રાહે વફા મેં જઝબ એ કામિલ હો જિન્કે સાથ
ખુદ ઉન્કો ઢૂંઢ લેતી હૈ મંઝિલ કભી કભી
(ગતાંકથી ચાલુ)
પોતાના પ્રવાસો દરમ્યાન આરબોની ફકત મહેમાનનવાઝી જ નજોઈ બલકે પરસ્પર પણ તેમના ચારિત્ર્યનું જાત-નિરીક્ષણ કર્યું. તેમને આરબ વેપારીઓના બંધુત્વભાવનાએ ખૂબજ પ્રભાવિત કર્યા. તેઓ તેમને હાથોમાંહ ાથ નાખી હરફતા-ફરતા જોતા, ખુલ્લા મનેને હસ્તા જોતા, તેમના ઉત્સાહ સાથેના હસ્ત-ધુનન અને જોશપૂર્વક ગળે મળવાને/ભેટવાને જોતા એકબીજાની ખુશી અને ગમ કે સુખ-દુઃખમાં હૃદયપૂર્વક સામેલ થતા જોતા. તેમને સૌથી વધુ એ વસ્તુએ પ્રભાવીત કર્યા કે એક ગ્રાહક જે દુકાનદારની ગેરહાજરીમાં દુકાન પર આવતો અને ત્યાં રાહ જોવાને બદલે પાડોશની દુકાનમાં જવાનો જ હતો કે પાડોશનો દુકાનદાર સ્વયં એ ગ્રાહક પાસે આવી જતો અને ગ્રાહકને (એ દુકાનમાંથી) જે જોઈતું તેને આપી દેતો અને એ વસ્તુની રકમ પોતાના ગેરહાજર દુકાનદાર ભાઈના ટેબલ પર મૂકીને પોતાની દુકાનમાં પાછો ચાલ્યો જતો. આવા વેપાર-કારોબારની પશ્ચિમમાં કોઈ કલ્પના ન હતી, ત્યાં તો દૌલત કમાવવાની એક હોડ લાગી હતી અને એકબીજાની ટાંગ ખેંચીને પોતે આગળ વધી જવાની ભાવના હતી. તેમણે વિચાર્યું કે હું જે કોમમાંથી આવ્યો છું ત્યાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે દીવાલો અવરોધરૃપ ઉભી છે. સમગ્ર સમાજ દીવાલોથી ભરેલો પડયો છે. પરંતુ આ કેવો સમાજ છે કે જેમાં આટલું બધું ખુલ્લાપણું અને અગાધપણું જોવા મળે છે. તેઓ કહેવાતા વિકસિત પશ્ચિમના સ્વાર્થી અને ભૌતિકવાદી સમાજમાંથી આવ્યા હતા, અને માણસો આટલા નિઃસ્વાર્થ, આટલા સાદા અને આટલા નિખાલસ પણ હોઈ શકે છે. તેનો તેમને અંદાજો પણ ન હતો. મુસલમાનોના મામલાઓમાં તેમને કયાંય બેવડું વલણ જોવા ન મળ્યું, દરેક વસ્તુ પારદર્શિ જોવા મળી. તેમણે મુસલમાનોને બહુ ગરીબ પરંતુ નૈતિકતાની ધન-દૌલતથી સમૃદ્ધ જોયા. તેમના મનમાંઆ વિચાર પણ આવ્યો કે હોઈ શકે છે કે આ આરબ કોમની વિશિષ્ટ નૈતિકતા હોય, અને આનું કારણ તેમનું વિશિષ્ટ સાંસ્કૃતિ માળખું હોય, પરંતુ બિન-આરબ મુસલમાનોથી મળીને તેમણે અંદાજો લગાયો કે ના, આ નૈતિકતા તો ઇસ્લામની દેણ છે, અને ઇસ્લામની આ બરકતો વિશ્વવ્યાપી છે જે લંદન અને જિનિવામાં પણ એટલી જ અસરકારક છે કે જેટલી આરબના એ રણપ્રદેશમાં. આ પ્રકારના અનેક નાના-નાના બનાવો અને અનુભવોએ મુહમ્મદ અસદનું દિલ જીતી લીધું.