ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટૂંકમાં જ પરિચિત કરાવવામાં આવનાર મોડેલ નિકાહનામામાં દુલ્હાથી લેખિત રૃપે પ્રતિજ્ઞાા લેવામાં આવશે કે તે એક બેઠકમાં (એકી સાથે) ૩ તલાક નહીં આપે. બોર્ડઆ પગલાને આવકાર્ય ગણવામાં આવી રહ્યું છે ,અને કહેવામાં આવી રહ્યું છે કે આના દ્વારા ટ્રિપલ તલાક સંબંધિ જાગૃતિ અભિયાનને બળ મળશે અને ટ્રિપલ તલાકના પ્રમાણમાં વધુ ઘટાડો થશે. એક રીતે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો આ પ્રયાસ સુપ્રીમ કોર્ટના ટ્રિપલ તલાક સંબંધિત પ્રશ્નના જવાબમાં અમલી પગલું પણ હશે.
બોર્ડના આ પગલા સંદર્ભે મુફતી અઝીઝુર્રહમાન ફતેહુપરીએ કહ્યું કે ‘અન્ય પ્રયત્નોની જેમ આ પણ એક પ્રયત્ન છે જે ખૂબ સારો છે પરંતુ આનાથી શરઈ આદેશ ઉપર કોઈ ફેર નહીં પડે.’