જે માણસ એક જ રીત કે શૈલીથી રહેશે તે એકરૂપતામાં રહેશે, તે ચોક્કસપણે કંટાળી જશે. માનવ જીવન એકરૂપતાથી કંટાળી જાય છે. આથી જ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ સૃષ્ટિના કણે કણમાં પરિવર્તન મૂકી દીધું છે. જમાના જુદા છે. ઘરમાં ફેરફાર છે. ખાદ્ય પદાર્થો, પીવાની વસ્તુ અને ‘મખ્લૂકાત’ (વિવિધ સર્જનો)માં વિવિધતા છે. રાત છે, દિવસ છે, પર્વતોમાં ઢળાણ-ઢાળ અને ઊંચાઈ છે, કાળા-ગોરા, ઠંડું-ગરમ, છાંયડો-તડકો, ખાટું-મીઠું વિ.વિ. અલ્લાહે આ વિવિધતા કે વૈવિધ્ય તથા જુદાપણાને પોતાની નિશાનીઓ ઠેરવી છે.
“આ માખીના અંદરથી એક રંગબેરંગી શરબત નીકળે છે.” (સૂરઃ નહ્લ, આયત-૬૯)
“ખજૂરના વૃક્ષો છે જેમાંથી કેટલાક એકવડિયા છે અને કેટલાક બેવડા.” (સૂરઃ રઅ્દ, આયત-૪)
“ઝૈતૂન અને અનારના વૃક્ષો પેદા કર્યા જેમના ફળ દેખાવમાં સમાન અને સ્વાદમાં જુદા હોય છે.” (સૂરઃ અન્આમ, આયત-૧૪૧)
“પર્વતોમાં પણ સફેદ, લાલ અને કાળી ભમ્મર ધારીઓ જોવા મળે છે જેમના રંગ વિભિન્ન હોય છે.” (સૂરઃ ફાતિર, આયત-૨૭)
“આ તો જમાનાની ચડતી-પડતી છે જેમને અમે લોકોની વચ્ચે ફેરવ્યા કરીએ છીએ.” (સૂરઃ આલે ઇમરાન, આયત-૧૪૦)
બની ઇસરાઈલ શ્રેષ્ઠ ખોરાકથી કંટાળી ગયા, કેમકે તેમાં એકરૂપતા હતી અને ઘણાં લાંબા સમયથી તેઓ એ ખાઈ રહ્યા હતા.
અમે એક જ જાતના ખોરાક ઉપર સંતોષ માની શકતા નથી.” (સૂરઃ બકરહ, આયત-૬૧)
ઇબાદતને લો. તમે તેમનામાં પણ વિવિધતા અને નવીનતા જોશો. કેટલાક કામો (કર્મો) હૃદયથી સંબંધ ધરાવે છે તો કેટલાક કહેણીથી સંબંધ ધરાવે છે. કેટલાક અમલી (આચરણ કે વ્યવહાર)ના છે, તો કેટલાક આર્થિક. નમાઝ, રોઝા, ઝકાત, હજ્જ, જિહાદ વિ.. પછી નમાઝમાં પણ ‘કયામ’, ‘કાયદા’, ‘સિજદા’ તથા ‘જલૂસ’ છે. આથી જે આ ચાહે કે હંમેશ પ્રસન્નતા, ફુર્તિ અને ચુસ્તી યથાવત-જળવાઈ રહે તેણે પોતાના ‘ઇલ્મ’ તથા અમલ અને રોજિંદા જીવનમાં વિવિધતા પેદા કરવી જોઈએ. દા.ત. અધ્યયનમાં કુઆર્ન, તફસીર, સીરત, હદીસ, ફિકહ, ઇતિહાસ તથા સાહિત્ય અને સામાન્ય જ્ઞાન વિ. રાખે. આવી જ રીતે પોતાના સમયનું વિભાજન કરે. કેટલોક સમય ઇબાદત માટે, કેટલોક ખાવા માટે, કેટલાક લોકોથી મળવા માટે, મહેમાની, કસરત અને મનોરંજન માટે વિશિષ્ટ કરે. આ સ્થિતિમાં સ્વભાવમાં એક શોખ પેદા થશે, નવા આઇડિયા આવશે, કેમકે મનની ઇચ્છાઓને વૈવિધ્ય અને નવીનતા પ્રિય છે. એક અરબી શાયરે ભાવાર્થને આ રીતે અદા કર્યો છે :
“મારા પ્રશંસિતની બે સ્થિતિઓ છે. શાદી તથા ગમની સ્થિતિ, બન્ને રોશન-એક દિવસે સખાવત કરે છે અને લોકોને નવાજે છે, અને એક દિવસે સૈન્યમાં સામેલ થઈને મોતના જામ પીએ છે.”
 
                 
		
