હિજરતે નબવી સ.અ.વ.થી તારવેલા બોધ

0
40

ઇસ્લામી નવા વર્ષ પ્રસંગે દરેક મુસલમાનના જીવન માટે કેટલીક જરૂરી બાબતો

રસૂલુલ્લાહ સ.અ.વ.ની મુબારક હિજરત એક અત્યંત મહાન ઐતિહાસિક ઘટના છે. હિજરી સનની શરૂઆત પણ એ જ ઘટનાને અનુરૂપ કરવામાં આવી છે. આ ઘટનાએ મુસલમાનોના ઇતિહાસને બદલીને મૂકી દીધો છે. હિજરતના ઇતિહાસને બદલીને મૂકી દીધો છે. હિજરતના મોકા પર નબીએ કરીમ સ.અ.વ. અને ઈમાનવાળાઓને અસાધારણ સમસ્યાઓનો સામનો હતો. આપે એ તમામ મુશ્કેલીઓ પર કાબૂ મેળવતાં દીન ના પ્રભુત્વની જદ્દોજહદને જારી રાખી અને અંતે આરબ-જગત આજે પણ મુસ્લિમ ઉમ્મતને ઘણી બધી સમસ્યાઓ અને પડકારોનો સામનો છે. આથી જરૂરી છે કે હિજરતની ઘટનાથી તારવેલા પાઠોને એકવાર ફરીથી મસ્તિષ્કોમાં તાજા કરીએ. આવો આ અંગેના કેટલાક મહત્ત્વના પાઠો પર નજર નાખીએ.

અલ્લાહના માર્ગમાં યાતનાઓ પર ધૈર્ય :

મહેરબાન-કૃપાળુ નબી સ.અ.વ. અને આપ સ.અ.વ.ના સાથીઓને મક્કતુલ મુકર્રમામાં દા’વત અને રિસાલતની અદાયગી દરમ્યાન અનેક સખ્તીઓ અને ઈજાઓ સહન કરવી સામાન્ય માણસના વશની વાત ન હતી. આ જ અસીમ સખ્તીઓના લીધે આપને મદદ તથા સહાયની દરખાસ્ત માટે તાઇફ જવું પડ્યું જ્યાંથી આપ મુત્‌અમ બિન અદીની સંગાથમાં મક્કા પાછા ફર્યા. સામે આવેલી તકલીફોના લીધે જ આપના સાથીઓને અને ત્યારબાદ ખુદ આપને પણ મદીનાની તરફ પ્રથમ હબશા અને પછી મદીના મુનવ્વરાની તરફ હિજરત કરવી પડી. હિજરત ખુદ પોતે એક પ્રકારની અજમાયશ અને પરીક્ષાની હેસિયત ધરાવે છે. અલ્લાહતઆલાનો ઇર્શાદ છે : “જો અમે તેમને હુકમ આપ્યો હોત કે સ્વયં પોતાને નષ્ટ કરી નાખો અથવા પોતાના ઘરોથી નીકળી જાવ તો તેમનામાંથી ઓછા લોકો જ આના પર અમલ કરતા.” (સૂરઃ નિસા, આયત-)

હિજરત વખતે આપ સ.અ.વ.એ મક્કાને સંબોધીને ફરમાવ્યું : અલ્લાહના સોગંદ ! હે મક્કા ! તું અલ્લાહના શહેરોમાંથી મને સૌથી પ્રિય છે. જો તારા નિવાસી મને કાઢી ન મૂકતા તો હું ક્યારેય અહીંથી ન જાત. આપ અને આપના સાથીઓને મક્કામાં જે પ્રકારની યાતનાઓનો સામનો કરવો પડયો અને પછી જે અસમંજસની સ્થિતિમાં તેમને પહેલાં હબશા અને પછી મદીના તરફ હિજરતની સફર કરવી પડી. આ સમગ્ર અમલ (કાર્ય, પ્રક્રિયા)માં આપણા માટે ખૂબ જ છૂપા પાઠ છૂપાયેલા છે. આપણે પણ ઉમ્મત સમક્ષના પડકારોનો સામનો કરવા માટે એ પાઠોનો પૂરી બારીક નજરે અધ્યયન કરવું પડશે, કે જેથી આ આપણા માટે નિરાશા અને માયૂસીના બદલે આગેકૂચ અને સફળતા કે જીતનું માધ્યમ બની જઈએ. શરત આ છે કે આપણે આપણા દિલોને એખલાસ તથા લિલ્લાહિયતથી ભરી લઈએ. નબી સ.અ.વ.નું ફરમાન છે : આ’માલ (કર્મો)નો સંપૂર્ણ આધાર નીય્યતો પર છે. દરેક વ્યક્તિ એ જ પામશે જેની તેણે નીય્યત કરી હશે. ખરેખર તેની હિજરત અલ્લાહ અને તેના રસૂલ તરફ હશે. આથી જેની હિજરત ખરેખર અલ્લાહ અને તેના રસૂલની તરફ હશે, અને જેની હિજરત કોઈ દુન્યવી ફાયદા અથવા કોઈ સ્ત્રી સાથે નિકાહ ખાતર હશે તો તેની હિજરત પણ એ જ કામ માટે હશે જેના માટે તેણે હિજરત કરી. (મુત્તફિક અલૈહિ).

શ્રેષ્ઠ તૈયારી અને મજબૂત યુક્તિ :

હિજરતની ઘટનાને જે કોઈ પણ વાંચે છે. આશ્ચર્યચક્તિ થઈ જાય છે કે આપે આ સફરની કેટલી હદે દરેક પાસાથી તૈયારી કરી. જો કે આપને અલ્લાહની વહી (વહ્ય)ની સંપૂર્ણ યોજના સાથે તમામ શક્ય ભૌતિક સાધનોને આપ અમલમાં લાવ્યા. પૂરૂં સમર્થન પણ પ્રાપ્ત હતું અને અલ્લાહ સંપૂર્ણ સામર્થ્યવાન અલ્લાહ આ વાતની પૂરી શક્તિ પણ ધરાવતો હતો કે આપ અને આપ સ.અ.વ.ના તમામ સહાબા રદિ. કોઈ પણ પ્રકારની તકલીફ અને મહેનત વિના મદીના પહોંચાડી દેવામાં આવતા. પરંતુ અલ્લાહ અઝ્‌ઝ-વ-જલ્લને ઉમ્મત માટે કાયમી કાનૂન અને સત્યના નિમંત્રકો માટે શ્રેષ્ઠ સુન્નત સ્થાપિત કરાવવી હતી. આવો ! નબી સ.અ.વ.ની તૈયારીઓ અને યોજનાઓની કેટલીક ઝાંખીઓ જુઓ :

(૧) બે ઝડપી સવારીઓની આ રીતે તૈયારીઓ કે ચાર મહિનાઓ સુધી બન્ને ઊંટણીઓની ખૂબ જ દેખભાળ કરવામાં આવી અને બિલકુલ હિજરતની સફર પ્રસંગે તેમને જરૂરી સાધન-સામગ્રીથી પૂરી રીતે સુસજ્જ કરવામાં આવી.

(ર) માર્ગોના નિષ્ણાત અબ્દુલ્લાહ બિન અરીકતને રસ્તાના નિર્દેશન માટે વિધિવત્‌ મહેનતાણા બદલ સાથે લીધો. અબ્દુલ્લાહ એ વખતે મુશ્‌રિક હતા. પરંતુ કેમકે તેઓ પોતાના કામમાં ખૂબ જ નિપુણતા ધરાવતા હતા. આથી આપે તેમને પસંદ કર્યા.

(૩) ભાથા અને અન્ય ખાવા-પીવાની સામગ્રીની વિધિવત્‌ વ્યવસ્થા કરવામાં આવી હઝરત અસ્મા બિન્તે અબૂ બક્ર રદિ. દરેક સાંજે ખાવાનું પહોંચાડયા કરતા હતા અને આમિર બિન ફહીરા રાત્રે દૂધ પહોંચાડયા કરતા હતા. હઝરત અબૂ બક્ર રદિ.એ પોતાની જમા કરેલી પૂરી રકમ (લગભગ ૬ હજાર ર્દિહમ) સફરમાં પોતાની સાથે રાખી.

(૪) હિજરતના મામલાને પૂરી રીતે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. ફક્ત એ જ કેટલાક લોકોને તેની ખબર હતી કે જેમણે પ્રત્યક્ષ રીતે એ યોજનાને અમલીરૂપ આપવાનો હતો. રસ્તાઓ વિષે દુશ્મનોને ભ્રમમાં નાખવા માટે આપે દક્ષિણમાં આવેલ યમનનો માર્ગ અપનાવ્યો. જો કે મદીના ઉત્તર દિશામાં આવેલ હતું આવી જ રીતે દુશ્મનોની ગતિવિધિઓથી પળે-પળ વાકેફ રહેવાની વ્યવસ્થા પણ હતી.

(પ) ગારે-સોરમાં ત્રણ દિવસ સુધી રોકાણ કર્યું, જેથી દુશ્મનોની દોડભાગ ધીમી પડી જાય. પદ્‌-ચિહ્નો મટાડવાની પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી કે ક્યાંક આ ચિહ્નો કાફરોને સફરની દિશા અને જગ્યા નક્કી કરવામાં મદદરૂપ ન થાય.

આ તમામ બાબતો અને સંસાધનોની ખૂબ જ સારી રીતે ઉપલબ્ધિ બાદ અલ્લાહતઆલા પર સંપૂર્ણ ભરોસો અને તેની ઉપર જ સંપૂર્ણ વિશ્વાસ હતો. આવો ! અલ્લાહ પર ભરોસાની ભાવનાથી તરબોળ એ જ સંવાદ એકવાર ફરીથી સભાનતાના કાનોથી સાંભળીએ છીએ :

સૈયદના અબૂ બક્ર સિદ્દીક રદિ.: હે અલ્લાહના રસૂલ સ.અ.વ. ! જો આ પીછો કરનારાઓમાંથી કોઈએ પણ આપણા કદમો પર નજર નાખી તો આપણને તેઓ ચોક્કસ જોઈ જશે. રસૂલે અકરમ સ.અ.વ. : હે અબૂ બક્ર (રદિ.) ! એ બે વિષે તમારૂં શું માનવું છે જેમનો ત્રીજો અલ્લાહતઆલા પોતે હોય ?

અલ્લાહ ઉપર સંપૂર્ણ વિશ્વાસ, શ્રેષ્ઠ તૈયારી, આયોજન અને સાધન-સામગ્રી અને સંસાધનો બાદ અલ્લાહતઆલા પર ભરોસો અને ખાત્રી નિશ્ચિત છે. આ સમગ્ર અમલનું પ્રત્યક્ષ પરિણામ અલ્લાહતઆલાની કૃપા-દૃષ્ટિ અને હિજરત-પ્રવાસની રક્ષાની પૂર્ણતાની સ્થિતિમાં આવ્યું હતું.

સિદ્દીકે અકબર રદિ.ની અજોડ ફિદાકારી

હિજરત પ્રવાસમાં હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. તરફથી રસૂલુલ્લાહ સ.અ.વ.ની પવિત્ર હસ્તી માટે ફિદાકારી અને પ્રેમની અજોડ તસ્વીર આપણી સામે આવે છે. તેમને આ જવાબદારીનો પૂરી તીવ્રતાથી અહેસાસ હતો કે તેમણે કેટલી મહાન હસ્તીને મૂળ ધ્યેય સુધી પૂરી સુરક્ષા સાથે પહોંચાડવાનું છે. અલ્લાહના માર્ગમાં પોતાના મિશનની પૂર્ણતા માટે ઇસ્લામના કયા પુનરુત્થાન માટે જદ્દોજહદ કરનારાઓ માટે આમાં મહત્ત્વના પાઠ ‘પ્રેમ અને ફિદાકારી’ની જરૂરત છે.

સિદ્દીકે અકબર રદિ. કહે છે : અલ્લાહના સોગંદ ! આ ગુફામાં આપથી પહેલાં હું દાખલ થઈશ. કે જેથી તેમાં જો કોઈ ખતરાની વસ્તુ હોય તો આપના બદલે મને નુકસાન પહોંચાડે.  ત્યારબાદ હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. ગુફામાં મૌજૂદ તમામ છિદ્રો બંધ કરી ચૂકયા તો એક છિદ્ર એવો હતો જે બંધ કરી શકાયો ન હતો. તેને તેમણે પોતાનો પગ મૂકીને બંધ કરી દીધો. નબીએ કરીમ સ.અ.વ. હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.ના પગ પર માથું મૂકીને સૂઈ ગયા. આ જ દરમ્યાન દર (છિદ્ર)માં મૌજૂદ કોઈ ઝેરી વસ્તુએ ડંખ માર્યો, પરંતુ અબૂ બક્ર સિદ્દીક રદિ. હલ્યા સુદ્ધાં નહીં કે ક્યાંક આપ સ.અ.વ.ની નિદ્રા ભંગ ન થઈ જાય. તે એટલે સુધી કે પીડાની તીવ્રતાના લીધે હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.ની આંખોમાંથી એકાએક વ્હેનારા અશ્રુઓ આપના પુરનૂર ચ્હેરા પર પડયા તો વાસ્તવિક બનાવની જાણ થઈ.

પછી મદીનાના માર્ગે હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. ક્યારેક આપ સ.અ.વ.ની આગળ ચાલતા તો ક્યારેક પાછળ. નબીએ કરીમ સ.અ.વ. હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.ની વ્યાકૂળતાને સમજી કે પામી ગયા. પૂછવાથી ઉત્તર આપ્યો : યા રસૂલુલ્લાહ ! મને જ્યારે કાફિરોની તલબ (માગ, ઇચ્છા) અને જિજ્ઞાસા યાદ આવે છે તો આપ સ.અ.વ.ની પાછળ ચાલવા લાગું છું અને જ્યારે તેમના દ્વારા એલાન કરાયેલ ઇનામ મારા મનમાં આવે છે તો આપ સ.અ.વ.થી આગળ ચાલવા લાગું છું. ફરમાવ્યું : અબૂ બક્ર (રદિ.) ! કોઈ વસ્તુ એવી છે જે તમે પસંદ કરો છો કે મારા બદલે એ તમને મળી જાય? હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. કહેવા લાગ્યા : જી હા, આ માર્ગમાં મરી જવું. હું જો કતલ થાઉં છું તો હું એકલો જ માર્યો જઈશ અને જો આપ શહીદ ગયા તો જાણે કે સમગ્ર ઉમ્મત નાશ પામી.

મુહાજિરીન તથા અન્સારની વચ્ચે બંધુત્વનો રિશ્તો

બંધુત્વનું આ ઉદાહરણ અને ત્યાગ તથા કુર્બાનીનું અજોડ-અનુપમ ઉદાહરણ છે. જરૂરી છે કે અલ્લાહની તરફના નિમંત્રણના ધ્વજવાહકો અલ્લાહની ખાતર સ્થપાયેલ આ બંધુત્વ-ભાવનાને પોતાની વચ્ચે વિકસાવે.

મદીના-હિજરત વાસ્તવમાં એક નવા તબક્કાની શરૂઆત હતી કે જેમાં અલ્લાહની તરફ દા’વત (નિમંત્રણ) આપનારાઓનો કાફલો ધૈર્ય તથા અજમાયશ-યાતનાના લાંબા કાળ પછી સફળતાની મંઝિલો સુધી પહોંચ્યો. મનમાં આ વાત રહે કે સફળતાની આ મંઝિલ પાછળ તમામ શક્ય સાધનોની ઉપલબ્ધિ, શ્રેષ્ઠ તૈયારી અને આયોજન અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો અને ખાતરી, તેની જ જાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ, રસૂલુલ્લાહ સ.અ.વ.ની પવિત્ર હસ્તીથી અનહદ પ્રેમ, દરેક પ્રકારની કાબેલિયતો અને શક્તિઓથી લાભાન્વિત થવું, એવી સાચી બંધુત્વ ભાવનાની સ્થાપના કે જેણે રસૂલુલ્લાહ સ.અ.વ.ના સહાબા રદિ.ના દિલોને એક જાન કરીને સૌથી સુંદર ઉદાહરણ બનાવી દીધું. આ જ એ તત્ત્વો હતા કે જેમના લીધે સફળતા અને વિજય ભાગ્ય બની ગયા.

આ તમામ આંદોલનમાં હઝરત અસ્મા રદિ. બિન્તે અબૂ બક્ર રદિ. અને હઝરત આયશા રદિ.એ જે ભૂમિકા ભજવી તેનાથી અલ્લાહની દા’વતના મેદાનમાં મુસલમાન મહિલાઓની ભૂમિકા સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે. આવી જ રીતે અબ્દુલ્લાહ બિન અબૂ બક્ર રદિ. જેવી રીતે દિવસભર કુરૈશની ખબરો એકત્ર કરતા અને સાંજના સમયે આપ સ.અ.વ. સુધી પહોંચાડવાની ફરજ નિભાવતા રહ્યા, તેનાથી નવયુવાનોની ભૂમિકાનું મહત્ત્વ પણ ઉજાગર થાય છે. વધુમાં આ પણ જણાય છે કે નવયુવાનોની સક્રિય કાબેલિયતોથી ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ.

પ્રથમ હિજરત (હિજરતે નબવી સ.અ.વ.)ના પાઠોને પ્રાણથી પ્યારા બનાવો. આવો ! આપણે પણ અલ્લાહની તરફ હિજરતના આ નવા તબક્કામાં પોતાની નીય્યતોને અલ્લાહ માટે વિશિષ્ટ કરીને, ભૌતિક તથા વૈચારિક સામગ્રી અને સંસાધનોની સાથે પોતાના આત્યાંતિક પ્રયાસો ઉપયોગમાં લાવીને સૈયદુલ મુર્સલીન સ.અ.વ.ની આગેવાનીમાં ભરપૂર તૈયારી તથા આયોજન તેમજ સંપૂર્ણ શક્તિ તથા તાકતને ખર્ચ કરીને અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો અને પછી અલ્લાહતઆલાની મદદના વાયદા પર પાકા વિશ્વાસ સાથે આપ સ.અ.વ.ના પદ્‌-ચિહ્નોનું સંપૂર્ણ અનુસરણ કરતાં પોતાના ભાઈઓ તથા બહેનોની કાબેલિયતો અને શક્તિઓ, પ્રેમ દિલમાં લઈ ભરપૂર લાભાન્વિત થતાં બંધુત્વના તકાદાઓ પર પૂરા ઊતરીને એક દિલ અને એક અવાજથી અલ્લાહતઆલાના આ ફરમાનના અનુરૂપ બની જઈએ કે જેમણે ઝખ્મ ખાધા પછી પણ અલ્લાહ તથા રસૂલ સ.અ.વ.ના પોકાર પર લબ્બૈક કહ્યું તેમાં જે લોકો તમારી વિરુદ્ધ મોટા લશ્કરો રૂપે એકત્ર થયા છે. નેક લોકો અને પરહેઝગાર છે તેમના માટે મોટું વળતર છે. જેમને લોકોએ કહ્યું કે અમારા માટે અલ્લાહ પૂરતો છે. તો આ સાંભળીને તેમનો ઈમાન ઓર વધી ગયો, અને તેમણે ઉત્તર આપ્યો કે તેમનાથી ડરો. અંતે તેઓ અલ્લાહતઆલાની નેઅ્‌મત અને ફઝ્‌લની સાથે પલ્ટી આવ્યા. તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ પહોંચ્યો નહીં. અને એ જ શ્રેષ્ઠ કાર્ય-નિર્માતા છે અને અલ્લાહની પ્રસન્નતા પર ચાલવાનું સૌભાગ્ય પણ તેમને પ્રાપ્ત થઈ ગયું. અલ્લાહ મોટો કૃપાળુ છે. હવે તમને જણાઈ ગયું કે એ વાસ્તવમાં શેતાન હતો જે પોતાના મિત્રોથી ખોટી રીતે ડરાવી રહ્યો હતો આથી હવે પછી તમે મનુષ્યોથી ડરતા નહીં બલ્કે મારાથી જ ડરજો, જો તમે ખરેખર ઈમાનવાળા છો.” (સૂરઃ આલે ઇમરાન, આયતો ૧૭૨-૧૭૫) •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here