દરેકનો હક્ક છે, પણ કોઈપણ વ્યક્તિને બીજાની સ્વતંત્રતાનું હનન કરવાનો અધિકાર નથી. * તમામ લોકો મૂળભૂત રીતે સમાન છે. તેઓ બધા માનવો છે, એક જ પિતાના સંતાનો છે. સૌના અધિકારો સમાન છે. * શોષણ અને અત્યાચારની મનાઈ છે, અને શોષણ અને અત્યાચારનો વિરોધ અને તેને નાબૂદ કરવું એક માનવીય કર્તવ્ય છે. * કાનૂનનું પાલન શાસક અને પ્રજા બંને માટે અનિવાર્ય ધાર્મિક કર્તવ્ય અને જવાબદારી છેે, કાનૂન સૌ પર સમાનરૃપે લાગુ થશે. *
આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ઇસ્લામ માનવીની આલોક-પરલોકની સફળતાનો માર્ગ છે. તેના સિવાય બધી જ શિક્ષાઓ માનવીઓએ પોતે ઘડેલી છે. તેનો ઈશ્વરીય માર્ગદર્શન સાથે કોઈ જ સંબંધ નથી. ઈશ્વરને માત્ર પૂજા-અર્ચના સુધી સીમિત કરીને પોતાના સંપૂર્ણ જીવનને તેના માર્ગદર્શનથી અલિપ્ત કરી લેવું માનવીની ભૂલ છે. તેનાથી માનવીનું વ્યક્તિગત અને સામૂહહિક જીવન સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. આના કારણે જ આપણે સફળતા અને મુક્તિ-માર્ગથી ભટકી ગયા છીએ. આપને અનુરોધ એ છે કે સાચા મનથી ઇસ્લામનું અધ્યયન કરો. તમે જોશો કે ઇસ્લામ તમારા અંતરાત્માનો અવાજ છે, તમારો જન્મસિદ્ધ અધિકાર છે, આ ઈશ્વરદત્ત ઉપહાર સૌના માટે છે, અને તમને એ વિશ્વાસ થઈ જશે કે ઇસ્લામ એવો સન્માર્ગ છે, જેના થકી સફળતા અને મુક્તિની બાંહેધરી ઈશ્વરે મનુષ્યને આપી છે. આવો, સત્યની શોધને આપણે આગળ વધારીએ. -*-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here