ભારતીય મુસ્લિમો સામેના પડકારો

0
57

સ્વતંત્રતાના ૭૫ વર્ષો પછી પણ ભારતમાં રહી ગયેલા મુસલમાનો દેશપ્રેમ અને દીનપ્રેમ જેવા બે સુડા વચ્ચે સોપારીની જેમ ફસાયેલા છે. રાષ્ટ્રીય નેતાના અભાવના કારણે તેમનું વૃત્તાંત (Narrative) પણ અસ્પષ્ટ છે. શાસક પક્ષો દ્વારા હંમેશા મુસ્લિમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે મુસ્લિમોના તૃષ્ટિકરણની નીતિ અપનાવી તો ભાજપે હિંદુઓને એક કરવા મુસ્લિમોનો ઉપયોગ કર્યો. આમ, મુસ્લિમોનો વિકાસ તેમની સ્વમહેનત પર આધારિત છે. ૨૦૦૪માં મુસ્લિમોની પ્રવર્તમાન પરિસ્થિતિ પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અને પછી સ્કોલરશીપની કેટલીક યોજનાઓ અને આર્થિક આરક્ષણ અપવાદરૂપ છે.

છેલ્લા ૧૦ વર્ષોમાં મુસ્લિમો ઉપર જે લક્ષ્યાંકિત આતંક અને અત્યાચારનો મારો થયો (જેમાં સરકાર, ન્યાયતંત્ર, અને વ્યવસ્થાતંત્ર તમામ સામેલ હતા) તેનાથી મુસ્લિમે હચમચી ગયા છે. નામના અને પહેરવેશના મુસ્લિમોની મોટી સંખ્યાએ ઈશભય અને આખિરતના અંજામની પરવાહ કર્યા વગલ મસલતી અંદાજમાં સરણાગતી સ્વીકારી લીધી છે. પરંતુ જેમના હૃદયમાં ઈમાન મોજૂદ છે અને એવા ઉલેમાએ હક્ક કે જેઓ દીનને પરિસ્થિતિ સાથે સુસંગત કરી લોકોની ઇસ્લાહ કરવા જાણે છે તેઓ સક્રિય અને હકારાત્મક છે. તેઓ હાલાત સાથે મસલત વગર સંઘર્ષ કરવા પર ભાર મૂકે છે અને પોતાના દીનને સર્વોપરી સમજી અલ્લાહના દીનના રસ્તે આવતી તમામ તકલીફો અને આજમાયશોનો સામનો કરવા તૈયાર છે. આ મુસ્લિમો અને ઉલેમાઓ માટે પડકાર છે.

૨૦૨૪માં સરકાર ગમે તેની બને પરંતુ મુસ્લિમો માટે પડકાર યથાવત્‌ રહેશે. સૌથી મોટો પડકાર વકફની મિલકતો જેવી કે મસ્જિદ, મદ્રસા, ખાનકાહ અને કબ્રસ્તાનનો છે. બાબરી મસ્જિદના ચુકાદા પરથી દુરંદેશ લોકો સમજી ગયા કે હવે દેશમાં ન્યાયની પરિસ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગઈ છે એટલે માલીકીના કાયદાકીય પુરાવા હોવા છતાં મિલકતો કોને સોંપી દેવામાં આવશે તે ચિંતાનો વિષય છે. આ બાબતે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, વકફ બોર્ડ તથા અન્ય સંસ્થાઓ સાથે મળી લોકજાગૃતિ માટેના કાર્યક્રમો કરવા વિચારવા જોઈએ.

બીજો મોટો પડકાર મુસ્લિમો માટે શિક્ષણ અને ગરીબી છે અને બંને મુદ્દાઓ એક બીજાના વિરૂદ્ધાર્થી શબ્દો છે. જ્યાં શિક્ષણ પામી શિક્ષીત વ્યક્તિ હશે તે ગરીબ નહી હોય માટે શિક્ષણની ખૂબ જરૂર છે. દેશમાં વસતા તમામ ધર્મના લોકોનો શિક્ષણ ગુણોત્તર જોઈએ તો મુસ્લિમો ૪૨% સાથે સૌથી વધુ અશિક્ષિત છે. પરિણામસ્વરૂપે તેઓ બીજાની સરખામણીમાં સૌથી વધુ ગરીબ છે.

પછી ધંધા માટે રોકાણ અને રોજગાર માટે કૌશલ્ય વગેરે પડકારો તેમની નજર સમક્ષ છે. આ મુદ્દા પર કાર્ય નહી થાય તો ઉમ્મત વધુને વધુ ગરીબ થઈ જશે. એક મોટો પડકાર ઉમ્મત માટે નેતાગીરીનો છે. મહોલ્લાઓમાં દેડકાની માફક ઉછળતા નેતાગીરી કરતાં બેરોજગારોની સંખ્યા વધારે છે જે પોસ્ટરોની શોભા વધારે છે. ખરેખર આવા લોકો ઉમ્મતના ફાયદાને બદલે નુકશાન વધુ કરે છે નેતાગીરીની આડમાં દારૂ, જુગાર, MD, ડ્રગ્સ અને દહેવપારનો ધંધો વ્યવસ્થાતંત્ર તેમની પાસે કરાવે છે કે જેથી ઉમ્મતના જવાન લોકો ન ભણી શકે, ન પગભગ થઈ શકે અને હંમેશા દિશાવિહિત જીવન જીવ્યા કરે. આજે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ પામી છે તેની પાછળ નેતાગીરીનો અભાવ મુખ્ય કારણ છે તો નેતાગીરીને ઉભારવાનો પડકાર ઉમ્મત સમક્ષ છે. આ કાર્યો કરવામાં શાસક પક્ષ ક્યાંય પણ અવરોધ બની શકે નહી તે સર્વવિદિત છે તેથી આ પડકારોને પહોંચી વળવા દરેકે પોતાનું યોગદાન આપવાની તાતી જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here