અંતમાં મક્કાના કાફિરોના એ મૂળ બહાનાની વાત છે જે નબી સ.અ.વ.ની વાત ન માનવા માટે તે રજૂ કરતા હતા. તેમનું કહેવું આ હતું કે જો અમે આરબોના શિર્કયુકત ધર્મને છોડી આ તૌહીદનો નવો ધર્મ સ્વીકારી લઈએ તો એકાએક આ દેશમાથી અમારૃં ધાર્મિક, રાજકીય અને આર્થીક નેતૃત્વ સમાપ્ત થઈ જશે અને અમારી હાલત આ થઈ જશે કે અરબસ્તાનના સૌથી વધારે પ્રભાવશાળી કબીલાની હેસિયત ખોઈ નાખશું અને આ ભૂમિમાં અમારા માટે કોઈ આશ્રયસ્થાન પણ બાકી નહીં રહે. આ કેમ કે કુરૈશના સરદારોની સત્યની દુશ્મનાવટ પાછળનું અસલ ચાલક હતું અને બાકીની તમામ શંકાઓ અને વાંધાઓ માત્ર બહાના હતા જે તે સામાન્ય લોકોને ભરમાવવા માટે ઘડતા હતા, એટલા માટે અલ્લાહતઆલાએ આની ઉપર સૂરઃના અંતમાં વિગતવાર વાત કરી છે અને આના એક એક પાસાને સ્પષ્ટ કરી ખૂબજ ડહાપણપૂર્વક એ તમામ મૂળરોગોનો ઇલાજ કર્યો છે જેમના કારણે આ લોકો સત્ય અને અસત્યનો ફેંસલો દુનિયાના ફાયદાના દૃષ્ટિબિંદુથી હતા.
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
તા-સીન-મીમ- આ સ્પષ્ટ ગ્રંથની આયતો છે. અમે મૂસા અને ફિરઔનનો કેટલોક અહેવાલ સત્યપૂર્વક તમને સંભળાવીએ છીએ.૧, એવા લોકોના ફાયદા માટે જે ઈમાન લાવે.ર
કિસ્સો આ છે કે ફિરઔને ધરતી ઉપર વિદ્રોહ કર્યો૩ અને તેના નિવાસીઓને જૂથોમાં વહેંચી દીધા.૪ તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો.
૧) તુલના કરવા માટે જુઓ સુરઃ બકરહ (રુકૂઅ ૬), સૂરઃ આ’રાફ (રુકૂઅ ૧૩થી ૧૬) સૂરઃ યૂનુસ (રુકૂઅ ૮,૯), સૂરઃ હૂદ (રુકૂઅ ૯), સૂરઃ બની ઈસ્રાઈલ (રુકૂઅ ૧ર), સૂરઃ મર્યમ ( રુકૂઅ ૪), સૂરઃ તાહા (રુકૂઅ ૧થી ૪), સૂરઃ મુ’મીનૂન (રુકૂઅ -૩), સૂરઃ શુઅરા (રુકૂઅ રથી ૪), સૂરઃ નમ્લ (રુકૂઅ ૧)૪ સૂઃ અન્કબૂત (રુકૂઅ ૪), સૂરઃ મોમિન (રુકૂઅ ૩થી પ), સૂરઃ ઝુખરુફ (રુકૂ પ), સૂરઃ દુઃખાન (રુકૂઅ ૧), સુરઃ ઝારિયાત (રુકૂઅ ર), સૂરઃ નાઝિયાત (રુકૂઅ ૧),
(ર) એટલે કે લોકો વાત માનવા માટે તૈયાર જ ન હોય તેમને સંભળાવવું નિરર્થક છે. અલબત્ત જેમણે હઠાગ્રહનું તાળું તેમના દિલો ઉપર મારેલં ન હોય તે આ વાતના સંબોધિત છે.
(૩) આયતમાં શબ્દ ‘અલાફિલ અર્દે’નો ઉપયોગ થયો છે જેનો અર્થ આ છે કે તેમણે ધરતીમાં માથું ઊંચકયું, બંડખોરીનું વલણ અપનાવ્યું, પોતાની અસલ હેસિયત એટલે કે બંદગીના મુકામથી ઉઠી સ્વાયતત્તા અને માલિકીનું રૃપ ધારણ કરી લીધું, તાબેદાર બનીને રહેવાને બદલે હાકેમ બની બેઠો, અને જોરાવર તથા મોટો બનીને જુલમ કરવા માંડયો.