રાજ્યભરમાંથી ૧ લાખથી વધુ લોકોની સહી એકઠી કરી માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા મુખ્યમંત્રીને આવેદન

0
250

ગુજરાતના લઘુમતી સમાજના રક્ષણ અને ઉત્થાન બાબતે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા છેલ્લા એક માસથી રાજ્યભરમાં સહીઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. લઘુમતી આયોગ રચવા, લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવા સહિતની આઠ માગણીઓ સાથે શરૃ કરાયેલી સહીઝંબુશને અંતે ૧ લાખથી વધુ આવેદનપત્રો એકઠા કરી બુધવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીને સુપરત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ, ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી, દાનિશ કુરેશી, મ્યુનિસિપલ કાઉન્સિલર હાજીભાઈ મિરઝા, દિલ્હીથી પધારેલા વિજયપ્રતાપ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે મુખ્યમંત્રીએ સમય ન આપતા આગેવાનોએ મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મુખ્યમંત્રીના વલણના વિરોધમાં ગાંધીનગર ખાતે ધરણા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here