Home સમાચાર ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

0
11

અહમદાબાદઃ ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ આજે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ડો. મોહમ્મદ સલીમ પટીવાલા સાહેબે જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કુર્આનમાં મોમિન બંદાઓને સ્પષ્ટ જણાવ્યું છે કે નમાઝ પછી અલ્લાહના ફઝલ એટલે કે રોઝીની શોધમાં ધરતી ઉપર ફેલાઈ જાવ. તેમજ રોઝી પ્રાપ્તિ દરમ્યાન અલ્લાહને યાદ કરતા રહો જેથી હલાલ અને હરામના ભેદને પારખીને પવિત્ર કમાણી કરી ઘરમાં બરકત માટેના દ્વાર ખોલી શકાય. અલ્લાહના રસૂલ સ.અ.વ. એ પણ સહાબીના સવાલ ઉપર તેમની વસ્તુઓ વેચીને તેમને બજારમાંથી કુહાડી મંગાવીને પોતાના પવિત્ર હાથે હાથો લગાવી આપીને મેહનત કરીને રોજી મેળવવાની સોનેરી સલાહ આપી.

જરૂરિયાતમંદ 7 પરિવારોને આજ રોજ ઝકાત સેન્ટરના હોદ્દેદારો દ્વારા સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા, એ આશા સાથે કે આ 7 પરિવારો આર્થિક રીતે સદ્ધર થાય અને હલાલ કમાણીથી પોતાના ઘરનું ગુજરાન ચલાવે. અને એવી દુઆ સાથે આ નાનકડા કાર્યક્રમનું સમાપન થયું હતું.

ઝકાત એક શક્તિશાળી આર્થિક ગતિવિધિ છે જે મુસલમાનો ઉપર ફરજીયાત કરવામાં આવી છે, આ એક ઇસ્લામી ઈબાદત છે. ઝકાતની સામૂહિક વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે તો ગરીબીને સહેલાઈથી નાબૂદ કરી શકાય છે. ગરીબી આર્થિક અસમાનતા ને કારણે આવે છે. ઝકાતની વ્યવસ્થામાં ધનનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ થાય છે, ધન જૂજ ધનિકો પૂરતું એકત્રિત રહેતું નથી અને તેની પ્રમાણસરની વહેંચણી થાય છે અને સમાજના છેવાડાના લોગો સુધી તેનો લાભ પહોંચે છે.આ માટે જરૂરી છે કે અહમદાબાદ શહેરના મુસ્લિમો સમક્ષ આ સામૂહિક વ્યવસ્થાની છણાવટ થાય અને તેમને ઝકાત સેન્ટર સાથે જોડાવવાના પ્રયત્નો થાય. અને ઇસ્લામની આ ઝકાતની વ્યવસ્થાને આર્થિક સદ્ધરતા એક ઉત્તમ એક વિકલ્પ તરીકે પ્રસ્તુત કરવામાં આવે જેથી તેનો લાભ સમસ્ત મુસ્લિમ સમુદાય સુધી પહોંચી શકે.

ઝકાત સેન્ટર ઇન્ટિયા, અહમદાબાદ ચેપ્ટરના સેક્રેટરી વાસિફ હુસૈને અખબાર યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે, “ઝકાત સેંટર ઇન્ડિયા ઝકાતની સામૂહિક વ્યવસ્થા થકી મુસલમાનોને સ્વાભિમાની, આત્મ-નિર્ભર અને ગરીબી-મુક્ત ઉમ્મત બનાવવાનો એક પ્રમાણિક પ્રયાસ છે. અત્યારે ઝકાત સેન્ટર ઓફ ઇન્ડિયા અહમદાબાદ દ્વારા આજીવિકા લક્ષિત રોજગાર યોજના જેમકે વેપાર/દુકાન/લારી/ટુલ્સ કામના સાધનો/મશીનો/ધંધાકીય મૂડી અને લઘુ ઉધોગ તેમજ શિક્ષણ યોજના થકી સ્નાતક કે અનુસ્નાતક સ્તરે Humanities (કાયદા, મીડિયા, અર્થશાસ્ત્ર, સોશ્યલ સાઈન્સ, ઇતિહાસ વિ.) Artificial Intelligence જાહેર સેવાઓ (Civil Services), કૌશલ્ય વિકાસ (Skill Development) જેવા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સહાયની યોજના બનાવવામાં આવી છે. આના માટે ઝકાત સેન્ટર ઇન્ડિયા, અહમદાબાદ ચેપ્ટર જરૂરતમંદ વ્યક્તિઓની અરજીઓ આમંત્રિત કરે છે. તમે બી-4 કરિશ્મા કોમ્પ્લેક્ષ, શારણી સોસાયટી કોર્નર, જુહાપુરા, અહમદાબાદ – 55 પર આવેલા અમારા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો, અથવા તો, zciahmedabad@gmail.com પર ઇમેઇલ અથવા 70166 51448 પર વોટ્સએપ કરી શકો છો. આ યોજના અહમદાબાદ શહેર પુરતી મર્યાદિત છે.”

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here