એમાં કોઈ શંકા નથી કે ચૂંટણી રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેવા છતાં ભારતીય મુસલમાનો રાજકારણમાં અસ્તિત્વહીને અને બેવજન બનીને કિનારા પર ધકેલાઈ ગયા છે. બીજેપી માટે તો મુસલમાન ચૂંટણી રાજકારણનું એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયા છે. તેઓ ક્યારેક તેમને ઘુસણખોર કહીને અને ક્યારેક તેમની વધતી વસ્તીનો ભય બતાવીને હિંદુઓના મત મેળવવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક તેમને નુકસાન પહોંચાડવા માટે વિવિધ બહાના બનાવે છે. જો તેઓ સત્તામાં રહે છે, તો તેમની મોટાભાગની કોશિશો અને ર્નિણયો મુસલમાનોને શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે પછાત રાખવામાં, તેમના નાગરિક અધિકારો ઝુંટવી લેવા અને બહુમતી ઉપર આધારિત બનાવવામાં હોય છે. આ રીતે એનઆરસી અને એનપીઆર દ્વારા પોતાના જ દેશમાં તેમની મસ્જિદો પર કબ્જો, તેમના ધામિર્ક ચિન્હોનો અનાદર, તેમની વસતિઓને બુલડોઝર દ્વારા નાશ કરવી, તેમના સક્રિય લોકો પર ખોટા આરોપો અને બનાવટી કેસોમાં ફસાવીને જેલમાં ધકેલવા, લિન્ચિંગ દ્વારા તેમની અંદર ભય પેદા કરવો, યૂનિફોર્મ સિવિલ કોડ દ્વારા તેમની શરિયતમાં દખલ કરવી, તેમના વ્યવસાયને પ્રભાવિત કરવા, તેમના સંગઠનો અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવો, મદ્રસા બોર્ડ હેઠળ સ્થપાયેલા તેમના ધામિર્ક મદ્રસાઓને વિવિધ કારણો અને બહાના બતાવી બંધ કરવા, હિજાબ પર પ્રતિબંધ, લવ જેહાદ અને અન્ય બહાનાઓથી મુસલમાનના બાળકો અને બાળકીઓ માટે આધુનિક શિક્ષણના દરવાજા બંધ કરવા, તેમના વિસ્તારો અને વસ્તીઓને નાગરિક અને મૂળભૂત સુવિધાઓથી વિમુક્ત કરવી, જેવી બાબતો તો વધતી જ રહી છે; આ બધાની ઉપર બીજેપી અને આરએસએસની શાખા સંગઠનોને ખુલ્લી છૂટ છે કે તેઓ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ જે રીતે અને જે ઇચ્છે તે કરી શકે છે, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. ધામિર્ક તથા રાજકીય પક્ષો પર સતત આ આરોપ છે કે તેઓ મુસલમાનોનું તૃષ્ટિકરણ કરે છે.
બીજી તરફ બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો પણ મુસલમાનોને એક મત બેંક કરતાં વધુ મહત્વ આપવા માટે તૈયાર નથી. તે મુસલમાનોની યોગ્ય માંગણીઓ પણ સાંભળવા તૈયાર નથી અને ન તો તેમની વસ્તી પ્રમાણે સંસદ અને વિધાનસભાઓમાં તેમને પ્રતિનિધિત્વ આપવા તૈયાર છે. તે મુસલમાનો સંબંધિત કોઈ મુદ્દા પર કોઈ સ્ટેન્ડ લેતી નથી. તેમનું આકલન આ છે કે મુસલમાન તો બીજેપીના ભયથી અમને મત આપવા માટે મજબૂર છે, ભલે અમે તેમના કોઈ મહત્વના મુદ્દા પર કોઈ સ્ટેન્ડ લઈએ કે નહીં, તેમને બંધારણીય સંસ્થાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપીએ કે નહીં. છેલ્લા પાંચ વર્ષોમાં શાસક પાર્ટીએ દેશવ્યાપી સ્તરે અને તે રાજ્યોમાં જ્યાં તે સત્તામાં છે, મુસલમાનોના કાયદાકીય અને બંધારણીય અધિકારો પર ઘણી વખત હસ્તક્ષેપ કર્યા, પરંતુ આ પાર્ટીઓના કાન ક્યારેય સળવળ્યા નથી. સીએએ અને એનઆરસી પર દેશવ્યાપી સ્તરે મુસલમાનોએ આંદોલન ચલાવ્યું જેનું નેતૃત્વ સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓના હાથમાં હતું, સિવિલ સોસાયટીએ પણ આમાં પોતાનો સહયોગ આપ્યો, પરંતુ મુસલમાનોના સતત મત મેળવતી આ પાર્ટીઓ મૌન દર્શક બની રહી. જ્યારે સીએએનો વિભાજક બિલ સંસદમાં રજૂ થયું, ત્યારે તેનો જેટલો વિરોધ થવો જોઈએ તે ન થયો. આ કાયદાની વિરુદ્ધ આંદોલન ચલાવતા યુવાનોને જ્યારે પોલીસ અને પ્રશાસન દ્વારા મારઝૂડ કરવામાં આવી, ત્યારે પણ આ પાર્ટીઓ મૌન રહી અને જ્યારે ખોટા અને બનાવટી આરોપો હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી, ત્યારે પણ તેમણે એક શબ્દ ન કહ્યો. જ્યારે મુસલમાનોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા, તેમની વસાહતોને ખાલી કરવામાં આવી, ત્યારે પણ તેમણે કોઇ મદદ ન કરી. બીજેપી અને બહુમતીના ભયથી તેમણે પોતાની પાર્ટીઓના મુસ્લિમ અધિકારીઓને ચૂંટણી અભિયાનથી દૂર રાખ્યા. અહીં સુધી કે જ્યારે સેક્યુલર રાજકીય પાર્ટીઓએ મળીને ઇન્ડિયા એલાયન્સ બનાવ્યા, ત્યારે પણ મુસ્લિમ નેતૃત્વ ધરાવતી પાર્ટીઓને તેનાથી દૂર રાખવામાં આવી.
મુસલમાનો દ્વારા શરૂ કરવામાં આવેલી રાજકીય પાર્ટીઓની સામે પણ માત્ર મુસલમાનોના હિતો જ રહે છે. તેમણે ક્યારેય પોતાના દરવાજા બીજા વર્ગો માટે ખુલ્લા નથી કર્યા. મુસલમાનોના મત મેળવવા માટે તેમને પણ મુસલમાન જાતિ (સંપ્રદાયવાદ) વાળી ભાષા અપનાવવી પડી અને મુસલમાનોની માંગણીઓ જ તેમના એજન્ડાનું કેન્દ્ર બની રહી. તેથી, તેઓ મુસલમાનોની સૈદ્ધાંતિક અને ખૈરે ઉમ્મતવાળી સ્થિતિ અપનાવી શક્યા નથી. પછી દેશના વિભાજન અને પાકિસ્તાન બનાવવાનો આરોપ મુસલમાનો પર લગાવવામાં આવ્યો અને જ્યારે મુસલમાનોની માંગણીઓ માટે મુસ્લિમ પક્ષોનો ઉદ્ભવ થયો, ત્યારે હિંદુત્વ તત્વોએ આ કહીને આકાશમાં રેખા દોરી દીધી કે મુસલમાનો એક તો પોતાનો હિસ્સો લઈને અલગ થઈ ગયા અને હવે દેશના સંસાધનો પર પોતાનો પૂર્ણ અધિકાર જતાવવા લાગ્યો છે. મુસ્લિમ પાર્ટીઓની પ્રગતિનો ફાયદો અંતે ફાસીવાદી અને સંપ્રદાયવાદી પાર્ટીઓના ખાતામાં જ ગયો. મુસલમાનોને જ્યારે આ સમજાયું કે આ પાર્ટીઓને દેશની બહુમતી અથવા તેમના કોઈ વર્ગના મત મળી રહ્યાં નથી, તો તેમણે પણ તેમને એક રીતે નકારી દીધા. મુસલમાનોની રાજકીય જીવવિહિન અને બેદરકારીનું વિશ્લેષણ કરવામાં આવે, તો રાષ્ટ્રીય મુસ્લિમ રાજકીય પાર્ટીઓએ તેમાં વિશેષ વધારો જ કર્યો છે.
હિંદુઓને જો મતના ખાનાઓમાં વહેંચીને જોવામાં આવે, તો મુસલમાન આ દેશની સૌથી મોટી બહુમતી ગણાશે. તેમ છતાં, રાજકીય દ્રષ્ટિએ તેઓ સંપૂર્ણપણે અલગ પડી ગયા છે. ન તો દેશના મહત્વના ર્નિણયોમાં અને ન તો નીતિ નિર્માણમાં તેમનો કોઈ હિસ્સો છે અને ન તો તે રાજકીય રીતે તે દેશની કોઈપણ પાર્ટી પર પ્રભાવ પાડવાની સ્થિતિમાં છે, તેમ છતાં, દરેક ચૂંટણીમાં તે મોટા ઉત્સાહ સાથે ભાગ લે છે. બીજી તરફ, હિંદુઓની નાની નાની જાતીઓ, જેમની વસ્તી કેટલીક રાજ્યોમાં ફક્ત એક ટકા થી ત્રણ ટકા સુધી છે, તેઓ પણ પોતાની પાર્ટી બનાવીને કાયદાકીય સંસ્થાઓમાં પહોંચી અને સત્તાની મજા માણી રહ્યા છે. ઉપરોક્ત પરિસ્થિતિ ઉમ્મતના અગ્રણીઓ, રાષ્ટ્રીય અને ધામિર્ક સંગઠનો અને વિદ્વાનોને આહ્વાન કરી રહી છે કે તેઓ આ રાજકીય અસ્થિરતા અને અવગણનાના કારણો અને પરિણામોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને તેના નિરાકરણ માટે ગંભીર પ્રયાસો કરે. અન્યથા, ઉમ્મતે મુસ્લિમા રાજકીય મેદાનનો ફૂટબોલ બનીને એક ગોલ પોસ્ટથી બીજી ગોલ પોસ્ટ વચ્ચે ઠોકરો ખાતી રહેશે.