Home વ્યક્તિ-વિશેષ મુહમ્મદ અસદ

મુહમ્મદ અસદ

0

રાહે વફામેં જઝબ એ કામિલ હો જિન્કે સાથ
ખુદ ઉન્કો ઢૂંઢ લેતી હૈ મંઝિલ કભી કભી

ઇતિહાસ કોઈ પણ શંકા-કુશંકા વિના આ વાત પુરવાર કરે છે કે કોઈ અન્ય ધર્મે ઇલ્મી તથા સાયન્ટીફિક વિકાસ માટે ઓછામાં ઓછું એ કામ …. નથી કર્યું, જે રીતે ઇસ્લામે ઇલ્મી તથા સાયન્ટીફીક સંશોધની ઇસ્લામે જેવી કદર કરી અને પ્રોત્સાહન આપ્યું છે. આ તેનું જ પરિણામ હતું જે આપણે ઉમવી અને અબ્બાસી અને સ્પેનના આરબ શાસનકાળમાં સાંસ્કૃતિક વિકાસના રૃપમાં જુએ છે. યુરોપને આ ખબર હોવી જોઈએ કે ખુદ તેમની સંસ્કૃતિ ઉપર ઇસ્લામનું કર્જ છે, એ કર્જ કે જે સદીઓના અંધકાર બાદ ઇસ્લામના પુનરુત્થાનના સ્વરૃપમાં યુરોપને આપ્યો હતો. હું આ વાત એટલા માટે તમને નથી કહેતો કે આપણે આપણા વીતી ગયેલા ભૂતકાળ ઉપર ગર્વ કરીએ, એ પણ એ સમયે કે જ્યારે ઇસ્લામી જગતે પોતાના જ મૂલ્યોને પાયમાલ કરી દીધા છે, અને અંધકાર તથા માનસિક સંકિર્ણતા તરફ પાછા ફરી ચૂકયા છીએ. આપણને કોઈ અધિકાર નથી કે આપણે આપણી વર્તમાન સ્થિતિમાં આપણા ભૂતકાળ ઉપર ગર્વ કરીએ પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે આપણા વર્તમાન પતન માટે જવાબ ઇસ્લામી શિક્ષણની ખામી નહીં બલ્કે આપણું અમલવિહોણા હોવું છે. -મુહમ્મદ અસદ

પ્રશ્ન, શંકાઓ, વિદ્રોહઃ

મુહમ્મદ અસદ (પહેલા Leopold Weiss) ર જુલાઈ ૧૯૦૦માં ઓસ્ટ્રો હેંગ્રીન રાજયના વિસ્તાર Lvox (વર્તમાન યુક્રેન)માં જન્મ્યા. તેમનો પરિવાર એક કટ્ટર યહૂદી ધાર્મિક પરિવાર હતો. અને તેમના વડવાઓ કે બાપ-દાદામાં મોટા મોટા યહૂદી રબ્બી થઈ ગયા હતા. તેમના પિતા બેરિસ્ટર હતા. પરંતુ તેમણે પુત્રને પરંપરાગત શિક્ષણ જ અપાવ્યું જે તૌરાત, ઓલ્ડટેસ્ટામેન્ટ, તલ્મૂદ અને તૌરાતની અન્ય સમજૂતીઓ તથા તફસીરો (વિવરણો) ઉપર આધારિત હતું. તેર વર્ષની વયમાં જ તેમણે હિબ્રુ તથા આરામી ભાષાઓ પર પ્રભુત્વ હાસલ કરી લીધું. વીસ વર્ષના થતાં થતાં તેમણે જર્મન, ફ્રેન્ચ, અને પોલીશ ભાષાઓમાં પણ પહોંચ હાસલ કરી લીધી. ઉચ્ચ શિક્ષણ માટે વિયેના યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મેળવ્યો. મુહમ્મદ અસદ
એક સામાન્ય સ્તરના વિદ્યાર્થી હતા જેમને ગણિત અને વિજ્ઞાાનથી નફરત હતી. તેમને ઇતિહાસ અને સામાજિક વિદ્યાઓ પસંદ હતી. પોતાના પરિવારના રીત-રિવાજ મુજબ તેમણે યહૂદી ધર્મના ધાર્મિક ગ્રંથોનું અધ્યયન તો કરી લીધું, પરંતુ આ અધ્યયન ધર્મ અને ખાસ કરીને યહૂદી ધર્મ પર વિશ્વાસ જન્માવવામાં નિષ્ફળ રહ્યું. તેમને ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને તલ્મૂદનો ખુદા રીતિ-રિવાજના ચક્કરમાં ફસાયેલ એક કબીલાઈ દેવતા લાગતો હતો, જે માત્ર એક કોમ કે વંશ અર્થાત્ બની ઈસરાઈલનો ખદા છે, નહીં કે સમગ્ર માનવતાનો. ટૂંકમાં આ કે આ ધાર્મિક શિક્ષણની મુહમ્મદ અસદ ઉપર પ્રતિબિંબિત અસર થઈ અને તેઓ પોતાના ધર્મથી દિન-પ્રતિદિન દૂર થતાં ગયા.

બાળપણથી તેમણે આંદોલનકારી પ્રકૃતિ પામી હતી. આથી ૧૯૧૪ના અંતમાં જ્યારે તેઓ માત્ર ૧૪ વર્ષના હતા તો શાળામાંથી નાસી ગયા અને ઓસ્ટ્રીયાઈ સૈન્યમાં ભરતી થઈ ગયા. તેઓ પોતાની ઉંમરના હિસાબથી બહુ લાંબા કદના હતા, આથી એક જૂઠા નામ હેઠળ પોતાને ૧૮ વર્ષના બતાવીને સૈન્યમાં ઘૂસવામાં કોઈ મુશ્કેલી ન થઈ, પરંતુ તમેના પિતાએ એક અઠવાડિયામાં જ પોલીસની મદદથી તેમની જાણકારી મેળવી લીધી અને તેમને ઘરે પાછા આવવું પડયું. ચાર વર્ષ બાદ જ્યારે વૈધ રીતે ઓસ્ટ્રીયાઈ ફોજમાં ભરતી થયા તો એક તો યુદ્ધ પૂરું થઈ ગયંું બીજું આ કે ફોજી કેરિયરથી તેમની દિલચશ્પી (રસ) ખતમ થઈ ગઈ. હવે તેઓ રૃહાની (આધ્યાત્મિક) સુકૂનની શોધમાં હતા. તેઓ વિચારતા હતા કે રૃહાની સુકૂન દુનિયામાં કયાંક તો અવશ્ય જોવા મળતો હશે, પરંતુ કયાં…. આ તેમને ખબર ન હતી.

તેમના પિતાનો આગ્રહ હતો કે તેઓ પીએચડી કરી લે, પરંતુ મુહમ્મદ અસદ એક કલમકાર (લેખક, પત્રકાર) બનવા ઈચ્છતા હતા. ઈ.સ.૧૯ર૦માં પત્રકારત્વમાં પોતાનું કેરિયર બનાવવાનું સ્વપ્ન લઈને તેઓ એકવાર ફરી ઘરેથી નાસી ગયા. તેઓ ઘરેથી નાસી તો છૂટયા પરંતુ થોડાક જ સમયમાં ફાકા કરવાની (ભૂખ્યા રહેવાની) નોબત આવી ગઈ, ભૂખ્યા રહેવાના સંજોગો આવી ગયા પરંતુ તેમણે હિંમત હારી નહીં, ભારે તંગી અને મુશ્કેલીઓ છતાં તેમણે પોતાના પિતા કે સગા-સંબંધીઓને પૈસા માટે લખ્યું નહીં. તેઓ પોતાની દુનિયાથી કંટાળી ગયા હતા. એક વિચિત્ર વ્યાકૂળતા હતી જે તેમને ઘરે ટકવા દેતી ન હતી. તેમના પિતાએ એ જમાનામાં તેમને એક કડક પત્ર લખ્યો કેઃ ‘હું તમારૃં ભવિષ્ય જોઈ રહ્યો છું કે તમે એક સડક-છાપ જીવન વ્યતીત કર્યા બાદ કોઈ સડકના કિનારે મૃત્યુ પામેલા જોવા મળશો.’ ‘મુહમ્મદ અસદે જવાબી પત્રમાં કહ્યું કે, હું અવશ્ય ઊંચાઈઓ પર પહોંચીશ.’

(ક્રમશઃ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version