નવી દિલ્હી,
તાજતેરમાં દેશમાં મુસ્લિમો અને દલિત સમુદાય વિરુદ્ધ હિંસામાં વધારો થતા તેનો ઉકેલ શોધવા જમિયત ઉલેમા-એ હિંદના નેતૃત્વમાં બંને સમુદાયના ટોચના નેતાઓની એક ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં નકારાત્મક દળો સામે અહિંસક લડત ચલાવવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી.
છ કલાક લાંબી બેઠક બાઠ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. દલિત અને મુસ્લિમ સમુદાય તરફથી સંયુકત રીતે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં માત્ર દેશના બંધારણના રક્ષણ માટેની જ નહીં બલ્કે દેશના ભાઈચારા અંગેની પણ વાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં બંને સમુદાયના અગ્રણી નેતાઓ તથા બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા. આમાં કાંચા ઇલૈયા, રામ પુનિયાની, સ્વામી અગ્નિવેશ, અશોક ભારતી, પ્રકાશ આંબેડકર, હર્ષ મંદર, કારી મહેમૂદ મદની, મૌલાના અર્શદ મદની, કમાલ ફારૃકી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ર૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં અન્ય લઘુમતી સમુદાય શીખ અને ખ્રિસ્તી નેતાઓ પણ હાજર રહ્યા હતા.