મૂર્ખામી : એક અસાધ્ય રોગ

0
44

મને લાગે છે કે હું એ લોકોમાંથી છું જેઓ બુદ્ધિને પવિત્રતાનો દરજ્જો આપે છે. તેને ઉપયોગમાં લાવીને, અને બુદ્ધિની આ ભૂમિકાને અદા કરીને ખુશ થાય છે જે એ સમયે પૂર્ણ થાય છે જ્યારે આ બુદ્ધિ સૃષ્ટાની અમર્યાદિત કુદરતનો એકરાર કરી લે. હું એ લોકોમાંથી પણ છું કે જેઓ ઝીણવટપૂર્વક ચિંતન-મનનની તકલીફ ઉઠાવીને ખરી હકીકત સુધી પહોંચવાના સૌભાગ્યથી લાભાન્વિત થાય છે. આથી જ મારો અભિપ્રાય આ છે કે બુદ્ધિ અલ્લાહની સૌથી મહાન મખ્લૂક (સૃજન) છે, કેમકે તેના માધ્યમથી જ માનવી અલ્લાહે પેદા કરેલ દરેક વસ્તુમાં રહેલ (છુપાયેલ) તેની મહાનતાને મહેસૂસ કરી શકે છે.

મને યાદ આવે છે કે બાળપણથી જ, અને હજી પણ મારો ઝુકાવ ચિંતન-મનન તરફ રહ્યો છે, કેમકે આ ચિંતન-મનન મારા શરણ-સ્થળ અને મારી ખુશીઓનો સ્ત્રોત છે. ચિંતન-મનન માનસિક તથા બૌદ્ધિક રીતે ગરક થઈ જવા અથવા એવી સ્થિતિનું નામ છે જેમાં માણસ પોતાને એ વિચારધારા તથા અર્થને હવાલે કરી દે છે જે તેના મન-મસ્તિષ્કમાં ઘુમરાઈ રહ્યા હોય છે, અથવા આ કોઈ એવા વિષય પર ગાઢ ચિંતનનું નામ છે, જે માનસ તથા ધ્યાનની કેન્દ્રીયતા ચાહે છે. પુખ્તવયે પહોંચી તો ચિંતન-મનન દ્વારા જ મેં પોતાની આસપાસ મૌજૂદ વસ્તુઓની અંદર અલ્લાહની યુક્તિને જાણવાનો પ્રયાસ કર્યો, તેની જાત પર ઈમાન લાવી અને તેના પર પોતાના રબની હેસિયતથી અને ઇસ્લામ પર દીનની હેસિયતથી રાજી થઈ ગઈ.

જેમકે ફ્રાંસિસી માનસશાસ્ત્રી ઝાં ફ્રાંસ્વા મામ્યુન’ કહે છે કે મૂર્ખ વ્યક્તિની પ્રકૃતિ આ હોય છે કે તે સંકોચ સાથે વાત કરે છે અને હદનું ઉલ્લંઘન કરીને વાત કરે છે, જો કે તેની વાતચીત નિરર્થક હોય છે, પરંતુ સમજે આ છે કે એ સમગ્ર સૃષ્ટિની શ્રેષ્ઠ વ્યક્તિ છે, અને તેનાથી ભૂલોનું આચરણ નથી થતું. બીજી બાજુ બુદ્ધિનો ઉપયોગ કરનાર માણસ પર સાવચેતી તથા મનનનો ગુણ પ્રભાવી રહે છે. કેમકે તે મામલાઓને વિવિધ દૃષ્ટિકોણ તથા પાસાઓથી જોવા માટે બુદ્ધિને કાર્યરત્‌ રાખવાનો પ્રયાસ બંધ નથી કરતો, અને આ એ ટેવ છે જેને ટીકાત્મક કે સમીક્ષાત્મક વિચારના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે તેને કાર્યો તથા મામલાઓનો અંદાજો લગાવવામાં ભૂલ કરી બેસવાની આશંકા રહે છે, અને ખોટા વલણથી બચતો રહે છે.

હઝરત અલી રદિ. વિષે આવે છે કે તેમણે ફરમાવ્યું : એવા કોઈ માસણનું અસ્તિત્વ જ નથી જે કોઈ મૂર્ખતામાં સપડાતો ન હોય.”

આવી જ રીતે હૉલેન્ડના ફિલ્સૂફ એરિસ્મસ કહે છે : “મૂર્ખતા વિના જીવનનો અર્થ સૌભાગ્યથી વંચિત જીવન છે.”

મારો પણ આ જ વિચાર છે કે એવો માણસ જોવા નથી મળતો જે મૂર્ખતાથી મુક્ત હોય, અલબત્ત એકથી બીજી વ્યક્તિમાં આ મૂર્ખતાની સાદગી તથા ગૂંચવણ વિવિધ પ્રકારની હોય છે, જેનાથી આપણા માટે કોઈ માનવી પર મૂર્ખ હોવાનું લાગું કરવુ શક્ય હોય છે. મૂર્ખ વ્યક્તિનો એક ગુણ આ હોય છે કે લોકો ઉપર એ બહુ જલ્દી ભરોસો કરી લે છે, અને મોટાભાગે તેને તેની ભારે કીમત ચૂકવવી પડે છે. મૂર્ખ માણસનો એક ગુણ આ છે કે એ આત્મશ્લાઘામાં સપડાઈને વાત કરે છે અને પોતાની ખૂબીઓનો ખૂબ જ ઉલ્લેખ કરે છે. દા.ત. કહેશે કે : “હું ફલાણી જગ્યાએ પહોંચ્યો તો લોકોની નજરો મારી તરફ જ મંડાયેલી હતી અને હું જ હાજરજનોના ધ્યાનનું કેન્દ્ર બનેલ હતો.

અલ્લામા ઇબ્ને જવઝી પોતાના પુસ્તક “અખબાર અલ હમ્કી વલ મુગફ્ફિલીન”માં લખે છે કે ખલીલ બિન અહમદ વિષે રિવાયત કરવામાં આવે છે કે એ લોકોના ચાર પ્રકાર વર્ણવે છે : (૧) એ વ્યક્તિ જે જ્ઞાની હોય અને આ જાણતી હોય કે એ જ્ઞાની છે. એવો માણસ જ્ઞાની છે. આથી તેનાથી જ્ઞાન હાસલ કરો. (ર) એ માણસ કે જે જ્ઞાની હોય, પરંતુ આ જાણતો ન હોય કે તેની પાસે જ્ઞાન છે. એવો માણસ સૂતેલો છે. આથી તેને જાગૃત તથા ધ્યાન આકર્ષિત કરો. (૩) એવો માણસ કે જેની પાસે જ્ઞાન ન હોય અને આ જાણતો પણ હોય કે તેની પાસે જ્ઞાન નથી, તો એવો માણસ અજ્ઞાની છે, તેને જ્ઞાન આપો. (૪) એવો માણસ કે જે જ્ઞાનથી વંચિત છે અને આ હકીકતથી પણ અજાણ છે કે તે જ્ઞાનથી વંચિત છે, એવો માણસ મૂર્ખ છે. તેનાથી દૂર જ રહો.

કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે મૂર્ખની ઓળખ છ વાતોથી કરી શકાય છે : કારણ વિના ગુસ્સો કરવો, ગેરલાયકને નવાજવો, નિરર્થક ગૂફતેગૂ કરવી, દરેક પર ભરોસો કરી લેવો, રાઝને રાઝ ન રહેવા દેવો, મિત્ર અને શત્રુની વચ્ચે ભેદ ન કરી શકવો, મનમાં જે વાત આવે તો સમજ્યા-વિચાર્યા વિના વર્ણવી દેવી, અને આ વ્હેમમાં સપડાયેલા રહેવું કે તે બુદ્ધિમાન વ્યક્તિ છે.

અલ્લામા ઇબ્ને જવઝી કહે છે કે માનવી માટે દલીલનું અનુસરણ કરવું જરૂરી છે, ન તો આ કે તે કોઈ રીતને અપનાવી લે અને ત્યારબાદ તેની દલીલ માગે. તે વધુમાં કહે છે : આ તો શક્ય છે કે ફકીર ધન કમાવીને અમીર બની જાય, પરંતુ આ શક્ય નથી કે મૂર્ખ બુદ્ધિ કમાવીને બુદ્ધિમાન બની જાય.

અસ્મઈ કહે છે કે જો તમે કોઈ વ્યક્તિની બુદ્ધિને પારખવા ચાહો છો તો તેને કોઈ એવી વાત કહો જેની કોઈ હકીકત કે આધાર ન હોય. જો તમને લાગે કે તે તેને ધ્યાનથી સાંભળે છે અને કબૂલ કરી લે છે તો સમજી લો કે એ મૂર્ખ છે. અને જો તે તેને માનવાથી ઇન્કાર કરી દે છે તો તે બુદ્ધિમાન છે.

હું જોઉં છું કે મૂર્ખામીથી બચવા માટે એ સમીક્ષાત્મક વિચારની આવશ્યકતા છે જેને એક સ્વીકારપાત્ર કાબેલિયત ગણવામાં આવે છે, અથવા આ કે તેમાં નિપુણતા હાસલ કરવી શક્ય છે. આથી જ હું મોટેભાગે જે વાતને દોહરાવતી રહું છું તે આ છે કે પ્રાથમિક કક્ષાથી જ સમીક્ષાત્મક કે વિવેચનાત્મક વિચારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ કે જેથી બાળક શીખી શકે કે માહિતીના સ્ત્રોત સુધી કેવી રીતે પહોંચ મેળવી શકાય છે અને તેમની ખરાઈ તથા વિશ્વસનીયતાનો અંદાજો કેવી રીતે લગાવાય છે. મૂર્ખાઓના સૌથી જુદા તરી આવતા ગુણોમાંથી એક તેમનું ઘમંડ તથા અહંકાર હોય છે. મૂર્ખ લોકો સાચો માર્ગ પામી લીધા પછી પણ પોતાના અભિપ્રાયમાં તબ્દીલી લાવવાથી કતરાય છે, એટલે કે તેઓ પોતે અપનાવેલ અભિપ્રાયને મઆઝ અલ્લાહ પૂજતા હોય. આનાથી વિપરીત બુદ્ધિમાન એ હોય છે કે જેઓ નવા તથ્યો તથા સાક્ષીઓ અને બૌદ્ધિક દલીલો મુજબ પોતાના અભિપ્રાયમાં ફેરફાર કરી લે છે. મૂર્ખ પોતાના અભિપ્રાયમાં ફેરફાર કરી લે છે. મૂર્ખનું પોતાના અભિપ્રાયથી કોઈ આંધળાની જેમ વળગી રહેવું તેને ભલાઈ-બૂરાઈની વચ્ચે, સત્ય-અસત્યની વચ્ચે અને નફા-નુકસાનની વચ્ચે ભેદ ને ફરક કરવાથી રોકી દે છે. તેની સ્થિતિ એ ગધેડા જેવી થઈ જાય છે જે પીઠ પર પુસ્તકો લાદેલા રાખે છે. આથી તેની સાથે વાતચીત કરનારને થાકના અહેસાસ સિવાય કશું હાસલ નથી થતું. અથવા અઅ્‌શ્તના કથનાનુસાર ટેકરીને તોડવાના હેતુથી તેના પર શીંગડા મારનારા પહાડી બકરાની જેમ ટેકરીને તો કોઈ જ નુકસાન નથી પહોંચતું, બલ્કે પોતાના શીંગડાને જ કમજોર કરી લે છે. અને જેમકે મુતનબ્બાએ કહ્યું છે કે મૂર્ખામી સિવાય દરેક રોગની દવા છે જેનાથી એ રોગ મટી જાય છે. આ મૂર્ખામી તેને જ થકવીને ચૂર ચૂર કરી દે છે જે તેનો ઇલાજ કરવા ઊઠે છે.

મૂર્ખ માણસ એ દરવાજાઓ તથા બારીઓને પોતાની ઉપર બંધ કરી લે છે જે જ્ઞાનનો સંબંધ મગજની અંદર સભાનતા અને સમજદારી સાથે સાંકળે છે. મૂર્ખમાં શીખવાનો ઇરાદો તથા ખ્વાહેશ અદૃશ્ય હોય છે. મગજ સાથે જ્ઞાનનો સંબંધ જોડનાર બાહ્ય તથા આંતરિક અસરોની તેને કોઈ સભાનતા અને સમજ નથી હોતી. જ્ઞાન કોઈ કાલ્પનિક નહીં બલ્કે વાસ્તવિક અને સાચો સંબંધ છે જે દલીલથી સુસજ્જ હોય છે. મૂર્ખ વ્યક્તિ એ હોય છે જે દલીલ જોઈ લીધા પછી પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી કરતી. જૂઠી પ્રશંસાથી ખુશ થાય છે અને બીજાઓના મોઢેથી સન્માન સાંભળીને પ્રભાવિત થઈ જાય છે. જો કે તે એ પ્રશંસા અને સન્માનને લાયક નથી હોતો.

હાફિઝ અબૂ હાતિમ બિન હૈય્યાન કહે છે કે મૂર્ખતાની નિશાની છે : જવાબ આપવામાં ઉતાવળ કરવી, કોઈ પણ વાતને સાચી માની લેવી, વધુ હસવું, હદથી વધુ આમ-તેમ જોવું ભલા કે સારા લોકોની ગીબત તથા બૂરાઈ કરવી, બૂરા લોકો સાથે ઊઠવું-બેસવું. મૂર્ખ સાથે જો તમે વિમુખતા અપનાવશો તો એ તમારી નજીક આવવાનો પ્રયાસ કરશે અને જો તેની તરફ ધ્યાન આપશો તો તે ઘમંડ અને અહંકાર વ્યક્ત કરશે. તમે જો તેની સાથે સહનશીલતાનું પ્રદર્શન કર્યું તો એ તમારી સાથે અજ્ઞાનતાભર્યુ વર્તન કરશે. અને જો તમે અજ્ઞાનભર્યુ વલણ વત્ર્યું તો એ તમારી સાથે સહનશીલતાભર્યુ વલણ દાખવશે. જો તમે તેની સાથે સદ્‌વર્તન કરશો તો એ તમારી સાથે બૂરૂં વલણ અપનાવશે, અને જો તમે તેની સાથે ખરાબ વર્તન કરશો તો એ તમારી સાથે ભલી રીતે વર્તશે. તમે જો તેના પર જુલમ કરશો તો તેનાથી ન્યાય પામશો અને જો તમે તેની સાથે ન્યાય કરશો તો એ તમારી સાથે જુલમ-અત્યાચાર કરશે. જો કોઈ વ્યક્તિને કોઈ મૂર્ખનો સામનો થઈ જાય તો તેણે જે વસ્તુ (બુદ્ધિ)થી તેને વંચિત રાખીને તમને નવાજ્યો છે તેના પર મોટા પ્રમાણમાં અલ્લાહનો આભાર વ્યક્ત કરે.

અબ્દુલ્લાહ બિન હબીક કહે છે : અલ્લાહ અઝ્‌ઝ-વ-જલ્લે મૂસા અ.સ.ને વહી (વહ્ય) કરી કે : મૂર્ખાઓથી નારાજ ન થાવ, નહિંતર તમારા ગમમાં વધારો જ થશે. હઝરત હસન રદિ. વિષે આવે છે કે તેઓ કહેતા હતા : મૂર્ખ સાથે માથાકૂટ કરશો નહીં અને તેનાથી અંતર જાળવવાથી અલ્લાહ અઝ્‌ઝ-વ-જલ્લથી સમીપ થવામાં મદદરૂપ નીવડે છે. સલમાન બિન મૂસા કહે છે : ત્રણ લોકોને ત્રણ લોકોથી ન્યાય નથી મળતો : સહનશીલ વ્યક્તિને મૂર્ખથી, સજ્જન માણસને નિમ્ન કક્ષાનો સ્વભાવ ધરાવનાર વ્યક્તિથી અને નેક તથા ભલા માણસને જૂઠા તથા ગુનેગારથી.

છેલ્લો પ્રશ્ન આ કે મૂર્ખની સાથે કેવી રીતે વર્તન કરવું ? મારા અભિપ્રાય મુજબ મૂર્ખની સાથે વર્તન કરવાની આદર્શ રીત આ છે કે તેની સાથે મામલો કરનાર પોતાના સુકૂનમાં રાખે. પોતાની ભાવનાઓ તથા લાગણીઓ પર એટલી હદે કાબૂ રાખે કે તેને ગુસ્સો ન આવી જાય. તે એટલા માટે કે મૂર્ખની પાસે સામાવાળી વ્યક્તિને ઉશ્કેરવા અને તેને તનાવમાં સપડાવી રાખવાની જબરદસ્ત શક્તિ જોવા મળે છે. મૂર્ખ વ્યક્તિ ઉત્તેજિત સ્વભાવની વ્યક્તિથી અલગ હોય છે. ઉત્તેજિત સ્વભાવવાળી વ્યક્તિ બની શકે છે કે નાની સરખી વાત પર વધારે ગુસ્સો વ્યક્ત કરે, પરંતુ મૂર્ખ વ્યક્તિ તો ઘણી વખત કોઈ પણ કારણ વિના જ ભડકી જાય છે. (લેખ સાભાર “ઝિન્દગીએ નૌ”)

લે. અસ્મા રાઘેબ નવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here