Home તંત્રીલેખ ફીકું નિરસ બજેટ : આકાંક્ષાઓ નિરાશામાં ફેરવાઈ

ફીકું નિરસ બજેટ : આકાંક્ષાઓ નિરાશામાં ફેરવાઈ

0

1 લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સળંગ ૯મું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાનની લાંબી ધૂંઆદાર બજેટ સ્પીચથી સંસદ ધ્રુજી ઉઠી. પરંતુ બજેટની જાહેરાતમાં કાંઈ ખાસ ન મળતા ગાજયા મેઘ વરસે નહીં વાળો ઘાટ સર્જાયો હતો.

કુલ 53.5 લાખ કરોડના બજેટ ના કેટલાક સારા નરસા પાસાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.

મજબૂત પાસાંઃ-
1. નાણાકીય ખાધ GDPના 4.3% સુધી ઘટાડવામાં આવી — નાણાકીય સંયમનો સ્પષ્ટ સંકેત.
2. રૂ. 12.2 લાખ કરોડનું મૂડી ખર્ચ, લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપે છે, ટૂંકા ગાળાની ખપતને નહીં.
3. ઋણ–GDP અનુપાત 55.6% સુધી ઘટવાનો અંદાજ, જે રોકાણકારોનો વિશ્વાસ વધારશે.
4. બજેટ MSMEs માટે માત્ર લોનથી આગળ વધી ઇક્વિટી અને સ્કેલિંગ પર ભાર મૂકે છેઃ
5. રૂ. 10,000 કરોડનું SME Growth Fund, પરંપરાગત ક્લસ્ટર, પુનર્જીવન કન્ટેનર ઉત્પાદન અને ટૂલ રૂમ આધુનિકીકરણ આ પહેલો Make in India અને China-plus-one strategy અને મજબૂત બનાવે છે, ખાસ કરીનેઃ ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ, મૂડી સામગ્રી.
6. Bharat-VISTAAR AI tool દ્વારા સબસિડી કેન્દ્રિત અભિગમથી ઉત્પાદકતા આધારિત કૃષિ તરફ પરિવર્તન.
માછીમારી, કૃષિ મૂલ્ય શૃંખલા અને બજાર ઍક્સેસ પર ભાર.
– જો કે, તાત્કાલિક આવક સહાયમાં મર્યાદિત વધારો, જેના કારણે ટૂંકા ગાળાની ગ્રામિણ માંગ પર અસર પડી શકે.
7. યુવા કુશળતા વિકાસ, ખેલો ઈન્ડિયા, યુવતીઓ માટે હોસ્ટેલ.
8. મેડિકલ ટૂરિઝમ અને સેવા ક્ષેત્રને પ્રોત્સાહન
માનવ મૂડી આધારિત વિકાસનો સંકેત મળે છે, પરંતુ ઢાંચાકીય ખર્ચની સરખામણીએ ફાળવણી મર્યાદિત છે.

બીજી તરફ ભારતનું યુનિયન બજેટ 2026-27 તેની નાણાકીય ખામીઓ અને તાત્કાલિક આર્થિક પડકારોને ઉકેલવામાં નિષ્ફળ રહેવા બદલ વ્યાપક ટીકા હેઠળ પણ આવ્યું છે. વિશ્લેષકો જણાવે છે કે સતત ઊંચી ખાદ્ય (deficits), મહત્ત્વપૂર્ણ વર્ગને પૂરતી રાહત ન મળવી અને માળખાગત ખામીઓ લાંબા ગાળાની વૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે.

કમજોર અને નિષ્ફળ પાસાઃ-
1. બજેટમાં અંદાજે રૂ. 17 લાખ કરોડ જેટલો ઊંચી નાણાકીય ખાદ્ય યથાવત રાખવામાં આવી છે. તેમાં રૂ. 2 લાખ કરોડ જેટલા મફત અનાજ જેવા populist- લોકલુભાવન ખર્ચનો સમાવેશ થાય છે, જે લાંબા ગાળાના ટકાઉપણા અને શ્રમબજાર પર નકારાત્મક અસર અંગે ચિંતા ઊભી કરે છે.
2. આવક પ્રાપ્તીમાં રૂ. 78,086 કરોડની કમી રહી છે, જ્યારે મૂડી ખર્ચ (Capital Expenditure)માં રૂ. 1.44 લાખ કરોડનો કાપ મૂકાયો છે. આ સ્થિતિ 8% જેટલી ઓછી નામમાત્ર GDP વૃદ્ધિ વચ્ચે નાણાકીય સંકલનમાં નબળાઈ દર્શાવે છે.
3. આવકવેરાના સ્લેબ્સ કે છૂટછાટમાં કોઈ ફેરફાર ન થવાથી શહેરી મધ્યમવર્ગ પર વધતી મોંઘવારી અને જીવનખર્ચનો ભાર યથાવત રહ્યો છે. પગારધારક કર્મચારીઓ અને સ્વરોજગારી વ્યાવસાયિકોમાં ભારે નિરાશા જોવા મળી છે.
આલોચકોનું કહેવું છે કે બજેટ શહેરી માળખાની બગડતી સ્થિતિ અને ઘરેલુ બચતમાં ઘટાડા જેવી વાસ્તવિક સમસ્યાઓને અવગણે છે.
4. નાના વેપારીઓને ભારે નિયમનકારી ખર્ચનો સામનો કરવો પડે છે — દર વર્ષે રૂ. 13-17 લાખ, જે ચીનની સરખામણીએ બમણો છે. તેમ છતાં 1,450 નિયમનકારી જોગવાઈઓ અને 480 સુધી કેદની જોગવાઈઓમાં કોઈ રાહત આપવામાં આવી નથી.
5. ખાનગી રોકાણ નબળું છે, રોજગાર સર્જન (ખાસ કરીને યુવાનો માટે) ધીમું છે, અને કૃષિ તથા ઉત્પાદન ક્ષેત્રોને મર્યાદિત લક્ષ્યિત સહાય મળી છે. પરિણામે બેરોજગારી અને પ્રાદેશિક અસમાનતા વધી રહી છે, જેમાં પંજાબ જેવા રાજ્યની જરૂરિયાતોની અવગણના થઈ છે.
6. Securities Transaction Tax (STT)માં વધારો રોકાણકારો અને બ્રોકરોને નિરોત્સાહિત કરે છે, જેના કારણે બજારમાં રોકાણ પ્રવાહ ઘટવાની શક્યતા છે.
7. કર આવકની વૃદ્ધિ માત્ર 0.6 છે જ્યારે અનુમાન 1.1 હતું. ખાનગી કોર્પોરેટ મૂડી ખર્ચ પણ ઓછો હોવાથી સરકારની નાણાકીય ક્ષમતા સીમિત બની છે, અને ઉધાર લેવો કે ખર્ચ વધારવો — એ વચ્ચે અસંતુલન ઉભું થયું છે.
8. વિપક્ષે બજેટને “દિશાવિહીન” ગણાવ્યું છે, કારણ કે તેમાં મોંઘવારી, વૈશ્વિક આંચકા અને PMJAY Urban જેવી યોજનાઓમાં અમલની ખામીઓ જેવા મુદ્દાઓને યોગ્ય રીતે સંબોધવામાં આવ્યા નથી.

રવિવારનો દિવસ રોકાણકારો માટે રડવાનો દિવસ બની ગયો. જ્યારે એસટીટીમાં વધારાના કારણે શેરબજાર 1500 પોઇન્ટ સુધી તૂટી ગયું, જેમાં રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.

આ સ્પષ્ટ સંકેત છે કે બજેટ રોકાણકારોની, ધંધાદારીઓની અને નોકરીયાતોની અપેક્ષાઓ પર ઉણું ઉતર્યું છે અને દેશભરમાં નિરાશાજનક માહોલ નિર્માણ પામ્યો છે.

– મુહમ્મદ કલીમ અન્સારી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version