પોતાનું વ્યક્તિત્વ પોતે બનાવો

0
74

“નિશ્ચિતપણે જે પુરુષો અને જે સ્ત્રીઓ મુસ્લિમ છે, ઈમાનવાળા છે, આજ્ઞાંકિત છે, સત્યનિષ્ઠ છે, ધૈર્યવાન છે, અલ્લાહના આગળ ઝૂકનારા છે, સદ્‌કા (દાન) આપનારા છે, રોઝા રાખનારા છે, પોતાના ગુપ્તાંગોની રક્ષા કરનારા છે અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરનારા છે, અલ્લાહે તેમના માટે ક્ષમા અને મોટું વળતર કરી રાખ્યું છે.” (સૂરઃ અલ-અહઝાબઃ ૩૪)

ઉપરોક્ત આયતમાં આદર્શ વ્યક્તિત્વના ગુણો દર્શાવવામાં આવેલ છે. ધ્યાન આપવાલાયક બાબત એ છે કે આ આયતમાં પુરુષોના ગુણોની સાથે-સાથે સ્ત્રીઓના ગુણો પણ યાદ કરાવવામાં આવેલ છે જો આવું ન હોત તો પણ આ ગુણો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે જરૂરી માનવામાં આવત, જેમકે કુર્આનમજીદનો આમ અંદાજ છે.

આ આયત મુસ્લિમ સ્ત્રીઓને ખાસ કરીને પોતાની મનેચ્છાઓના શુદ્ધિકરણ અને પોતાનું વ્યક્તિત્વ બનાવવા અને પ્રગતિના પંથ તરફ લઈ જવાનું ધ્યાન દોરે છે.

વ્યક્તિત્વ બનાવવાની જવાબદારી કોના પર
ખરેખર હોવું તો આ જોઈએ કે દરેકને મનુષ્ય બનાવવા અને સુધારણા થવામાં પોતાના ઘર અને સમાજની પૂરી ભાગીદારી હોય પરંતુ આ આદર્શ નમૂનારૂપ છે. આદર્શ (ઝળહળતા) ઘર અને આદર્શ સમાજમાં આવું જ હોય. પરંતુ દરેક ઘર અને દરેક સમાજમાં એક દીકરીને પોતાનું વ્યક્તિત્વ બનાવવા અને પ્રગતિના પંથે લઈ જવા યોગ્ય (ઉચિત) વાતાવરણ મળે, એ જરૂરી નથી. એટલા માટે દરેક દીકરી (સ્ત્રી)ની પાસે વ્યક્તિત્વ બનાવવા અને પ્રગતિના પંથે લઈ જવા પોતાનું આયોજન હોવું જોઈએ, જેમાં તે બધાનો સહયોગ પ્રાપ્ત કરે, પરંતુ કોઈના પર નિર્ભર ના રહે.

જિંદગીમાં ઊંચા ધ્યેયની સમજ પણ પોતે પ્રાપ્ત કરો જિંદગીનો ધ્યેય સામે રાખીને જિંદગીનું આયોજન પોતે કરો, તેમાં રંગ ભરવા માટે, પોતાનું વ્યક્તિત્વ તૈયાર કરવાની જવાબદારી પોતે જ ઉઠાવો. આ પૂર્ણ મુસાફરીમાં જો તમોને પોતાના ઘર, પરિવાર અને સમાજનો સહયોગ મળે તો અલ્લાહનો આભાર માનો (શુક્ર અદા કરો) પરંતુ જો કોઈ પ્રકારનો સહયોગ ન મળે તો ફરિયાદ કરીને સમય વ્યતીત કરવાને બદલે પોતાના માટે રસ્તા શોધો, અને પોતાના દિલમાં પોતે આગળ વધવાની હિંમત પેદા કરો. વ્યક્તિત્વ બનાવવામાં આદર્શ વ્યક્તિત્વના નમૂનાની ખૂબ જ અગત્યતા છે, પરંતુ જો તમોને પોતાની આજુબાજુમાં કોઈ ઉચ્ચ આદર્શવાળા નમૂના ન મળે તો ઇતિહાસના પાના ફેરવીને ખોજ (તલાશ) કરો.

કુર્આની આદર્શ સામે રાખો
કુર્આનમજીદમાં ઊંચી હિંમતવાળી મોમિન સ્ત્રીઓના આદર્શ (નમૂના) રજૂ કરવામાં આવેલ છે. મુસ્લિમ સ્ત્રીઓ માટે તેમાં માર્ગદર્શન છે. કુર્આનમજીદમાં મોટા પરાક્રમ કરવાવાળી જેટલી પવિત્ર સ્ત્રીઓનો ઉલ્લેખ છે, તેમાં મોટાભાગે સ્વયં પોતાના બળ પર પરાક્રમ કર્યું. મલિકા સબાએ સ્વયં ઇસ્લામ કબૂલ કરવાનો નિર્ણય લીધો, ત્યાર પછી પૂર્ણ સમાજે ઇસ્લામ કબૂલ કરી લીધો. ફિરઔનની પત્નીએ ફિરઔનના સખ્ત જુલ્મનો બહાદુરીથી સામનો કર્યો. હઝરત મૂસા અ.સ.ની માએ દૂધ પીતા બાળકને સંદૂકમાં મૂકીને ખૂબ જ હિંમત સાથે દરિયામાં નાખી દીધો. હઝરત મૂસા અ.સ.ની બહેને એકલા ફિરઔનના મહેલ સુધી જઈને ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક ભારે કામ કર્યું. હઝરત મરિયમની માએ પેટમાં ઉછરી રહેલ બાળકને અલ્લાહના સુપ્રત કરવાનો નિર્ણય લીધો. હઝરત મરિયમ એકલાએ પોતાની કોમ દ્વારા આપેલ પીડાઓનો સામનો કર્યો. આવી રીતે કુર્આનમજીદમાં અનેક પવિત્ર સ્ત્રીઓનો ઝિક્ર (ઉલ્લેખ) છે, જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પતિઓનો સાથ આપ્યો, અને જરાપણ કમજોરી દેખાડી નહીં. હઝરત ઇબ્રાહીમ અ.સ.ની પત્નીએ તેમની સાથે હિજરત કરી. હઝરત મૂસા અ.સ.ની પત્નીએ ફિરઔનની બાદશાહીવાળી હકૂમત મિસ્રની તરફ પોતાના પતિ સાથે સફર કરી આ બંને સફર માથા પર કફન બાંધીને ચાલવાવાળા સફર હતા. કેવળ અલ્લાહની ખુશી માટે હઝરત ઇસ્માઈલ અ.સ.ની માએ મક્કાના વેરાન વિસ્તારમાં રહેવાનું કબૂલ કર્યું. કુર્આનમજીદમાં મોમિન સ્ત્રીઓના આદર્શ નમૂના (દાખલા) ખૂબ જ પ્રશંસનીય અને હિંમત આપવાવાળા છે. તેને વારંવાર વાંચવું જાેઈએ. તેમનાથી હિંમત અને કુર્બાનીનો સબક (ઉપદેશ) શીખવો જોઈએ.

ઇતિહાસના શ્રેષ્ઠ નમૂના સામે રાખો
અલ્લાહના રસૂલ ની પાક (પવિત્ર) પત્નીઓ અને આપના સાથીઓ (સહાલીયાત)ની મહાનસીરતમાં પણ દરેક જમાનાની મુસ્લિમ સ્ત્રીઓ માટે હિંમતનો સામાન છે

– હઝરત ખદીજા રદિ.એ સૌથી પ્રથમ ઇસ્લામ કબૂલ કર્યો અને વ્હાલા નબી ની દરેક પગલે મદદ કરી.
– હઝરત ઝેનબ રદિ., હઝરત રુકૈયા રદિ., હઝરત ઉમ્મે કુલસૂમ રદિ., અને હઝરત ફાતિમા રદિ.એ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો અને આદર્શ દીકરીઓના ખમીર રજૂ કર્યો
– હઝરત ઉમ્મે સલમા રદિ.એ હુદૈબિયાના મોકા પર શાણપણ અને સમજદારીથી પૂર્ણરૂપે પરામર્શ કર્યો.
– હઝરત આઈશા રદિ.એ અલ્લાહના રસૂલ થી એટલું બધું જ્ઞાન (ઇલ્મ) મેળવ્યું કે પોતે જ્ઞાનના સાગર બની ગયા.
– હઝરત ઉમ્મે સુલૈમ રદિ. અને હઝરત ઉમ્મે અમ્મારા રદિ.એ ઉહદ અને હુનૈનની લડાઈમાં એ સમય સુધી અતૂટ સ્થિરતા દેખાડી કે જ્યારે મોટાભાગના પુરુષોના કદમ ઊખડી ગયા હતા.
– હઝરત ખન્સા રદિ.એ પોતાના ચાર પુત્રો અલ્લાહની રાહમાં કુર્બાન કરી દીધા અને અલ્લાહનો આભાર માન્યો.
– હઝરત અસ્મા રદિ.એ પોતાના પુત્ર અબ્દુલ્લાહ બિન ઝુબૈર રદિ.ની ત્યાં સુધી હિંમત વધારી, જ્યારે કે દુશ્મનોએ તેમને ચોતરફ ઘેરી લીધા હતા.
– આ કેટલાક ઉદાહરણો છે. ત્યાર પછી ઇતિહાસમાં પણ શાનદાર નમૂનાની કમી નથી. આજના જમાનામાં પણ કેટલીક મોમિન સ્ત્રીઓએ પણ ખાસ પરાક્રમ કર્યા.

બીજી હિંમતવાળી સ્ત્રીઓનું આદર્શ વ્યક્તિત્વ પોતાના માટે બોધ લેવા અને હિંમત વધારવાનો સામાન છે આ તમામ આદર્શ વ્યક્તિત્વ (નમૂના)ને વાંચતા રહેવું જાેઈએ સભા (મજલિસ) ઓમાં તેની ચર્ચા (વાર્તાલાપ) થવી જોઈએ. સ્ત્રીઓને સારી એવી હિંમત બહાદુર અને બુલંદ (ઉચ્ચ) હિંમતવાળી સ્ત્રીઓની ઘટનાઓથી મળે છે. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here