ઇસ્લામના પયગંબર ﷺ સમસ્ત માનવતા માટે  સર્વશ્રેષ્ઠ આદર્શ

0
9

ઇસ્લામના પયગંબર ﷺસમગ્ર માનવતા માટે એક સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ આદર્શ  અને પ્રકાશની દીવાદાંડી છે, તેથી જ પવિત્ર કુર્આને તેમને “રહમતુલ્લિલ આલમીન” નું બિરુદ આપ્યું છે. જો કે, જ્યારે આપણે ઇસ્લામના પયગંબર વિશે આવો દાવો કરીએ છીએ, ત્યારે તે ફક્ત ધાર્મિક આશાવાદ નથી, પરંતુ તે એક ઘટના છે જેના ઐતિહાસિક પુરાવા છે.

કારણ કે એવું એક જ વ્યક્તિત્વ સમગ્ર માનવતા માટે આદર્શ બની શકે છે, જેમાં ઓછામાં ઓછી ત્રણ મહત્વપૂર્ણ બાબતો મળી આવે.  પ્રથમ, તેમનું જીવનચરિત્ર ઐતિહાસિક રીતે સાચવેલ હોવું જોઈએ અને એવા અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા આપણા સુધી પહોંચવું જોઈએ કે આપણે તેના પર ભરોસો કરી શકીએ.  બીજું, તેમનો સંદેશ અને તેમનું કાર્ય અને તેમનું સમગ્ર જીવન સમગ્ર માનવતા માટે હોવું જોઈએ, કોઈ ચોક્કસ પ્રદેશ કે તેના લોકો માટે નહીં. ત્રીજું, તેમનું જીવનચરિત્ર જીવનના દરેક ક્ષેત્ર માટે માર્ગદર્શક હોવું જોઈએ અને તેમને તેમના માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા પછી, વ્યક્તિને તેના જીવનમાં કોઈ ઉણપ કે અવકાશ ન હોવો જોઈએ.

ઐતિહાસિક જાળવણી અને અધિકૃતતા
જ્યાં સુધી ઐતિહાસિક જાળવણી અને પ્રમાણનો સંબંધ છે, જો આપણે ઇસ્લામના પયગંબરﷺ સિવાયના અન્ય ધાર્મિક નેતાઓના જીવન પર નજર કરીએ, તો આપણને ખૂબ નિરાશા સાંપડશે.  જો આપણે બધા ધર્મોનો ઉલ્લેખ કરીએ, તો વાત ઘણી લાંબી થઈ જશે, તેથી, ઇસ્લામ પછી, વિશ્વના બે મુખ્ય ધર્મોનો ઉલ્લેખ કરવામાં આવે છે, હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ.  જેમાંથી એક વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે, જો તેને ધર્મ કહેવું યોગ્ય હોય તો,  બીજો ધર્મ ઇસ્લામની સૌથી નજીકનો છે.

હિન્દુ ધર્મ:
વેદ, ઉપનિષદ શાસ્ત્રો, પુરાણ, સ્મૃતિઑ , રામાયણ અને ગીતાનો ઉલ્લેખ હિન્દુ ધર્મના સ્ત્રોત તરીકે કરવામાં આવ્યો છે.( શ્રી કૃષ્ણ દત્ત ભટ્ટ- વૈદિક ધર્મ શું કહે છે? પ્રથમ, બીજો, ત્રીજો ભાગ). આમાં ચાર વેદ, ઋગવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે મોટાભાગના હિન્દુ સંપ્રદાયોની નજરમાં, આ વેદ ઈશ્વર તરફથી  પ્રેરિત અને મોકળેલ છે.  હિન્દુ ધર્મ વિશે માહિતીનો બીજો મુખ્ય સ્ત્રોત “સ્મૃતિ” છે, જેમાંથી મનુજીની સ્મૃતિ સૌથી પ્રખ્યાત છે.

હિંદુ ધર્મમાં મોટી સમસ્યા એ છે કે કોઈ આદર્શ અને નમૂનારૂપ વ્યક્તિત્વ નથી જેને રોલ મોડેલ કહી શકાય. બીજી બાજુ અંધશ્રદ્ધાળુ, પૌરાણિક અને કાલ્પનિક દેવતાઓ અને દૈવી અવતારોની એક ભીડ છે. જે દરેક પગલે એવા અનૈતિક કૃત્યો કરતો રહે છે, જેને સાંભળીને માનવીનું મન કુત્સિત થઈ જાય.  (સંદર્ભ-વિગતો માટે, મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીની તુહફતુલ-હિંદ, પંડિત પ્રકાશ દ્વારા રામાયણનો અનુવાદ)

વેદો કયા મહર્ષિઓ પર પ્રગટ થયા તે અંગે પણ કોઈ સર્વસંમતિ નથી. કેટલાક પ્રખ્યાત હિન્દુ વિચારક જેમકે  સ્વામી વિવેકાનંદ, સ્વામી શ્યામ શ્રીજી અને પંડિત જવાહરલાલ નેહરુ અને અન્ય વિચારકો વેદોને ઈશ્વરીય ગ્રંથ માનતા નથી. વેદના કેટલાક લેખો દ્વારા પણ આ વાતની પુષ્ટિ થાય છે, ઉદાહરણ તરીકે, વેદનું વિધાન “આપણે આ મંત્રને આપણી બુદ્ધિથી પ્રશંસનીય અગ્નિ માટે રચીએ છીએ, જેમ સુથાર રથ બનાવે છે.” (ઋગ્વેદ ૧ ૯૫-૧૧) આના પરથી સ્પષ્ટ થાય છે કે વેદ માનવ બુદ્ધિનું ઉત્પાદન છે, પ્રેરણાનું નહીં, અને જો વેદને તેના મૂળ સંદર્ભમાં પ્રેરિત તરીકે સ્વીકારવામાં આવે તો પણ, કોઈ નબળો પુરાવો પણ નથી જે પરંપરાની સાંકળ અને પ્રારંભના બિંદુનો ઉલ્લેખ કરતો હોય.  તેથી મોટાભાગના હિન્દુ વિદ્વાનો પણ સ્વીકારે છે કે વેદ હવે તેમના મૂળ સ્વરૂપમાં અસ્તિત્વમાં નથી. સ્વામી સીતાધારી લખે છે, “વર્તમાન ગ્રંથના જ્ઞાનમાં ઘણી ખામીઓ અને ત્રૂટીઓ હોવાથી, તે ખોટા છે. તેઓ મૂળ અને સાચા વેદ કહેવાને લાયક નથી.” (આફતાબે હકીકત પાનું ૨૨૩-ભારતવર્ષ કા ધાર્મિક ઇતિહાસ ૧૨૦)અને પંડિત શિવશંકરનો મત છે: “આત્મા રામ જૈનીએ પણ લખ્યું છે કે પ્રાચીન ચાર વેદ ધર્મ માટે અભ્યાસ કરવા યોગ્ય હતા, પરંતુ બ્રાહ્મણોએ તેમને દૂષિત કર્યા હોવાથી, તેઓ અવિશ્વસનીય બની ગયા છે.”

આમ, હિન્દુ ધર્મમાં, આપણી પાસે કોઈ આદર્શ વ્યક્તિત્વ નથી જેનું કેન્દ્રિય મહત્વ હોય, અને વિવિધ વ્યક્તિત્વોની પસંદ કરેલી ઘટનાઓ માટે સૌથી નબળા ઐતિહાસિક પુરાવા પણ નથી, જેના પર વિશ્વાસ કરી શકાય.

ખ્રિસ્તી ધર્મ
ખ્રિસ્તી ધર્મમાં, હઝરત ઈસા (યીશુ મસીહ)નું કેન્દ્રિય સ્થાન છે અને ઇસ્લામના પયગંબરે પણ તેમને સાચા પયગંબર જાહેર કર્યા છે. હઝરત ઈસાના સંજોગો અને તેમના આહવાન અને સંદેશને જાણવાનો એકમાત્ર સ્ત્રોત બાઇબલના નવા કરારનો ભાગ છે. જે હઝરત ઈસાના પ્રેરણા, ઉપદેશો અને ઘટનાઓ, તેમના કેટલાક પ્રત્યક્ષ અને પરોક્ષ સંતોના લખાણો અને સાક્ષાત્કારનો સંગ્રહ છે. આ ભાગમાં 27 પુસ્તકો છે, જેમાંથી સાત પુસ્તકો અને એક પુસ્તકના કેટલાક શબ્દસમૂહો ખ્રિસ્તી વિદ્વાનો દ્વારા સર્વસંમતિથી સંમત નથી. (મૌલાના રહેમતુલ્લાહ કેરાનવી, ઇઝહાર-ઉલ-હક (ભાગ 1)

પછી પયગંબર ઇસાની ભાષા ‘આરમી’ હતી.  પણ બાઇબલ ગ્રીકમાં સંકલિત કરવામાં આવી હતી. માર્કની સુવાર્તા પયગંબર ઈસુના 65 થી 70 વર્ષ પછી સંકલિત કરવામાં આવી હતી, મેથ્યુની સુવાર્તા 85 થી 90 વર્ષ પછી સંકલિત કરવામાં આવી હતી, લુકાની સુવાર્તા 90 થી 95 વર્ષ પછી સંકલિત કરવામાં આવી હતી અને યોહાનાની સુવાર્તા 110 વર્ષ પછી સંકલિત કરવામાં આવી હતી. આ સંકલનકારોમાંથી કોઈ પણ પયગંબર ઈસુનો શિષ્ય નહોતો, અને ન તો આ પુસ્તકો માટે કોઈ પુરાવા છે કે પયગંબર ઈસુ પોતે આ સુવાર્તાઓના સંકલનકારો સુધી પહોંચ્યા હતા. આ પછી, નવા કરારના સમગ્ર સંગ્રહનું સંકલન અને તેને અધિકૃત કરવાનો નિર્ણય પયગંબર ઈસા સાહેબના મૃત્યુના 397 વર્ષ પછી બાઇબલ પર યોજાયેલી કાર્થેજની ત્રીજી પરિષદમાં લેવામાં આવ્યો હતો.

પરંતુ આ અનુવાદની પરિસ્થિતિ એવી હતી કે શરૂઆતમાં ચર્ચે તેને સ્વીકાર્યો નહોતો, પરંતુ પાછળથી ટ્રિનિટી કાઉન્સિલે તેને મંજૂરી આપી. તેથી, કેટલાક ખ્રિસ્તી વિદ્વાનોના મતે, આ અનુવાદ ઉતાવળમાં કરવામાં આવ્યો હતો અને ઘણા ફેરફારોને કારણે બગડ્યો છે. પાદરી યુનુસ સિંહ દ્વારા અનુવાદિત ‘પ્રશ્નો અને જવાબોનું’ પુસ્તક પ્રકાશિત-અલાહાબાદ)

પછી આ અનુવાદમાંથી અન્ય અનુવાદો કરવામાં આવ્યા, જેમાં કિંગ જેમ્સના આદેશ પર હેમ્પટન કોર્ટ કોન્ફરન્સમાં કરવામાં આવેલ પ્રખ્યાત અંગ્રેજી અનુવાદનો પણ સમાવેશ થાય છે. જે બાર વર્ષ પછી ૧૬૧૬માં પૂર્ણ થયું, પછી ૧૮૮૪માં સુધારવામાં આવેલ.  આ તે અનુવાદ છે જેને કિંગ જેમ્સ બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે.

એવું લાગે છે કે તે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી લાંબા સમય પછી પરોક્ષ રીતે સંકલિત કરવામાં આવ્યું હતું. સંકલનકારોમાં ઈસુ ખ્રિસ્તનો કોઈ શિષ્ય નહોતો. એવી કોઈ ટ્રાન્સમિશન સાંકળ નથી જેના પરથી તેની પ્રામાણિકતાનો નિર્ણય કરી શકાય. તેના કેટલાક ભાગો કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયોમાં પણ અધિકૃત નથી. “આર્મેનિયન ભાષામાં સુવાર્તાની કોઈ નકલ નથી, જે ઈસુ ખ્રિસ્તની મૂળ ભાષા હતી, જાણે કે તે બાઇબલ અનુવાદથી જ શરૂ થઈ હતી અને હવે તે પહેલો અનુવાદ પણ સચવાયેલો નથી, પરંતુ અનુવાદની અંદર અનુવાદના રૂપમાં અસ્તિત્વમાં છે. આ અનુવાદની પ્રામાણિકતા વિશે ખ્રિસ્તી વિદ્વાનોમાં પણ મતભેદ છે અને કોઈપણ કાવ્યાત્મક અતિશયોક્તિ વિના, તે ચૂંચુંનો મુરબ્બો જેવો ઘાટ બની ગયો છે. હવે તમે જ કહો કે તેને પ્રોફેટ ઈસુના સંજોગો અને જીવન માટે શા માટે અધિકૃત અને વિશ્વસનીય માનવું જોઈએ. આમ, પ્રખ્યાત બાઇબલ ટીકાકાર હોર્ન તેમના ભાષ્ય (ભાગ ૧) ના પરિશિષ્ટમાં લખે છે:

“જ્યારે એવું કહેવામાં આવે છે કે પવિત્ર પુસ્તકો ઈશ્વર દ્વારા પ્રગટ થયા છે, ત્યારે તેનો અર્થ એ નથી કે દરેક શબ્દ અને દરેક વાક્ય દૈવી પ્રેરણાથી લખાયેલ છે, પરંતુ લેખકોના રૂઢિપ્રયોગો અને તેમના નિવેદનોમાં તફાવત દર્શાવે છે કે તેમને તેમના સ્વભાવ અને ટેવો અનુસાર અને તેમની પોતાની સમજણ અનુસાર લખવાની મંજૂરી આપવામાં આવી હતી, અને પ્રેરણાના જ્ઞાનનો ઉપયોગ ઔપચારિક વિજ્ઞાનની જેમ જ કરવામાં આવતો હતો. એવું માની શકાય નહીં કે તેમણે જે કંઈ કહ્યું છે તે બધું પ્રેરિત હતું અથવા પ્રેરિત છે, અને તેઓ જે આદેશો જણાવે છે તે ઈશ્વર તરફથી છે. “

ધ એનસાયક્લોપીડિયા બ્રિટાનીકા જણાવે છે: જે લોકો દાવો કરે છે કે બાઇબલમાં લખેલી દરેક વસ્તુ પ્રેરિત છે તેઓ તેમના દાવાને સરળતાથી સાબિત કરી શક્યા નથી.”(૨૦/૧૯)

ઇસ્લામ
ઇસ્લામના પયગંબર ﷺનું જીવનચરિત્ર જુઓ. તેમના જીવનચરિત્રના બે મુખ્ય સ્ત્રોત છે: અલ્લાહનું પુસ્તક અને અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નત(તરીકો). પવિત્ર કુર્આનની સ્થિતિ એ છે કે તે આજ સુધી સચવાયેલ છે, ફક્ત તેના શબ્દો સાથે જ નહીં, પરંતુ તેના લિપિ અને ઉચ્ચારણ સાથે પણ. તેમણે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેમના જીવનકાળ દરમિયાન પોતાની દેખરેખ હેઠળ તેને લખાવ્યું હતું. {અલ-સુયુતી, અલ-અત-તકાન ફી ઉલુમ અલ-કુર્આન: 64/1) તેમણે પોતે સુરાઓ(અધ્યાય) અને આયતોને ગોઠવી હતી. . (આલુસી, રુહુલ-મા’ની (૬૪/૧) પછી, પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ના અવસાન પછી એક વર્ષ પણ પસાર થયું ન હતું જ્યારે પ્રથમ ખલીફા, હઝરત અબુબકર સિદ્દીક રદી.  એ સાથીઓ પાસેથી લખાણો મેળવીને તેમને એકીકૃત કર્યા. હઝરત ઉસ્માન રદી. દ્વારા ઉચ્ચારણ અને સ્વરમાં જે થોડો તફાવત હતો તે દૂર કરવામાં આવ્યો અને તેમના ખિલાફત દરમિયાન બધા લોકોને એક ઉચ્ચાર પર સંમત કર્યા. (ઝરકશી અલ-બુરહાન ફી ‘ઉલુમ ઉલ-કુર્આન: ભાગ ૧, માનનાઉલ-કત્તાન: માબાહિસ ફી ઉલુમૂલ કુર્આન-૧૩૩) અને તે સમયથી આજ સુધી, કુર્આન દરેક યુગમાં હજારો અને લાખો હૃદયોમાં સચવાયેલ છે અને પઠનમાં એવો કોઈ તફાવત નથી કે જેનાથી અર્થ બદલાઈ જાય.

બીજો સ્ત્રોત સુન્નત છે, બધી હદીસો તેમના સાથીઓ પાસેથી વર્ણવવામાં આવી છે, તેનો નોંધપાત્ર ભાગ તેમના સાથીઓએ પોતે લખ્યો હતો, (જુઓ: મૌલાના મનાઝિર અહેસન ગિલાનીનું હદીસનું સંકલન, મૌલાના સૈયદ મિનનાતુલલાહ રહમાનીની ‘કિતાબે હદીસ, અને મૌલાના મુહમ્મદ રફી ઉસ્માનીનું પુસ્તક ‘એહદે નબવી મેં તદવીને હદીસ’). તેમના મૃત્યુના સો વર્ષ પછી, હદીસોનો મોટો સંગ્રહ સંકલિત કરવામાં આવ્યો, જેમાં ઇમામ મલિકની મુવત્તા અને ઇમામ અબુ યુસુફનું પુસ્તક ‘અલ આસાર’ ખાસ કરીને નોંધપાત્ર છે. દરેક હદીસના પ્રમાણ અને તેની આખી શ્રેણી સાચવવામાં આવી છે અને પુસ્તકોમાં નોંધાયેલી છે. સાંકળમાં દેખાતા તમામ ઉત્તરોત્તર રિવાયત કરનારના સંજોગો પણ સાચવવામાં આવ્યા છે, જે ઇતિહાસનો એક અજોડ રેકોર્ડ છે, જેને જોઈને આજે પણ નક્કી કરી શકાય છે કે તેઓ કેટલી હદે અધિકૃત છે કે આનાધિકૃત છે?

હવે એ સ્પષ્ટ છે કે ઐતિહાસિક ચકાસણી અને જાળવણીની દ્રષ્ટિએ, આપણી પાસે હઝરત મુહમ્મદﷺ તરફ વળવા સિવાય કોઈ વિકલ્પ નથી.

વૈશ્વિક આમંત્રણ
કોઈ ધર્મ સાર્વત્રિક અને સમગ્ર માનવતાનો ધર્મ બનવા માટે, જરૂરી છે કે તે તેના ઉપદેશોની દ્રષ્ટિએ સાર્વત્રિક હોય, તે સમગ્ર માનવતાને એક દ્રષ્ટિકોણથી જુવે અને એવું ન હોય કે તેણે માનવતાને વિવિધ વર્ગોમાં વિભાજિત કરેલ હોય.

હિન્દુ ધર્મ
આ દૃષ્ટિકોણથી, જ્યારે તમે હિન્દુ ધર્મનો અભ્યાસ કરો છો, ત્યારે તમે જોશો કે તે આ નબળાઈથી ભરેલો છે. તેણે માનવોને કાયમ માટે ચાર જન્મ વર્ગોમાં વિભાજિત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય , વૈશ્ય અને શૂદ્ર. તેમની વચ્ચે એટલો તફાવત છે કે જો કોઈ નીચી જાતિનો માણસ ઉચ્ચ જાતિના માણસનો વ્યવસાય અપનાવે છે, તો રાજાએ તેની સંપત્તિ છીનવી લેવી જોઈએ અને તેને દેશમાંથી કાઢી મૂકવો જોઈએ. (ઋગ્વેદ ૧૪-૫૩-૧, યજુર્વેદ ૨-૧૩, સત્યાર્થ પ્રકાશ (૧૫૨/૪)) જે કોઈ બ્રાહ્મણનો પ્રતિકાર કરે છે, તેને સૂકા લાકડાની જેમ બાળી નાખવામાં આવે. (જુઓ: મનુસ્મૃતિ ડૉ. ચમન લાલ ગૌતમ દ્વારા હિન્દી ભાષ્ય સાથે, વેદનગર, બરેલી દ્વારા પ્રકાશિત) ઉપરાંત, યજુર્વેદ અધ્યાય ૨૧ મંત્ર ૧૧ નો અર્થ એ છે કે બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી, ક્ષત્રિય હાથમાંથી, વિષ્ણુ જાંઘમાંથી અને શૂદ્ર પગમાંથી જન્મે છે, તેથી, જેમ મુખ હાથ ન બની શકે અને હાથ મુખ ન બની શકે તેવી જ રીતે, બ્રાહ્મણ ક્ષત્રિય કે ક્ષત્રિય બ્રાહ્મણ ન હોય શકે.  હિન્દુ ધર્મનો બીજો ગ્રંથ, “મનુસ્મૃતિ”માં  સંશોધન, પૂજા, રિવાજો અને પરંપરાઓ, ધાર્મિક શિક્ષણ, વસ્ત્રો, પોશાક અને ખોરાકબધી બાબતે વિવિધ સમૂહો વચ્ચે અંતર કરવામાં આવ્યો છે.

ખ્રિસ્તી ધર્મ
જ્યાં સુધી ખ્રિસ્તી ધર્મનો સવાલ છે, તો ઈસુએ પોતે સ્પષ્ટ કર્યું છે કે: મને ફક્ત ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાં પાસે મોકલવામાં આવ્યો છે. (મથ્થી ૧૦:૫-૬) એક સમયે, તે પોતે પોતાના શિષ્યોને બિનયહૂદીઓમાં ન જવા અને સમરૂનીઓના કોઈપણ શહેરમાં પ્રવેશ ન કરવા, પરંતુ ઇઝરાયલના ખોવાયેલા ઘેટાં પાસે જવાની સૂચના આપે છે. (માથ્થી ૬:૧૦) તેથી, ઈસુના શિષ્યોની પરિસ્થિતિ એવી હતી કે જો કોઈ બિન-ઇઝરાયલીને ધર્મમાં આમંત્રણ આપવા જાય, તો આ બાબત તેમની વચ્ચે ચર્ચાનો વિષય બની જતો. .

આ અને આવા ઘણા બધા નિવેદનો એ હકીકતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્તની પયગંબરી અને તેમનો સંદેશ સાર્વત્રિક નહોતો, પરંતુ ફક્ત ઇઝરાયલના બાળકો માટે હતો. આ પછી પણ, જે લોકો ઈસુ ખ્રિસ્તના સંદેશની સાર્વત્રિકતા સાબિત કરવા માંગે છે તેઓ વાસ્તવમાં “મુદ્દઈ સુસ્ત, ગવાહ ચુસ્ત” જેવો ઘાટ ઘડે છે. (અહીં જે લખ્યું છે તે પયગંબર ઈસુના ખ્યાલ અનુસાર છે, જે બાઇબલ દ્વારા દોરવામાં આવ્યું છે. નહિંતર, દરેક પયગંબર પોતાના સમય અને યુગ માટે એક સંપૂર્ણ મોડેલ હોય છે. તેમાં કોઈ શંકા નથી કે પયગંબર ઈસુના જીવનમાં જીવનના ઘણા તબક્કા આવ્યા ન હતા, પરંતુ તે ચોક્કસ છે કે પયગંબરે સૂચનાઓ આપી હશે. બીજું, પયગંબર ઈસુએ પોતે સ્વીકાર્યું હતું કે તેમને અગાઊના શરિયતના પાબંદ બનાવવામાં આવ્યા હતા અને તોરાતનો કોઈ પણ આદેશ ઉલટાવી શકાતો નથી. આ તો સંત પૌલ છે જેઓએ  ખ્રિસ્તી ધર્મનો તોરાત અને પયગંબર સાથેનો સંબંધ લગભગ તોડી નાખ્યો, તેથી હવે ખ્રિસ્તી ધર્મમાં વિકૃતિ અને અસંગતતા સ્પષ્ટ દેખાઈ આવે છે.)

ઇસ્લામ
હવે ઇસ્લામના પયગંબર ﷺ ને જુઓ, પવિત્ર કુરાને તેમના વિશે કહ્યું છે કે તેઓ સમગ્ર બ્રહ્માંડ માટે દયા છે. (અલ-અંબિયા (૧૦૭) પયગંબર મુહમ્મદ ﷺ પર નાઝિલ થયેલ પુસ્તકને પવિત્ર કુર્આન કહેવામાં આવે છે, જે “માનવજાત માટે માર્ગદર્શન” છે (અલ-બકરહ: ૧૮૫). કુર્આન ઘણી જગ્યાએ “હે માનવો ” કહીને સમગ્ર માનવતાને સંબોધે છે. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે વિશ્વના વિવિધ દેશોના રાજાઓને આમંત્રણ પત્રો લખ્યા. તેમના નજીકના વર્તુળમાં વિવિધ જાતિઓ અને પ્રદેશોના સાથીઓ હાજર હતા. અબિસિનિયાના બિલાલ રદી., રોમના સુહૈબ રદી., પર્શિયાના સલમાન રદી., બની ઇઝરાયલના અબ્દુલ્લા બિન સલામ રદી., યમનના અબુ હુરૈરાહ રદી.. મૌલાના મનાઝિર અહસન ગિલાનીના સંશોધન મુજબ, ભારતમાંથી રતન નામનો એક સાથી પણ આપની સાથે હતા.  

પછી તેમણે સ્પષ્ટપણે માનવતા માટે સમાનતા અને બરાબરી શીખવી અને સમજાવ્યું કે શ્રેષ્ઠતાનો ધોરણ જાતિગત વસ્તુઓ નહીં પરંતુ નૈતિક ગુણો હોય છે.  “અને અલ્લાહની નજરમાં તમારામાંથી સૌથી વધુ માનનીય તે છે જે સૌથી વધુ ન્યાયી છે” (અલ-હુજુરાત (૧૩)

તેથી, તે સ્પષ્ટ છે કે ઇસ્લામના પયગંબર ﷺ નો આહવાન અને સંદેશ સમગ્ર માનવતા માટે જીવન ઔષધિ બની શકે છે.

વ્યાપક માર્ગદર્શન
વ્યાપકતા એટ્લે એવું વ્યક્તિત્વ જેના જીવનચરિત્રમાં જીવનના તમામ પાસાઓ માટે માર્ગદર્શન હોય;  જેથી દરેક વ્યક્તિ પોતાના જીવનના દરેક પાસાઓ માટે ત્યાંથી માર્ગદર્શન મેળવી શકે, અને તેને માર્ગદર્શન માટે બીજે ક્યાંય જોવાની જરૂર ન રહે.

હિન્દુ ધર્મ
હિન્દુ ધર્મ વિશે સ્પષ્ટ છે કે તેમાં કોઈ આદર્શ વ્યક્તિત્વ બિલકુલ નથી અને જે વ્યક્તિઓ ઉલ્લેખિત છે તેઓ ‘બંદાઓ’ નહીં પણ ‘દેવતાઓ’નું સ્થાન ધરાવે છે, તેથી તેમના જીવનમાં અદ્ભુત અને અસાધારણ ઘટનાઓ બનતી રહે છે, જેનું પાલન સામાન્ય માણસ માટે શક્ય નથી. વેદ જે જ્ઞાનનું સ્ત્રોત માનવામાં આવે છે તેમાં મોટા ભાગે ફક્ત સ્તુતિ (તહમીદ), મંત્ર, પૂજાની પદ્ધતિઓ,  દુષ્ટતા અને રાક્ષસોથી રક્ષણની યોજનાઓ અને નૈતિક કવિતાઓનો સમાવેશ થાય છે.

ખ્રિસ્તી ધર્મ
ખ્રિસ્તી ધર્મમાં પણ એવું જ છે. માનવ જીવનને ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં વિભાજિત કરી શકાય છે: વ્યક્તિગત જીવન, સામાજિક જીવન અને સામૂહિક જીવન. વ્યક્તિગત જીવનના નિયમો તો ત્યારે જ જાણી શકાતા જ્યારે પયગંબર ઈસુના જીવનની સામાન્ય દિનચર્યાઓ પ્રકાશમાં હોત, પરંતુ પરિસ્થિતિ એ છે કે થોડી ચમત્કારિક ઘટનાઓ, યાત્રા વૃતાંત અને નૈતિક ઉપદેશો સિવાય, આપણને તેમના જીવન વિશે કોઈ વિગતો મળતી નથી. ખાવા-પીવા, સૂવા-જાગવા, ખાન-પાન, વાત-ચીત, પોષાક, પાકી-સફાઈની રીતભાત અને રિવાજો શું હતા, બાઇબલ તેનું વર્ણન કરતી નથી. સામાજિક જીવન માટે અહીં કોઈ નમૂનો મળી આવતો નથી, કારણ કે પયગંબર ઈસુને લગ્ન કરવાની અને પારિવારિક જીવન જીવવાની તક મળી ન હતી. હવે એ સ્પષ્ટ છે કે વૈવાહિક સંબંધો, જીવનસાથીના અધિકારો, બાળકોના અધિકારો, માતાપિતાની ફરજો અને આજીવિકા કમાવવાની સાચી અને ખોટી રીતોની વિગતો અહીં મળી શકતી નથી. સામૂહિક જીવન સાથે પણ એવું જ છે. ઈસુ ખ્રિસ્ત પાસે ક્યારેય કોઈ સરકાર કે સત્તા નહોતી, તેથી અહીં સરકારના સંગઠન, ન્યાયના સ્વરૂપમાં શાસક અને પ્રજા વચ્ચેના સંબંધો, યુદ્ધ અને શાંતિના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો, લશ્કરી અને સંરક્ષણ પ્રણાલી અંગે કોઈ માર્ગદર્શન મળતું નથી. બાઇબલમાંથી, આપણે ઈસુ ખ્રિસ્તના જન્મના સમયની કેટલીક ઘટનાઓ જાણીએ છીએ, જેના પછી તેમનું વ્યક્તિત્વ પડદા પાછળ જતું રહે છે અને યુવાની સમયે જ પાછું સામે આવે છે, ત્યારબાદ આપણને પર્વત પરનો ઉપદેશ અને એક કે બે વર્ષના સમયગાળામાં કેટલીક પસંદ કરેલી ઘટનાઓ જાણવા મળે છે. હદ તો એ છે કે ખ્રિસ્તીઓ એ વાત પર પણ સહમત નથી કે ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ બેથલેહેમ છે કે નાઝરેથ. હવે, કેવી રીતે કહી શકાય કે જેમના વ્યક્તિત્વ આટલા ઢંકાયેલા છે અને જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓ તેમના જીવનમાં આવ્યા નથી, અટહવા ટ્રના માટે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી, છેવટે, શું માનવતા પોતાના સર્વાંગી જીવન માટે તેમની પાસેથી કોઈ માર્ગદર્શન મેળવી શકે છે?

ઇસ્લામ
હવે આ દ્રષ્ટિકોણથી ઇસ્લામના પયગંબર ﷺ ના જીવનનો અભ્યાસ કરો, સુખ અને દુ:ખ, વિજય અને પરાજય, મૃત્યુ અને જન્મ, ઊંઘ અને જાગરણ, બેસવું અને ઉઠવું, મુલાકાત, શોક, પૂજા, નાણાકીય વ્યવહારો, ખરીદી અને વેચાણ, દેવું અને ગીરો, ભેટ અને દાન, લગ્ન, દામ્પત્ય જીવન, છૂટાછેડા અને અલગતા, ગુના અને સજા, ખેતી અને મજૂરી, શાસનના સિદ્ધાંતો, યુદ્ધ અને શાંતિના કાયદા, ન્યાય અને સમાનતાના નિયમો, આંતરરાષ્ટ્રીય સંબંધો, જીવનનો કોઈ તબક્કો એવો નથી જેમાં તેમનું ઉદાહરણ હાજર ન હોય. પતિ-પત્નીના પવિત્ર સંબંધ થી લઈ શારીરિક સ્વચ્છતા અને અને સફાઈ બાબતે પણ તેમના આદેશો અને રીતભાત આપણી સામે છે અને જન્મથી મૃત્યુ સુધીની તેમનું આખું જીવનચરિત્ર આપણી સામે છે જાણે કોઈ ચળ ચિત્રની ફિલ્મ તૈયાર કરવામાં આવી હોય.

છેલ્લે
કમનસીબે, આજે માનવતા પોતાના જીવનની ક્ષુલ્લક સમસ્યાઓથી વિચલિત છે. તે ભૌતિક સંસાધનો, માનવ અને પ્રાણીઓના શરીરો પર સંશોધનમાં તો ઘણું વિકાસ જોવા મળે છે. બ્રહ્માંડની કોઈ વસ્તુ તેની પહોંચથી બહાર નથી.  પરંતુ બ્રહ્માંડ એવા અલ્લાહના એવા બંદાઓથી ખાલી થઈ રહ્યું છે, જેઓ માનવતાના અસ્તિત્વના હેતુ પર ચિંતન કરે અને જેઓ વિચારે કે આ દુનિયામાંથી પસાર થઈ તેમણે બીજી કોઈ દુનિયામાં પગ મૂકવાનો છે? અને આ વાત તેમણે બેચેન અને અશાંત કરી નાખે, તેમનું હ્રદય દ્રવિત થઈ જાય તેમની માનસિક શાંતિ છીનવાઈ જાય અને તેઓ સત્યની શોધની યાત્રા શરૂ કરી દે.  જો કે, તે ચોક્કસ છે કે જે કોઈ પણ બેચેની, ઝંખના અને જિજ્ઞાસાની આ ચિનગારી સાથે આગળ વધશે અને માનવ ઇતિહાસના અસંખ્ય ધર્મો અને ધાર્મિક અને બિન-ધાર્મિક નેતાઓને જોશે, તો તેનું અધ્યયન અને શોધ ચોક્કસપણે તેને ઇસ્લામના પયગંબર અલ્લાહના રસૂલ  હઝરત મુહમ્મદ ﷺ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તરફ દોરી જશે.

મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here