કિસ્સો આ છે કે ફિરઔને ધરતી ઉપર વિદ્રોહ કર્યો૩ અને તેના નિવાસીઓને જૂથોમાં વહેંચી દીધા.૪ તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો.
(૪) એટલે કે તેના રાજ્યનો કાયદો આ ન હતો કે કાનૂનની નજરમાં દેશના તમામ નાગરિકો સમાન હોય અને બધાને સમાન અધિકારો આપવામાં આવે, બલ્કે તેણે સંસ્કૃતિ અને રાજનીતિની એવી પદ્ધતિ અપનાવી કે દેશના નાગરિકોને જૂથોમાં વહેંચી નાખવામાં આવે, કોઈને છૂટછાટો અને વિશેષાધિકારો આપી રાજવી જૂથ ગણવામાં આવે અને કોઈને તાબેદાર બનાવી દબાવવામાં આવે તથા કચડવા અને લૂટવામાં આવે.
અહીં કોઈને આ શંકા ન હોય કે ઇસ્લામી રાજ્ય પણ મુસ્લિમ અને ઝિમ્મી વચ્ચે ભેદભાવ રાખે છે અને તેમના હક્કો અને અધિકારો દરેક રીતે સમાન રાખતું નથી. આ શંકા એટલા માટે ખોટી છે કે આ ભેદભાવનો આધાર ફિરઔનના ભેદભાવથી ઉલટુ જાતિ, વર્ણ, ભાષા અથવા વર્ગી ભેદભાવ ઉપર નથી બલકે સિદ્ધાંત અને ધર્મના ભેદ ઉપર છે. ઇસ્લામી રાજ્ય વ્યવસ્થામાં ઝિમ્મી અને મુસલમાનો વચ્ચે કાયદાકીય હક્કોમાં બિલકુલ તફાવત નથી. તમામ તફાવત માત્ર રાજકીય હક્કોમાં છે અને આ તફાવતનું કારણ આ સિવાય કંઈ નથી કે એક સૈદ્ધાંતિક રાજ્યમાં શાસક પક્ષ માત્ર એ જ હોઈ શકે જે રાજ્યના મૂળભૂત સિદ્ધાંતોમાં માનતો હોય, આ પક્ષમાં એ દરેક માણસ દાખલ થઈ શકે છે જે તેના સિદ્ધાંતોને માની લે, અને એ દરેક માણસ આમાંથી નીકળી જાય છે જે આ સિદ્ધાંતોનો ઈનકાર કરે. છેવટે આ ભેદભાવમાં અને ફિરઔનની ભેદભાવની એ રીતમાં સરખાપણાનું કારણ છે જેના આધારે શાસિત જાતિનો કોઈ માણસ કયારેક શાસક વર્ગમાં દાખલ થઈ શકતો નથી. જેમાં શાસતિ જાતિના લોકોને રજાકીય અને કાનૂની હક્કો તો દૂરની વાત છે મૂળભૂત માનવહક્કો પણ પ્રાપ્ત થતાં નથી, એટલે સુધી કે જીવનનો અધિકાર પણ તેમની પાસેથી છીનવી લેવામાં આવે. જેમાં શાસિત લોકો માટે કોઈ અધિકારની પણ કોઈ ખાતરી હોતી નથી, તેમાં તમામ ફાયદા અને નફા તથા સારી વસ્તુઓ અને દરજ્જાઓ ફકત શાસક કોમ માટે અનામત હોય છે અને આ ખાસ હક્કો માત્ર એ જ માણસને મળે છે જે શાસક કોમમાં જન્મે.
(પ) બાઈબલમાં આની જે સમજૂતી મળે છે તે આ પ્રમાણે છે.
‘ત્યારે મિસ્રમાં એક નવો રાજા થયો જે યૂસુફને જાણતો ન હતો. અને તેણે તેની કોમના લોકોને કહ્યું કે જુઓ, ઈસ્રાઈલ આપણા કરતાં બહુસંખ્ય અને મજબૂત થઈ ગયા છે. તો આવો આપણે તેમની સાથે ડહાપણપૂર્વક વર્તીએ, આવું ન થાય કે જ્યારે તે ઓર વધી જાય અને તે વખતે યુદ્ધ શરૃ થઈ ગયા ત્યારે તે આપણા દુશ્મનો સાથે મળી આપણી સાથે લડે અને દેશમાંથી નીકળી જાય. એટલા માટે તેમણે તેમની ઉપર વેઠ કરાવનારા નીમી દીધા જે તેમની પાસે સખત કામ લઈ તે તેમને સતાવે છે. આમ, તેમણે ફિરઔન માટે ભંડારોના નગરો પતૂમ અને ગિમયસ બંધાવ્યા….. અને મિસ્રી લોકોએ બની ઇસ્રાઈલ ઉપર બળજબરી કરી તેમની પાસે કામ કરાવ્યું અને તેમણે તેમની પાસે ભારે શ્રમથી ઈંટો અને ગારો બનાવડાવી તથા ખેતરમાં દરેક પ્રકારનું કામ લઈ તેમનું જીવન દુષ્કર બનાવ્યું. તેમણે તમામ સેવાઓ જે તે તેમની પાસે કરાવતા હતા એ બળજબરીની હતી… ત્યારે મિસ્રના રાજાએ હિબ્રૂ દાયણોને… વાતો કહી અને કહ્યું કે જ્યારે હિબ્રૂ (એટલે કે ઇસ્રાઈલી) સ્ત્રીઓને તમે પ્રસૂતિ કરાવો અને તેમને પથ્થરની બેઠકો ઉપર બેઠેલી જુઓ ત્યારે જો પુત્ર હોય તો તેને મારી નાખજો અને જો પુત્રી હોય તો તે જીવતી રહે.’ (નિર્મગ, પ્રકરણ ૧, આયત ૮થી ૧૬) ત